IND vs SA Live Streaming 1st ODI Match: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો

|

Jan 18, 2022 | 5:57 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી બાદ હવે 19 જાન્યુઆરીથી વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે.

IND vs SA Live Streaming 1st ODI Match: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો

Follow us on

IND vs SA: ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પરાજય આપ્યો હતો. આ હારથી ભારતીય ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. જો કે હવે ટીમ પાસે વાપસીનો મોકો છે. ટેસ્ટ સીરીઝ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે, જે બુધવારથી શરૂ થશે. આ સિરીઝમાં કેપ્ટનશીપ કેએલ રાહુલના હાથમાં રહેશે. ચાહકોને આશા છે કે, રાહુલ આ પ્રવાસનો અંત જીત સાથે કરશે.

ટેસ્ટ શ્રેણીથી વિપરીત વનડેમાં ભારતનો રેકોર્ડ અહીં ઘણો સારો છે. જ્યારે ભારતીય ટીમે છેલ્લે 2018માં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો, ત્યારે છ મેચની ODI શ્રેણી રમાઈ હતી. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ આ સીરીઝ 5-1થી જીતી હતી. દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણીમાં ભારતની આ પ્રથમ જીત હતી. હવે રાહુલની કપ્તાનીમાં ટીમ પાસે ફરી આ સિદ્ધિ કરવાની તક છે. જો કે તેમને દક્ષિણ આફ્રિકા તરફથી સખત પડકાર મળશે, જેણે ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ આત્મવિશ્વાસમાં ઘણો વધારો કર્યો છે.

ODI શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ

ત્રણ મેચની વનડે શ્રેણી 19 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ બે મેચ બોલેન્ડ પાર્કમાં રમાશે. તે જ સમયે, છેલ્લી ODI કેપટાઉનમાં રમાશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

19 જાન્યુઆરી (બુધવાર) – 1લી ODI – બોલેન્ડ પાર્ક, પાર્લ – 2 PM

21 જાન્યુઆરી (શુક્રવાર) – બીજી ODI – બોલેન્ડ પાર્ક, પાર્લ – 2 PM

23 જાન્યુઆરી (રવિવાર) – ત્રીજી ODI – ન્યૂલેન્ડ્સ, કેપ ટાઉન – બપોરે 2 વાગ્યે

લાઇવ સ્ટ્રીમિંગ: ડિઝની+ હોટસ્ટાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ ક્યારે રમાશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ 19 જાન્યુઆરીના રોજ રમાશે.

IND vs SA મેચ કેટલા વાગ્યે શરૂ થશે ?

મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.00 કલાકે રમાશે.

 

આ પણ વાંચો: શું કેપ્ટનશિપ છોડ્યા પછી બ્રાન્ડ વિરાટની વેલ્યુ ધટી ગઈ છે, તેમને પ્રમોટ કરતી કંપનીઓનું શું કહેવું છે જાણો

આ પણ વાંચો: Mohammed Siraj: વિરાટ કોહલી માટે લખી ઈમોશનલ પોસ્ટ, કહ્યું- મારા સુપરહીરો તમે હંમેશા કેપ્ટન રહેશો

 

Next Article