India vs Pakistan, T20 World Cup: 861 દિવસ બાદ ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જામશે મહાસંગ્રામ, UAE માં ભારતીય ખેલાડીઓ છે દમદાર, જુઓ

Today Match Prediction of India vs Pakistan: બાબર આઝમની ટીમ UAEમાં અત્યાર સુધી એક પણ T20 મેચ હારી નથી. અને, અહીં ભારત T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં પાકિસ્તાન સામે હાર્યું નથી. તેથી, બંનેમાંથી જે પણ રેકોર્ડ તૂટશે તે પ્રથમ વખત તૂટશે.

India vs Pakistan, T20 World Cup: 861 દિવસ બાદ ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જામશે મહાસંગ્રામ, UAE માં ભારતીય ખેલાડીઓ છે દમદાર, જુઓ
Babar Azam-Virat Kohli

2 વર્ષ, 4 મહિના અને 8 દિવસ પછી, મોકો ફરી આવ્યો છે. ક્રિકેટનું સુપર વોર 861 દિવસ પછી ફરી થવા જઈ રહ્યું છે. જેમાં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) આમને-સામને જોવા મળશે. દુબઈના મેદાન પર વિરાટ કોહલી (Virat Kohli) ની સેના અને બાબર આઝમ (Babar Azam) ની સેના વચ્ચે ભીષણ યુદ્ધ થશે. બોલ અને બેટની લડાઈમાં રોમાંચ હદ પાર કરી જશે. સ્ટેડિયમમાં દર્શકોના શોર મચી જશે.

જો આપણે આંકડાઓ પર જઈએ, તો પાકિસ્તાન ફતેહ કરવુ એ ટીમ ઇન્ડિયા માટે ડાબા હાથની રમત હોવાનું જણાય છે. દરેક ભારતીયને ગર્વની અનુભૂતિ કરાવે છે. જ્યારે પણ T20 વર્લ્ડ કપની પીચ પર ભારતનુ કટ્ટર હરીફ સામે આવ્યુ છે, ત્યારે તેણે મોં પર માર ખાધો છે. T20 વર્લ્ડ કપની અત્યાર સુધીની 6 આવૃત્તિઓમાં 5 વખત આવું બન્યું છે. એટલું જ નહીં સમગ્ર આંકડામાં પણ ભારત ઘણું આગળ છે. બંને ટીમો 8 વખત T20 આંતરરાષ્ટ્રીય મેચમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. તેમાંથી 6 મેચમાં ભારતે જીત મેળવી છે, 1 પાકિસ્તાને જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી.

UAEની પરિસ્થિતિમાં કોણ કોને હરાવશે?

જોકે, આ વખતે પરિસ્થિતિ જુદી છે. મેચ યુએઈમાં છે, તેથી પાકિસ્તાનના હાથ ખીલ્યા છે. બાબર આઝમની સેના માટે યુએઈ તેમનુ બીજા ઘર જેવું છે. તેની પાસે વિશ્વની કોઈપણ ટીમ કરતાં યુએઈમાં વધુ મેચ રમવાનો અનુભવ છે. પાકિસ્તાનના કેપ્ટને પણ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યો છે.

પરંતુ, બાબરે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ યુએઈની પીચ પર તેના કરતા વધારે ફ્રેન્ડલી રહ્યા છે. IPL 2021 નો બીજો હાફ એ જ પીચો પર રમાયો છે, જેના પર T20 વર્લ્ડ કપ યોજાઈ રહ્યો છે. અને આવી સ્થિતિમાં ભારતને હરાવવાનું સપનું જોવું એ તારા તોડીને લાવવા સમાન છે.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન સ્થિતિ સ્પષ્ટ છે.

ભારત સામે ટકરાતા પહેલા પાકિસ્તાને પોતાની પ્લેઈંગ ઈલેવનની સ્થિતિ લગભગ સાફ કરી દીધી છે. તેણે તે 12 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે, જેમાંથી 11 ખેલાડીઓ રમશે. તે 3 ફાસ્ટ બોલરો અને 2 સ્પિનરોના સંયોજન સાથે મેદાનમાં ઉતરશે. ભારતે હજુ સુધી પ્લેઇંગ ઇલેવન અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી નથી. પરંતુ, ભારતનું બોલિંગ કોમ્બિનેશન ફક્ત 3 ફાસ્ટ બોલર અને 2 સ્પિનરો સાથે જ જોઈ શકાય છે. જાડેજા પ્રથમ સ્પિનર ​​તરીકે રમશે. જ્યારે બીજા સ્પિનર ​​તરીકે અશ્વિન અને વરુણ ચક્રવર્તીમાંથી કોઈ એક હોઈ શકે છે.

T20 WCમાં પાકિસ્તાન UAE અને ભારત સામે હાર્યું નથી

બાબર આઝમની ટીમ અત્યાર સુધી યુએઈમાં એક પણ T20 મેચ હારી નથી. અને, અહીં T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન સામે હાર્યું નથી. તેથી, બેમાંથી જે પણ રેકોર્ડ તૂટી જશે તે પ્રથમ વખત તૂટી જશે. હવે જોવાનું એ રહે છે, કે શું પાકિસ્તાન UAEમાં T20 ન હારવાનો રેકોર્ડ તોડે છે. અથવા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ફતેહના ભારતના સીલસીલા પર બ્રેક લાગી શકે છે. જો કે, પ્રેક્ટિસ મેચમાં બંને ટીમોનું પ્રદર્શન જોઈને લાગે છે કે ભારત ફરી એકવાર પાકિસ્તાનને જોઇ લેશે.

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી સામે પણ પાકિસ્તાન ‘લાચાર’, T20 વિશ્વકપ હજુ સુધી એકેય વાર વિકેટ ઝડપવાનો ‘મોકો’ નથી મળ્યો

આ પણ વાંચોઃ T20 World Cup: આનુ નામ તે કરમ ની કઠણાઇ ! મજેદાર અંદાજમાં ક્વિન્ટન ડિ કોકની ઉડી ગઇ ‘ગીલ્લી’, જુઓ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati