AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virender Sehwag on Kohli : આ કોઇ બીજો કોહલી છે, પૂરી કારકિર્દીમાં આટલી બધી ભૂલો નથી કરી, વીરેન્દ્ર સેહવાગનું મોટું નિવેદન

IPL 2022 : IPLની 15મી સિઝનમાં વિરાટ કોહલી (Virat Kohli) નું બેટ ચાલી શક્યું ન હતું. તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પણ ખિતાબની રેસમાંથી બહાર થઇ ગઇ છે.

Virender Sehwag on Kohli : આ કોઇ બીજો કોહલી છે, પૂરી કારકિર્દીમાં આટલી બધી ભૂલો નથી કરી, વીરેન્દ્ર સેહવાગનું મોટું નિવેદન
Virat Kohli (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 2:15 PM
Share

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) નું માનવું છે કે વિરાટ કોહલી (Virat Kohli) તેના પરિચિત રંગમાં નથી. જેના માટે તે જાણીતો છે અને તેણે 14 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં જે ભૂલો કરી હતી તેના કરતા વધુ ભૂલો IPL ની એક સિઝનમાં કરી છે.

છેલ્લા અઢી વર્ષથી સદી ન ફટકારી શકનાર વિરાટ કોહલી પોતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. તેણે IPL 2022 ની 16 મેચોમાં 22.73 ની એવરેજથી 341 રન બનાવ્યા છે. જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. જેમાં મોટાભાગની મેચોમાં તેણે ઓપનીંગ કરી હતી.

વિરાટ કોહલીની અસફળતા પાછળ આ છે કારણ

સેહવાગે ‘ક્રિકબઝ’ને કહ્યું, ‘આ તે વિરાટ કોહલી નથી જેને આપણે જાણીએ છીએ. આ સત્રમાં માત્ર કોઇ બીજો જ વિરાટ કોહલી રમી રહ્યો છે અથવા તો તેણે એક સત્રમાં એટલી બધી ભૂલો કરી છે જેટલી તેણે તેની આખી કારકિર્દીમાં કરી નથી.

તેણે કહ્યું, ‘એવું ત્યારે થાય છે જ્યારે રન ન બને. તમે રન બનાવવાના ઘણા રસ્તાઓ શોધવાનું શરૂ કરો છો અને તે ત્યારે તમે વિકેટ ગુમાવો છો. આ સિઝનમાં વિરાટ કોહલી સાથે પણ એવું જ થયું છે.

તમારૂ ફોર્મ ખરાબ હોય છે ત્યારે તમે દરેક બોલને ફટકારવાનો પ્રયાસ કરો છોઃ સહેવાગ

બીજા ક્વોલિફાયરમાં વિરાટ કોહલી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાને ઓફ સ્ટમ્પની બહાર ફટકારીને વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. સેહવાગે કહ્યું, ‘જ્યારે તમારું ફોર્મ ખરાબ હોય છે ત્યારે તમે દરેક બોલને ફટકારવાનો પ્રયાસ કરો છો. બેટ્સમેનને લાગે છે કે બોલને માર્યા પછી આત્મવિશ્વાસ પાછો આવશે.

તેણે કહ્યું, ‘વિરાટ કોહલીએ ટ્રેન્ટ બોલ્ટની પ્રથમ ઓવરમાં ઘણા બોલ છોડ્યા, પરંતુ જ્યારે ફોર્મ ખરાબ હોય ત્યારે આવું થાય છે. તમે ઑફ-સ્ટમ્પની બહાર જતા બોલને પણ જવા દેતા નથી. આવી સ્થિતિમાં જો નસીબ ખરાબ હોય તો પાછળ ફસાઈ જવાની પૂરી શક્યતા રહે છે. સેહવાગે વધુમાં કહ્યું કે વિરાટ કોહલીએ તેના લાખો ચાહકોને નિરાશ કર્યા છે. જેઓ તેમના સ્ટાર્સ પાસેથી મોટા મંચ પર સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખે છે.

તેણે કહ્યું, ‘તેણે બધાને નિરાશ કર્યા. અમે અપેક્ષા રાખીએ છીએ કે કોઈ મોટા ખેલાડી મોટી મેચમાં રમે. તેણે પોતાને નહીં પરંતુ તેેેણે RCB ના લાખો ચાહકોને નિરાશ કર્યા છે.

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">