IND vs ENG, 1st Test Preview: આજથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ, ખરાબ રેકોર્ડને સુધારવા માટે મેદાને ઉતરશે ટીમ ઇન્ડીયા

India vs England 1st Test Prediction: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત આજે બપોરે ભારતીય સમયાનુસાર 3.30 કલાકે થશે. પ્રથમ ટેસ્ટ મેચ નોટિંગહામમાં રમાનારી છે. જે ટેસ્ટ મેચમાં દર્શકોની પણ હાજરી હશે.

IND vs ENG, 1st Test Preview: આજથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ, ખરાબ રેકોર્ડને સુધારવા માટે મેદાને ઉતરશે ટીમ ઇન્ડીયા
Virat Kohli-Joe Root
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 12:22 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) સામે આજથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) અને જો રુટ (Joe Root) ની ટીમ આજે આમને સામને થશે. આ ટક્કરનો સીલસીલો એક મહીનાથી વધારે સમય ચાલશે. 5 ટેસ્ટની સિરીઝ રમાનારી છે. ભારતીય ટીમ આરંભ દમદાર કરવા ઇચ્છશે. ભારત આમ એટલા માટે કરવા માટે ઇચ્છશે કે, ઇંગ્લેન્ડની સામે તેના જ ઘરમાં પોતાનો ઇતિહાસ બદલવાનો છે. પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ ભારતીય સમયાનુસાર 3.30 કલાકે શરુ થનાર છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝના માટે દર્શકોના સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી પહેલાથી જ આપવામાં આવી છે. એટલે કે બંને દેશો વચ્ચે આ ટેસ્ટ શ્રેણી ક્રિકેટ ફેન્સની હાજરીમાં રમાશે. કેટલાક મહીના પહેલા ઇંગ્લેન્ડ 5 ટેસ્ટ મેચની એક સિરીઝ ભારતથી 1-3 થી ગુમાવી દીધી છે. એટલુ જ નહી તે સિરીઝ ઇંગ્લેન્ડે ગુમાવતા જ તે WTC ના ફાઇનલની રેસમાંથી તે બહાર થઇ ગઇ હતી. સ્વભાવીક છે તે, હવે બદલો લેવાના પ્રયાસમાં હશે. એટલે કે વિરાટ કોહલીની ટીમ ઇન્ડીયાની હોંશિયાર રહેવાની જરુર છે.

ઇંગ્લેન્ડમાં ભારતના આંકડા

ભારત એ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ અંતિમ વખતે 2007માં જીતી હતી. પાછળના 3 પ્રવાસ દરમ્યાન રમાયેલી ફક્ત 2 મેચો જ જીતી શકાઇ છે. તો ભારતીય ટીમે ઓવર ઓલ અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડમાં 62 ટેસ્ટ મેચ રમી છે, જેમાં ફક્ત 7 જ મેચ જીતી છે. એટલે કે 34 મેચ હારી છે જ્યારે 21 મેચ ડ્રો રહી છે. સ્વાભાવિક છે કે, વિરાટ એન્ડ કંપની એ આ વખતે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતવી છે તો, પોતાના ઇતિહાસને પણ સુધારવો પડશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટ્રેન્ટ બ્રિઝના આંકડે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત નોટિંગહામથી થઇ રહી છે. એટલે કે બંને વચ્ચે મેચ ટ્રેન્ટ બ્રિઝ મેદાન પર રમાનાર છે. આ મેદાન પર બંને ટીમો વચ્ચે 8મી ટેસ્ટ હશે. આ પહેલા રમાયેલી 7 ટેસ્ટ મેચમાં બંને ટીમોએ 2-2 મેચ જીતી છે. જ્યારે 3 મે મેચ ડ્રો રહી છે.

પડકારો ઇંગ્લેન્ડના પક્ષે પણ છે

ભારત માટે પડકાર જો ખરાબ રેકોર્ડને સુધારવાનો અને ઓપનીંગ સુધી થોડાક પ઼ડકારો ઇંગ્લેંન્ડની છાવણીમાં પણ છે. ભારત સામે ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સની ગેરહાજરી પણ સાલશે. આ ઉપરાંત ઓલી પોપ પણ પ્રથમ ટેસ્ટ મેચથી બહાર થઇ ગયો છે. સાથે જ યજમાન ટીમની આ દુખતી નસનો ઉપયોગ કરી લેવા ભારતીય ટીમ પુરો પ્રયાસ કરશે. સાથે જ ભારતીય ટીમ સિરીઝમાં 1-0 થી લીડ લેવા પણ ઇચ્છશે.

આ પણ વાંચોઃ Lovlina Borgohain : ત્રીજો મેડલ પણ ભારતની દિકરી જ લાવી, ભારતીય બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 : રેસલિંગમાં દીપક પુનિયા પહોંચ્યા સેમીફાઇનલમાં , ચીનના રેસલરને આપી હાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">