ના MS ધોની, ના સચિન તેંડુલકર કે ના વિરાટ કોહલી, જાણો કોણ છે હાર્દિક પંડ્યાનો ફેવરિટ ક્રિકેટર?

હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) જે ક્રિકેટરને પોતાનો ફેવરિટ ગણાવ્યો છે, તેની સ્ટાઈલ અને પંડ્યાની સ્ટાઈલ સાવ વિપરીત છે. ભૂતપૂર્વ ખેલાડી તેના શાંત સ્વભાવ માટે જાણીતો હતો જ્યારે પંડ્યા આક્રમક છે.

ના MS ધોની, ના સચિન તેંડુલકર કે ના વિરાટ કોહલી, જાણો કોણ છે હાર્દિક પંડ્યાનો ફેવરિટ ક્રિકેટર?
Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2022 | 9:09 PM

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યાને (Hardik Pandya) લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી હતી. તેની ફિટનેસ વિશે, તેની બોલિંગ વિશે, દરેક વખતે બજાર ગરમ રહેતું હતું અને પંડ્યાની કારકિર્દી પર સવાલો ઉઠતા હતા. પરંતુ આ ઓલરાઉન્ડરે IPL-2022માં જોરદાર રમત દેખાડી તેની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સને પ્રથમ વખત ખિતાબ અપાવ્યો હતો. ત્યારપછી તેની દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે ભારતીય ટીમમાં (Indian Cricket Team) પસંદગી કરવામાં આવી હતી. પંડ્યા ઓલરાઉન્ડર છે, તેથી માનવામાં આવે છે કે તેનો ફેવરિટ ક્રિકેટર ઓલરાઉન્ડર હશે, નહીં તો તે સચિન તેંડુલકર, વિરાટ કોહલી જેવા ખેલાડીઓમાંથી કોઈ પણ હશે. પંડ્યાએ હવે પોતાના ફેવરિટ ક્રિકેટર વિશે જણાવ્યું છે અને જે ખેલાડીનું નામ લેવામાં આવ્યું છે તે ચોંકાવી શકે છે.

પંડ્યાએ જે ક્રિકેટરને પોતાનો ફેવરિટ ક્રિકેટર ગણાવ્યો છે તેની સ્ટાઈલ અને પંડ્યાની સ્ટાઈલ એકદમ અલગ છે. જોકે આ ખેલાડીની ગણતરી અનુભવીઓમાં પણ થાય છે. આ ક્રિકેટરની ગણના ભારતના ડોમેસ્ટિક ક્રિકેટના મહાન ખેલાડીઓમાં થાય છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યો છે. પંડ્યાને મહેન્દ્ર સિંહ ધોનીની નજીક માનવામાં આવે છે. પંડ્યાએ ઘણી વખત કહ્યું છે કે તેણે ધોની પાસેથી ઘણું શીખ્યું છે. પરંતુ પંડ્યાએ ધોનીનું નામ પણ લીધું ન હતું.

કૈલિસ, વિરાટ, સચિન ​ગમે છે પણ…

પંડ્યાએ કહ્યું કે તે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ઓલરાઉન્ડર જેક્સ કૈલિસને પસંદ કરે છે. તે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પણ પસંદ કરે છે. પરંતુ તેનો ફેવરિટ ક્રિકેટર કોઈ અન્ય છે. પંડ્યાએ SG ક્રિકેટ પોડકાસ્ટ પર કહ્યું, “મને કૈલિસ ગમે છે, મને વિરાટ કોહલી અને સચિન તેંડુલકર પણ ગમે છે, પરંતુ મારો ફેવરિટ ક્રિકેટર વસીમ જાફર છે. જ્યારે હું મોટો થતો હતો ત્યારે હું જાફરને પ્રેમ કરતો હતો. મને તેની બેટિંગ જોવી ગમતી.”

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

જાફરના નામે અનેક રેકોર્ડ

જાફર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 1997થી 2022 સુધી 186 મેચ રમી અને 14,609 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 46 સદી અને 65 અડધી સદી ફટકારી છે. તેણે મુંબઈની રણજી ટીમની કેપ્ટનશિપ પણ કરી અને તેને ટાઈટલ સુધી પહોંચાડ્યું. તેની કારકિર્દીના અંતમાં તે વિદર્ભ માટે રમ્યો અને ટીમને બે વાર ખિતાબ જીતાડ્યો. જાફરે ભારત માટે 31 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેની એવરેજ 34.10 હતી. તેણે ભારત માટે પાંચ સદી અને 11 અડધી સદી ફટકારી હતી. તેણે ભારત માટે બે વન-ડે મેચ પણ રમી હતી. તેણે આ બે મેચમાં માત્ર 10 રન બનાવ્યા હતા. નિવૃત્તિ લીધા પછી જાફરે કોચિંગમાં હાથ અજમાવ્યો અને પંજાબ કિંગ્સ, ઉત્તરાખંડની ટીમ સાથે કોચ તરીકે કામ કર્યું.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">