AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Resign: વિરાટ કોહલીના રાજીનામાનો આવો રહ્યો ઘટના ક્રમ, કોચ સાથે લાંબી ચર્ચા કરી શનિવારે બપોરે જય શાહને ‘ગુમાવ્યો’ ફોન!

વિરાટ કોહલીએ કેપટાઉન ટેસ્ટના બીજા દિવસે પોતાના નિર્ણય જાહેર કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધુ છે. કોહલી હવે ક્રિકેટના તમામ ફોર્મેટના નેતૃત્વમાંથી મુક્ત થઇ ચુક્યો છે.

Virat Kohli Resign: વિરાટ કોહલીના રાજીનામાનો આવો રહ્યો ઘટના ક્રમ, કોચ સાથે લાંબી ચર્ચા કરી શનિવારે બપોરે જય શાહને 'ગુમાવ્યો' ફોન!
Virat Kohli એ Jay Shah ને નિર્ણય કરી હતી જાણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 11:25 PM
Share

વિરાટ કોહલી (Virat Kohli) હવે ભારતીય ટીમ (Indian Cricket Team) માં માત્ર સિનિયર ખેલાડી છે. તેણે હવે વ્હાઇટ બોલ ફોર્મેટની ટીમ બાદ રેડ બોલ ટીમની કેપ્ટનશીપ પણ છોડી દીધી છે. તેણે શનિવારે એક પોષ્ટ સોશિયલ મીડિયા પર શેર કરીને કેપ્ટનશીપ છોડી દીધી છે. તેનો આ નિર્ણય ચોંકાવનારો હતો. કારણ કે તેના રાજીનામા ધરવાના એક દિવસ અગાઉ જ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ હારી હતી. જોકે ચાહકો અને ક્રિકેટ દિગ્ગજો માટે ભલે આ ચોંકાવનારો નિર્ણય હતો, પરંતુ કોહલીએ આ માટે તમામ તૈયારીઓને પહેલાથી જ આટોપી લીધી હતી. આ અંગેની કેટલી વિગતો પણ હવે સામે આવવા લાગી છે.

વિરાટ કોહલીના અચાનકના રાજીનામા બાદથી જ ચોંકાવનારી આ ઘટનાનુ પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યુ છે. જેમાં અનેક તર્ક લગાવાઇ રહ્યા છે. તો તાજેતરના વિવાદોને લઇને પણ વિચારવામાં આવી રહ્યુ છે અને તે અંગેના સવાલો પણ પેદા થઇ રહ્યા છે. આ દરમિયાન વાત એ પણ સામે આવી છે કે, કોહલીએ સૌથી પહેલા પોતાના નિર્ણય અંગે હેડ કોચ રાહુલ દ્રવિડને જાણકારી આપી હતી.

ટેસ્ટ ટીમના શનિવાર સુધીના કેપ્ટન કોહલીએ મુખ્ય કોચ બાદ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહને પોતાના નિર્ણય અંગેની જાણકારી આપી હતી. અને ત્યાર બાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો અને ક્રિકેટની દુનિયાને પોતાની વાત જણાવી હતી. જે તેણે સંભવિત રીતે અગાઉથી જ લખીને તૈયાર રાખી હતી અને જે નિવેદનને તેમે પોસ્ટ સ્વરુપ શેર કરી હતી.

સૌથી પહેલા દ્રવિડને વાત કરી

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝની અંતિમ બંને ટેસ્ટ મેચમાં હાર મેળવી હતી. જેમાં અંતિમ અને નિર્ણાયક કેપટાઉન ટેસ્ટ મેચ બાદ કોહલીએ દ્રવિડ સાથે મુલાકાત કરી હતી. મુખ્ય કોચ અને ટેસ્ટ કેપ્ટને લાંબો સમય સુધી ચર્ચા થઇ હતી. જોકે સુત્રોનુ માનવામાં આવે તો આ મુલાકાતમાં ટેસ્ટ સિરીઝની હારને લઇને કોઇજ ચર્ચા કરવામાં આવી નહોતી. પરંતુ કોહલીએ કોચને જણાવી દીધુ હતુ કે તેનો હવે શુ નિર્ણય છે. જોકે આ પહેલા તેણે ટીમ ઇન્ડિયાના સિનીયર કે અન્ય કોઇ ખેલાડીને ચર્ચા કરી નહોતી.

જય શાહ ને જણાવ્યો નિર્ણય

મુખ્ય કોચ બાદ હવે કોહલીએ આ અંગે બોર્ડના જવાબદારને વાત કરવી જરુરી હતી. તેણે પોતાના નિર્ણય અંગે શનિવારે બપોરના અરસા દરમિયાન બીસીસીઆઇ સચિવને કોલ કરીને તેમને આ અંગે જાણકારી આપી હતી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે કોહલીના નિર્ણયને સ્વિકાર કરી લીધો હતો. આમ ટીમ ના મુખ્ય કોચ અને બાદમાં બોર્ડના જવાબદાર વ્યક્તિને જાણકારી આપ્યા બાદ કોહલીએ કેપ્ટનશીપ છોડવાની વિધીવત જાહેરાત કરી દીધી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad-Dungarpur Railway: અમદાવાદ ડુંગરપુર વાયા હિંમતનગર બ્રોડગેજ રેલ સેવાનો પ્રારંભ, શામળાજી રોડ સ્ટેશન પર રોકાશે

આ પણ વાંચોઃ  Virat Kohli Test Captaincy: વિરાટ કોહલી ભલે હવે કેપ્ટન નથી રહ્યો, પરંતુ આ 4 બાબતોનો તેને જીવનભર અફસોસ રહેશે!

Follow Us
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
કચ્છમાં નકલી સોનાની લાલચે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">