IPL 2022: ચાલુ મેચ દરમિયાન ઈડન ગાર્ડન્સના ગ્રાઉન્ડમાં દર્શક ઘુસ્યો, સુરક્ષાકર્મી એક ખભે ઉપાડી બહાર લઈ ગઈ, જુઓ VIDEO

|

May 26, 2022 | 7:23 PM

IPL 2022માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી એલિમિનેટર મેચમાં વિરાટ કોહલી (Virat Kohli )એ એવી પ્રતિક્રિયા આપી હતી, જેની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે અને કોહલી તેમાં હસતો જોવા મળી રહ્યો છે.

IPL 2022: ચાલુ મેચ દરમિયાન ઈડન ગાર્ડન્સના ગ્રાઉન્ડમાં દર્શક ઘુસ્યો, સુરક્ષાકર્મી એક ખભે ઉપાડી બહાર લઈ ગઈ, જુઓ VIDEO
Virat kohli
Image Credit source: IPL

Follow us on

IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) લખનૌ સુપર જાયન્ટ્સને એલિમિનેટરમાં હરાવીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સીઝનના ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું. હવે બીજા ક્વોલિફાયરમાં તેનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સાથે થશે અને આ મેચથી IPL-2022 તેની બીજી ફાઈનલિસ્ટ ટીમ મેળવશે. બેંગ્લોરે લખનૌ સામે શાનદાર જીત મેળવી હતી. જેમાં બેંગ્લોરના રજત પાટીદારે શાનદાર સદી ફટકારી હતી અને અણનમ 112 રન બનાવ્યા હતા. આ પછી હર્ષલ પટેલ અને જોશ હેઝલવુડે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને બેંગ્લોરને જીત અપાવી હતી. આ મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેંગ્લોરની ફિલ્ડિંગ દરમિયાન એક દર્શક મેદાનમાં ઘૂસી ગયો અને વિરાટ કોહલી(Virat Kohli)ની નજીક આવવા લાગ્યો.

કોહલીનું રિએક્શન વાયરલ થયુ

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

જો કે સુરક્ષાકર્મીઓએ તેને સમયસર બહાર કાઢ્યો હતો, પરંતુ વિરાટ કોહલીએ આ અંગે જે પ્રતિક્રિયા આપી હતી તેના પર સૌનું ધ્યાન છે અને કોહલીની પ્રતિક્રિયાના કારણે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કોહલી જ્યારે બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યો હતો, ત્યારે એક દર્શક તેની તરફ આવી રહ્યો હતો અને કોહલી તેને જોઈને તેની ડાબી તરફ દોડ્યો હતો, ત્યારે સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા એક દર્શકને તેના ખભા પર ઉઠાવીને બહાર લઈ ગયા હતા. આ જોઈને કોહલી જોરથી હસી પડ્યો અને હસતો હસતો મેદાન પર બેસી ગયો. બાદમાં વિરાટ પણ તેની નકલ કરતો દેખાયો.

શાનદાર બોલિંગે ટીમને જીત અપાવી

પ્રથમ બેટિંગ કરતા બેંગ્લોરે ચાર વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા હતા. પાટીદારની અણનમ સદી ઉપરાંત દિનેશ કાર્તિકના અણનમ 37 રનનો પણ આમાં ફાળો હતો. લખનૌની ટીમ આ ટાર્ગેટ હાંસલ કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ હર્ષલ પટેલ અને હેઝલવુડે શાનદાર બોલિંગ કરીને ટીમને જીત અપાવી હતી. લખનૌ માટે કેપ્ટન કેએલ રાહુલે 79 રનની ઈનિંગ રમી હતી, પરંતુ હેઝલવુડે 19મી ઓવરમાં તેની ઈનિંગનો અંત લાવીને લખનૌની હાર નક્કી કરી હતી. લખનૌ પ્રથમ વખત IPL રમી રહ્યું હતું અને તેની પહેલી જ સિઝનમાં તે પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યું હતું.

બેંગ્લોરના ખિતાબનો દુકાળ ખતમ થઈ જશે

બેંગ્લોર ત્રણ વખત આઈપીએલની ફાઈનલમાં રમ્યું છે, પરંતુ ત્રણેય વખત ફાઈનલમાં હાર્યું છે. આ ટીમ પ્રથમ વખત 2009માં અનિલ કુંબલેની કપ્તાની હેઠળ ફાઈનલ રમી હતી, પરંતુ તેને એડમ ગિલક્રિસ્ટની કપ્તાનીમાં ડેક્કન ચાઝર્સ દ્વારા હાર મળી હતી. આ પછી આ ટીમ 2011માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. 2016માં બેંગ્લોરે વિરાટ કોહલીની આગેવાની હેઠળ ફાઈનલ રમી હતી અને આ વખતે ડેવિડ વોર્નરની કપ્તાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે તેને હરાવ્યું હતું.

Next Article