આ શું, રોહિત શર્મા પત્નિ રિતિકાનો ફોન નથી ઉઠાવી રહ્યો, પત્નિએ જાહેરમાં ફોન કરવાની કરી રિક્વેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ પોતાના સોશિયલ હેન્ડલ પર પોતાના કેટલાક ફોટો શેર કર્યા હતા.

રોહિત શર્માની (Rohit Sharma) આગેવાનીમાં ટીમ ઇન્ડિયા (Team India) આજથી શ્રીલંકા ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket) સામે સીરિઝની શરૂઆત કરશે. શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયા કુલ ત્રણ ટી20 મેચની સીરિઝ અને ત્યાર બાદ 2 ટેસ્ટ મેચની સીરિઝ રમશે. તો આ સીરિઝ પહેલા ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં તે ઘણું વાયરલ થઇ રહ્યું છે.
રોહિત શર્મા પત્નિ રિતિકાથી નારાજ છે?
ટીમ ઇન્ડિયાના ખેલાડી સોશિયલ મીડિયા પર મજાક મસ્તી કરતા રહે છે. જે ચાહકોને ઘણું પસંદ આવે છે. તો ક્યારેક ક્યારેક ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની પત્નિઓ પણ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા રહે છે. ત્યારે આવુ કઇક અત્યારે સામે આવ્યું છે. આ વખતે ટીમ ઇન્ડિયાના સુકાની રોહિત શર્માની પત્નિ રિતિકા સજદેહની કોમેન્ટ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ કોમેન્ટ તેના પતિ હિટમેન માટે હતી.
– રોહિત શર્માએ ઇન્ટ્રાગ્રામમાં પોતાના કેટલાક ફોટો શેર કર્યા હતા. – આ ફોટોની નીચે રિતિકાએ એક જબરદસ્ત કોમેન્ટ કરી. – રિતિકાએ લખ્યુંઃ રોહિત શું તમે મને કોલ-બેક કરશો.? – હવે સોશિયલ મીડિયામાં તેની કોમેન્ટ જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
રોહિત શર્માએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટ
View this post on Instagram
રિતિકાએ રોહિતની પોસ્ટમાં કરેલી કોમેન્ટ

Rohit Sharma and wife Ritika Sajdeh
આજે રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ટી20 સીરિઝની પહેલી મેચ, આજે લખનઉમાં ભારત રત્ન અતલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
રુતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન (વિકેટકીપર), રોહિત શર્મા (સુકાની), શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યર, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ.
શ્રીલંકાની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ
પથુમ નિશાંકા, દનુષ્કા ગુનાથિલકા, કુસલ મેંડિસ, ચરિથ અસલંકા, દિનેશ ચાંદિમલ (વિકેટકીપર), દસુન થનાકા (સુકાની), ચામિકા કરૂણારત્ને, દુષ્માંતા ચામીરા, મહીશ તીક્ષ્ણા, જેફરી વાંડરસે, લાહિરૂ કુમારા.
આ પણ વાંચો : WWEમાં હાર્દિક પંડ્યાનો જુડવા જોવા મળ્યો, સોશિયલ મીડિયામાં ફોટો થઈ રહ્યો છે વાયરલ
આ પણ વાંચો : ભારતીય મહિલા ટીમે પાંચમી વન-ડેમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું, સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનું શાનદાર પ્રદર્શન