WI vs ENG: એન્ટિગુઆ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થતા ઇંગ્લેન્ડ ટીમના નિર્ણય પર કાર્લોસ બ્રેથવેટ ભડક્યો, કહ્યુ ભારત સામે આમ કરી શક્યા હોત?
એન્ટિગુઆ ટેસ્ટ (Antigua Test) ડ્રોમાં સમાપ્ત થઈ. ઈંગ્લેન્ડે ટેસ્ટ મેચના અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝને 71 ઓવરમાં 286 રન બનાવવાનો પડકાર આપ્યો હતો. પરંતુ, વેસ્ટ ઇન્ડિઝ 70.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને માત્ર 147 રન જ બનાવી શક્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ (West Indies Vs England) વચ્ચે એન્ટિગુઆમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડે ટેસ્ટ મેચના અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝને 71 ઓવરમાં 286 રન બનાવવાનો પડકાર આપ્યો હતો. પરંતુ, કેરેબિયન ટીમ 70.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને માત્ર 147 રન જ બનાવી શક્યું હતું. દિવસની રમતમાં 5 બોલ જ બાકી હતા ત્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે (Joe Root) વેસ્ટ ઈન્ડિઝ સાથે હાથ મિલાવીને મેચ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડના આ પગલાથી વેસ્ટ ઈન્ડિઝનો કાર્લોસ બ્રેથવેઈટ (Carlos Brathwaite) ભડક્યા છે. ઈંગ્લેન્ડ પર નિશાન સાધતા તેમણે તેના આ નિર્ણયને અનૈતિક અને અયોગ્ય ગણાવ્યો છે.
જ્યારે દિવસની રમતના 5 બોલ બાકી હતા ત્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે એન્ટિગુઆ ટેસ્ટમાં ડ્રો માટે વેસ્ટ ઈન્ડિઝ સાથે હાથ મિલાવ્યા હતા. એટલે કે, જ્યારે દરેક સરવાળા અને બાદબાકીની દ્રષ્ટિએ વિજય અશક્ય બની ગયો હતો. કદાચ ઈંગ્લેન્ડના મગજમાં એવું ચાલતું હશે કે જો તેઓ વેસ્ટ ઈન્ડિઝની 5મી વિકેટની ભાગીદારી તોડી નાખશે તો વાત બની જશે. પરંતુ હોલ્ડર અને બોનરની જોડીએ દિવસના છેલ્લા સેશન સુધી રમવાનું ચાલુ રાખ્યું હતું.
કાર્લોસ બ્રેથવેટના નિશાના પર ઈંગ્લેન્ડ
વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટે બીટી સ્પોર્ટને એક વાતચિતમાં જણાવ્યું હતું કે, જો હું વેસ્ટ ઈન્ડિઝના ડ્રેસિંગ રૂમમાં સિનિયર ખેલાડી હોત, તો હું ઈંગ્લેન્ડ માટે છેલ્લી ક્ષણે ડ્રો કરવાનું અયોગ્ય માનત. શું ઈંગ્લેન્ડની ટીમ એશિઝ શ્રેણીમાં આવું કરશે? શું તે ભારત, પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં પણ આવું જ કર્યું હોત?
View this post on Instagram
આમ બ્રેથવેટે ટેસ્ટ મેચના અંતિમ 5 બોલ પુરા કરવા માટેની અપેક્ષા રાખી હતી, જે સન્માનીય રીતે મેચ સંપૂર્ણ રીતે પૂરી થયેલી ગણી શકાઇ હોત. પરંતુ નિયત સમય કે બોલ વહેલા થી એક બીજાની સહમતીથી મેચને અટકાવી દેવી તેમના મતે એ અયોગ્ય લાગ્યુ હતુ.