શું કેપ્ટનશિપ છોડ્યા પછી બ્રાન્ડ વિરાટની વેલ્યુ ધટી ગઈ છે, તેમને પ્રમોટ કરતી કંપનીઓનું શું કહેવું છે જાણો

શું કેપ્ટનશિપ છોડ્યા પછી બ્રાન્ડ વિરાટની વેલ્યુ ધટી ગઈ છે, તેમને પ્રમોટ કરતી કંપનીઓનું શું કહેવું છે જાણો
Virat Kohli (File Image)

Virat Kohliએ પણ ટેસ્ટ કપ્તાનીમાંથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં બ્રાન્ડ વિરાટની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે, ઓડી અને પુમાએ કહ્યું કે, તેમને હજુ પણ વિરાટ કોહલીની મજબૂત બ્રાન્ડ ઈક્વિટીમાં વિશ્વાસ છે.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Jan 18, 2022 | 12:36 PM

વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દીધી છે (Virat Kohli resigns captaincy). આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે વિરાટનું એન્ડોર્સમેન્ટ ધરાવતી મોટી કંપનીઓ હવે શું નિર્ણય લે છે. શું તેનો વિરાટ બ્રાન્ડ પરનો વિશ્વાસ અકબંધ રહેશે કે પછી તે હવે નવા ચહેરાની શોધ કરશે. વિરાટ કોહલી હાલમાં દેશના સૌથી મોંઘા બ્રાન્ડ એમ્બેસેડર છે. તેઓ હાલમાં MRF, Myntra, American Tourister, Puma, Volini, Audi, Uber India, Royal Challenge જેવી ડઝનબંધ બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે.

લક્ઝરી કાર નિર્માતા ઓડી અને સ્પોર્ટ્સ એપેરલ કંપની પુમાએ સોમવારે જણાવ્યું હતું કે, રમતના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડવા છતાં તેમને વિરાટ કોહલીની મજબૂત બ્રાન્ડ ઇક્વિટીમાં વિશ્વાસ છે. બંને વિદેશી કંપનીઓએ સોમવારે કહ્યું કે કોહલીએ હંમેશા ક્રિકેટ પ્રત્યે આકર્ષણ જગાડવા માટે પ્રેરણા તરીકે કામ કર્યું છે

કોહલીએ થોડા દિવસ પહેલા જ અચાનક ટેસ્ટ ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પહેલા તે ODI અને T20 ટીમની કેપ્ટન્સી પણ છોડી ચુક્યો છે. આ રીતે, તે હવે ભારતીય ક્રિકેટ ટીમના કોઈપણ સ્વરૂપમાં કેપ્ટન નથી. Audi, Puma, Hero MotoCorp, Tissot, MRF, Vivo, Bluestar અને Myntra જેવી ઘણી પ્રખ્યાત બ્રાન્ડના જાહેરાતકર્તાઓ કોહલીની બ્રાન્ડ ઇક્વિટી પર આ નિર્ણયની અસર વિશે વાત કરી રહ્યા છે. માર્કેટ વિશ્લેષકોના મતે કોહલી હવે કેપ્ટન નહીં રહે તે પછી તેની બ્રાન્ડ વેલ્યુ ઘટી જશે.

વિરાટે લોકોને રમત પ્રત્યે પ્રેરિત કર્યા

ઓડી ઈન્ડિયાના હેડ બલબીર સિંહે કહ્યું, “કોહલી ઓડીની બ્રાન્ડ ઈમેજને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. તે લાંબા સમયથી અમારા પરિવારનો એક ભાગ છે અને અમારી બ્રાન્ડ માટે સ્પષ્ટપણે યોગ્ય છે.” તેવી જ રીતે જર્મન બ્રાન્ડ પુમા પણ કોહલીની પડખે ઉભી રહી અને કહ્યું કે, તેની પાછળ કેપ્ટનશિપનો અસાધારણ વારસો છે. તેણે લોકોને આ રમત તરફ પ્રેરિત કર્યા છે અને આગળ પણ કરતા રહેશે.

વિરાટ 30 બ્રાન્ડને પ્રમોટ કરે છે

પુમાએ 2017માં વિરાટ કોહલી સાથે 110 કરોડની ડીલ કરી હતી. આ ડીલ આગામી આઠ વર્ષ એટલે કે 2025 સુધી છે. હાલમાં લગભગ 30 બ્રાન્ડનો પ્રચાર કરે છે. 2021માં, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી તેની કુલ કમાણી 180 કરોડની નજીક હતી. વિરાટ કોહલી રોજના ધોરણે એન્ડોર્સમેન્ટ માટે 7.5 થી 10 કરોડ રૂપિયા લે છે. જો તેઓ તેમના ઈન્સ્ટાગ્રામ પર કોઈ બ્રાન્ડ વિશે પોસ્ટ કરે છે, તો તેઓ 50 મિલિયન ચાર્જ કરે છે. એક રિપોર્ટમાં, 2020માં વિરાટ બ્રાન્ડની કિંમત 237 મિલિયન આંકવામાં આવી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીનું ઉદાહરણ આપ્યું

સોશિયલ મીડિયાના વિશ્વના જાણકાર સંતોષ દેસાઈએ કહ્યું કે, જ્યાં સુધી વિરાટ કોહલી મેદાનમાં છે અને પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી આ બ્રાન્ડ્સ તેની સાથે સંકળાયેલી રહેશે. આ માટે તેણે મહેન્દ્ર સિંહ ધોનીનું ઉદાહરણ આપ્યું. ધોની આજે પણ ચર્ચામાં રહે છે અને તેનું સમર્થન પણ ચાલી રહ્યું છે. TAM સ્પોર્ટ્સ સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ રિપોર્ટ નવેમ્બર મહિનામાં બહાર આવ્યો હતો. આ રિપોર્ટ IPL-13 અને IPL-14ના આધારે નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ધોની અને વિરાટને ટોપ સ્લોટ આપવામાં આવ્યો હતો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati