LSG vs MI, IPL 2023 Eliminator: મુંબઈ અને લખનૌ વચ્ચે આજે આરપારની લડાઈ, ચેપોકમાં નક્કી થશે અમદાવાદમાં ગુજરાત સામે કોણ ટકરાશે

Lucknow Super Giants vs Mumbai Indians, IPL 2023 Eliminator: બુધવારે સાંજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ચેપોકમાં ટક્કર થશે. ક્વોલિફાયર-2 માં સ્થાન મેળવવા માટેની આ લડાઈ હશે.

LSG vs MI, IPL 2023 Eliminator:  મુંબઈ અને લખનૌ વચ્ચે આજે આરપારની લડાઈ, ચેપોકમાં નક્કી થશે અમદાવાદમાં ગુજરાત સામે કોણ ટકરાશે
LSG vs MI IPL Eliminator Preview
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 10:27 AM

IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેપોકમાં મંગળવારે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે 15 રનથી ગુજરાત ટાઈટન્સ સામે જીત મેળવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. બુધવારે એલિમિનેટર રમાનારી છે, પાંચ વારની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર લખનૌ સુપર જાયન્ટ્સ સામે થનારી છે. મુંબઈ સંઘર્ષ કરીને પ્લેઓફમાં પહોંચ્યુ છે, હવે આજે લખનૌ સામે જીત મેળવીને અમદાવાદ મોદી સ્ટેડિયમ પહોંચવાનો ઈરાદો રાખશે.

ચેપોકમાં બુધવારે જીતનારી ટીમ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્લ સામે ટકરાશે. અમદાવાદમાં શુક્રવારે રાત્રે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે, ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ કોની વચ્ચે રમાશે. જોકે આજે 24 મે થનારી ટક્કરથી ચેન્નાઈ સામે કઈ બે ટીમમાંથી એક ફાઈનલ માટે ઉતરી શકે છે એ નક્કી થઈ જશે. એલિમિનેટરમાં હારનારનારી ટીમ સિઝનથી એટલે કે ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે.

ચોથી વાર મુંબઈ અને લખનૌ વચ્ચે ટક્કર

રોહિત શર્માની આગેવાની ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચોથી વાર ટકરાવા જઈ રહી છે. બંને ટીમો પ્લેઓફમાં પ્રથમ વાર એક બીજા સામે IPL માં ઉતરી રહી છે. જોકે આ પહેલા બંને વચ્ચે થયેલી તમામ ત્રણેય ટક્કરમાં મુંબઈને નિરાશા જ મળી છે, એટલે કે જીત લખનૌની જ થઈ છે. આમ રોહિત શર્મા માટે આજે લખનૌ મોટો પડકાર બની શકે છે. ફાઈનલના માર્ગે આગળ વધવા માટે કેએલ રાહુલની ગેરહાજરીમાં કૃણાલ પંડ્યાની આગેવાની ધરાવતી ટીમની સામે જીત મેળવવા મજબૂત રણનિતી સાથે મેદાને ઉતરવુ પડશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

તો બીજી તરફ રાહતની વાત એ છે કે, તિલક વર્મા ફિટ થઈ ચૂક્યો છે. તે ટીમમાં પરત ફરી શકે છે. આમ રોહિત શર્મા તેને અંતિમ ઈલેવનમાં સ્થાન આપી શકે છે. તિલક વર્માને નેહલ વઢેરાના સ્થાને સમાવેશ કરવામાં આવી શકે છે. જોકે મુંબઈની ટીમ વિનિંગ ઈલેવનમાં ફેરફાર કરે એવી શક્યતાઓ ઓછી છે.

આ પણ વાંચોઃ Ravindra Jadeja Controversy: ચેન્નાઈમાં ‘ગડબડ’ ? ગુજરાત સામેની જીત બાદ રવિન્દ્ર જાડેજાની એક તસ્વીરે હંગામો મચાવ્યો, ફેન્સ પર તાક્યુ નિશાન

પીચ રીપોર્ટ અને હવામાન

પ્રથમ ક્વોલિફાયર જોયા પછી, તમને ચેન્નાઈના હવામાનનો ખ્યાલ આવી ગયો હશે કે તે કેટલું ગરમ ​​છે. પરંતુ શું પીચ પર પણ આ જ ગરમી જોવા મળશે? કદાચ ના. કારણ કે આ મેચ એ જ પીચ પર રમાવાની સંભાવના છે કે જેના પર મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે લો સ્કોરિંગ મેચ રમાઈ હતી.

આ પણ વાંચોઃ MS Dhoni Captainship: ધોનીએ જાળ ફેલાવી અને આગળના બોલ પર હાર્દિક પંડ્યા થઈ ગયો શિકાર- Video 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
g clip-path="url(#clip0_868_265)">