ધોનીએ જ્યારે ‘ખેલાડી’ સાથે કરી ખાસ મુલાકાત, ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

આઈપીએલની 15મી સિઝનમાં ધોની ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ માટે સુકાની પદ સંભાળશે. માર્ચના અંતિમ સપ્તાહમાં શરૂ થશે આઈપીએલ 2022ની શરૂઆત.

ધોનીએ જ્યારે 'ખેલાડી' સાથે કરી ખાસ મુલાકાત, ફોટો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
MS Dhoni CSK (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 7:47 PM

ભારતને ICC ની ત્રણ ટ્રોફી અપાવનાર પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) કોઇને કોઇ કારણથી સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં રહે છે. ત્યારે ધોની આ વખતે ફરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વખતે તે ક્રિકેટના કારણથી નહીં પણ બોલિવુડમાં ખેલાડી નામથી જાણીતા અભિનેતા સાથે કરેલ મુલાકાતથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

ધોની હાલ આઈપીએલ 2022 (IPL 2022) થી પહેલા એક એડ શુટમાં વ્યસ્ત છે અને તે હાલ મુંબઈમાં છે. તે એક ખાનગી કંપનીના શુટ માટે વ્યસ્ત છે. આ શુટિંગ દરમ્યાન ધોની બોલીવુડના ખેલાડી એટલે અક્ષય કુમાર (Akshay Kumar) સાથે મુલાકાત કરી હતી. જોકે મહત્વનું એ છે કે આ ખાનગી કંપની માટે ધોની અને અક્ષય કુમાર બંને બ્રાન્ડ એમ્બેસેડર છે અને આ બંને શુટ માટે ભેગા થયા હતા. ધોની અને અક્ષય કુમારની સાથે વાયરલ થયેલ ફોટો ધોનીના નાનપણના મિત્ર સીમાંત લોહાણીએ શેર કરી હતી. આ ફોટોમાં તે પણ સાથે જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 20-07-2024
અંજીર તમારા શરીરમાં ફાયદાને બદલે કરશે નુકસાન, આ લોકો ભૂલથી પણ ન ખાતા
150 રૂપિયા રોજ બચાવી બનાવી શકશો 2 કરોડ રૂપિયા... SIP નો આ કરોડપતિ ફોર્મ્યુલા છે અદ્ભુત
મખાના ખાવાથી કયો રોગ મટે છે?
આ દેશમાં ભારતના 10 રૂપિયા થઈ જાય છે લગભગ 2 હજાર રૂપિયા
સૂતા પહેલા જીરાનું પાણી પીવાના 5 ફાયદા

આ વાયરલ થયેલ ફોટોમાં અક્ષય કુમાર વનપીસ કોસ્ચ્યુમમાં જોવા મળ્યો હતો. સીમાંત લોહાણીએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, “ગલ્ફ શુટના સેટમાં અક્ષય કુમારની સાથે ઘણો સારો સમય પસાર કર્યો.” પોત-પોતાની ફિલ્ડના સુપરસ્ટારને સાથે જોઇને ઘણા ખુશ જોવા મળી રહ્યા હતા અને ચાહકો તેના વખાણ કરી રહ્યા હતા.

અહીં જુઓ ધોની અને અક્ષય કુમારની ફોટો

મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરીએ તો તેણે 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઇ લીધી છે. પણ તે હજુ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ માટે રમતો રહ્યો છે. ધોનીએ 2021 માં ચેન્નઈ ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચોથું ટાઇટલ જીતાડ્યું હતું. ભારતમાં આયોજીત થનાર આઈપીએલ 2022 માં ધોનીની ટીમ પોતાના ટાઇટલને બચાવવા માંગશે અને પાંચ ટાઇટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમની બરોબરી કરશે.

હરાજીથી પહેલા ચેન્નઈ ટીમે રવિન્દ્ર જાડેજાને 16 કરોડમાં જ્યારે ધોનીને 12 કરોડમાં રિટેન કર્યો હતો. ચેન્નઈ ટીમે મોઈનને 8 કરોડ, જ્યારે ગાયકવાડને 6 કરોડની કિંમતમાં રિટેન કર્યો હતો. સુત્રોનું માનીએ તો ધોનીએ લીગ આગામી લીગ માટે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જોડી ને લઇને દિનેશ કાર્તિકે આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવવાના માર્ગ પર લઇ જઇ રહ્યા છે

આ પણ વાંચો : આ શું, રોહિત શર્મા પત્નિ રિતિકાનો ફોન નથી ઉઠાવી રહ્યો, પત્નિએ જાહેરમાં ફોન કરવાની કરી રિક્વેસ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">