Axar Patel ની બેટીંગના સમયે યુઝવેન્દ્ર ચહલ ને પોતાના લગ્નનો દિવસ યાદ આવી ગયો, અક્ષરનુ ઈન્ટરવ્યુ લેવા દરમિયાન કહી વાત-Video

અક્ષર પટેલે (Axar Patel) અણનમ અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. વિજય બાદ યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) અક્ષરનો ઈન્ટરવ્યુ લીધો હતો, જેનો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Axar Patel ની બેટીંગના સમયે યુઝવેન્દ્ર ચહલ ને પોતાના લગ્નનો દિવસ યાદ આવી ગયો, અક્ષરનુ ઈન્ટરવ્યુ લેવા દરમિયાન કહી વાત-Video
Axar Patel બીજી વનડેમાં મેન ઓફ ધ મેચ હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 8:11 PM

અક્ષર પટેલ (Axar Patel) ની ઝડપી હિટ આ સમયે ખૂબ ચર્ચામાં છે. હોય પણ કેમ નહીં, તેણે કમાલની બેટીંગ કરીને ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામે જીત અપાવી છે. રવિવારે બીજી વનડેમાં અક્ષર પટેલે માત્ર 35 બોલમાં અણનમ 65 રન ફટકારીને ટીમ ઈન્ડિયા (Team India) ને જીત અપાવી હતી. અક્ષર પટેલે તેની ઇનિંગમાં પાંચ સિક્સર ફટકારી હતી અને તેની છેલ્લી સિક્સ ટીમ ઇન્ડિયા માટે વિજયી છગ્ગો હતો. અક્ષરના શાનદાર પ્રદર્શન પછી, યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) તેનો ઇન્ટરવ્યુ લીધો અને તેને તેના લગ્નનો દિવસ યાદ આવ્યો.

યુઝવેન્દ્રને લગ્ન યાદ આવી ગયા

યુઝવેન્દ્ર ચહલે ચહલ ટીવી પર અક્ષર પટેલનુ ઇન્ટરવ્યુ લીધુ હતુ. ઈન્ટરવ્યુમાં યુઝવેન્દ્ર ચહલે હંમેશની જેમ મજાક કરી હતી. ચહલે કહ્યું કે જ્યારે અક્ષર પટેલ બેટિંગ કરતો હતો, ત્યારે તે ખૂબ જ નર્વસ હતો. ચહલે જણાવ્યું કે ટેન્શનના કારણે તેણે પોતાના બધા નખ ચાવી લીધા હતા. તેણે કહ્યું કે તે તેના લગ્નના દિવસે પણ એટલો નર્વસ નહોતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ચહલે અક્ષર પટેલને પૂછ્યું કે છેલ્લી ઓવરોમાં તેના મગજમાં શું ચાલી રહ્યું હતું? આના જવાબમાં અક્ષર પટેલે કહ્યું, ‘જ્યારે હું ક્રિઝ પર ગયો ત્યારે અમને કદાચ 11 ઓવરમાં 105 રનની જરૂર હતી. હુડ્ડા અને હું વાત કરી રહ્યા હતા કે આ વધારે રન નથી કારણ કે આઈપીએલ દરમિયાન પણ આવી જ પરિસ્થિતિ સર્જાય છે. અમે અમારી પોતાની શૈલીમાં જ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. અમને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિની પરવા નહોતી.

અક્ષર પટેલને આવેશ ખાને બતાવ્યો જીતનો પ્લાન!

અક્ષર પટેલે જણાવ્યું કે છેલ્લી ઓવરમાં મેચ પૂરી કરવાનો પ્લાન અવેશ ખાન પાસેથી મળ્યો હતો. અક્ષરે કહ્યું કે તે 49મી ઓવરમાં મેચ પૂરી કરવા માંગતો હતો પરંતુ અવેશે તેને કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝના ત્રણ મહત્વના બોલરોની 10-10 ઓવર પૂરી થઈ ગઈ છે. અને અંતે માત્ર પાર્ટ ટાઈમ બોલર જ ઓવર કરશે. અક્ષર પટેલને અવેશની સલાહ ગમી અને તેણે 49મી ઓવરમાં વધુ જોખમ ન લેવાનું નક્કી કર્યું.

આ પછી છેલ્લી ઓવરમાં કાયલ માયર્સ બોલિંગ કરવા આવ્યો હતો. ટીમ ઈન્ડિયા શરૂઆતના ત્રણ બોલમાં માત્ર ત્રણ રન જ બનાવી શકી હતી. છેલ્લા 3 બોલમાં 5 રનની જરૂર હતી અને અક્ષરે સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને બે વિકેટથી જીત અપાવી હતી.

Latest News Updates

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
g clip-path="url(#clip0_868_265)">