AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : વિરાટ કોહલીની સેન્ચુરી જોઈ અનુષ્કા શર્મા થઈ ખુશ, મેદાન પર વીડિયો કોલ દ્વારા વ્યક્ત કરી ખુશી

વિરાટ કોહલીએ આજે 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે 12 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. ભુવનેશ્વનરની ઓવરમાં તે ફિલિપ્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે આઈપીએલ કરિયરની છઠ્ઠી સેન્ચુરી ફટકારી હતી. આ સાથે તેણે ક્રિસ ગેઈલની સૌથી વધારે સેન્ચુરીનો રેકોર્ડની પણ બરાબરી કરી છે.

Viral Video : વિરાટ કોહલીની સેન્ચુરી જોઈ અનુષ્કા શર્મા થઈ ખુશ, મેદાન પર વીડિયો કોલ દ્વારા વ્યક્ત કરી ખુશી
virat kohli on video call with anuskha sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 11:50 PM
Share

હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે આઈપીએલ 2023ની 65મી મેચ રમાઈ હતી. બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચેની આ મેચ બેંગ્લોરની ટીમ માટે મહત્વની હતી. બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કલાસેનની આક્રમક પ્રથમ આઈપીએલ સેન્ચુરીને કારણે 20 ઓવર બાદ સનરાઈઝર્સ હૈદરબાદનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 186 રન રહ્યો હતો. વિરાટ કોહલીની શાનદાર સેન્ચુરીની મદદથી બેંગ્લોરની ટીમે શાનદાર જીત મેળવી હતી.

વિરાટ કોહલીએ આજે 63 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેણે 12 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. ભુવનેશ્વનરની ઓવરમાં તે ફિલિપ્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે આઈપીએલ કરિયરની છઠ્ઠી સેન્ચુરી ફટકારી હતી. આ સાથે તેણે ક્રિસ ગેઈલની સૌથી વધારે સેન્ચુરીનો રેકોર્ડની પણ બરાબરી કરી છે. વિરાટ કોહલી આઈપીએલમાં એક ટીમ માટે સૌથી વધારે સેન્ચુરી મારનારો ખેલાડી બન્યો છે.

મેચ બાદ વિરાટ-અનુષ્કા વચ્ચે વીડિયો કોલ

ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેયર કરી ખુશી વ્યક્ત કરી

વિરાટ કોહલીની સેન્ચુરીના કારણે અનુષ્કા શર્મા સહિત દરેક ક્રિકેટ ફેન્સ પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. અનુષ્કા શર્માએ ઈન્સ્ટા સ્ટોરી પર પોતાના પતિની આક્રમક ઈનિંગની પ્રશંસા કરી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચે મેચ બાદ વીડિયો કોલ પર વાતચીત થઈ હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPLમાં 18મી મેના રોજ વિરાટ કોહલીઃ

  • 53* (29) vs CSK, 2013
  • 27 (29) vs CSK, 2014
  • 113 (50) vs KXIP, 2016
  • 100 (63) vs SRH, 2023
  • આઈપીએલમાં વિરાટ કોહલીએ 50 ફિફટી અને 6 સેન્ચુરી ફટકારી છે.
  • બેંગ્લોર માટે 7500 રનથી વધારે રન બનાવનાર પહેલો ખેલાડી બન્યો છે.
  • તેણે આઈપીએલ 2023માં 500થી વધારે રન પૂરા કર્યા.
  • રન ચેઝ કરતી વખતે સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો.
  • ટી20માં સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બન્યો.

IPLમાં ટીમ માટે સૌથી વધુ સદી

  • 6 – RCB માટે વિરાટ કોહલી
  • 5 – RCB માટે ક્રિસ ગેલ
  • 5 – RR માટે જોસ બટલર

IPL સિઝનમાં જોડી દ્વારા 800+ ભાગીદારી

  • 939 – કોહલી-એબીડી, 2016 (13 ઈનિંગ)
  • 800* – કોહલી-ફાફ, 2023 (13 ઈનિંગ)

IPL સિઝનમાં ઓપનિંગ જોડી દ્વારા સૌથી વધુ ભાગીદારી

  • 795* – કોહલી-ડુ પ્લેસિસ, 2023 (13 દાવ)
  • 791 – બેરસ્ટો-વોર્નર, 2019 (10)
  • 756 – ડુ પ્લેસિસ-ગાયકવાડ, 2021 (16)
  • 744 – ધવન-શો, 2021 (15)
  • 731 – ધવન-વોર્નર, 2016 (17)

કોહલીએ ફટકારી 103 મીટરની વિરાટ સિક્સર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત્યો હતો ટોસ

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એઇડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમદ, કાર્તિક ત્યાગી, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર, નીતિશ રેડ્ડી

સનરાઇઝર્સ હૈદરાબાદ સબ્સ: મયંક માર્કંડે, ટી નટરાજન, વિવંત શર્મા, સનવીર સિંહ, અકેલ હોસીન

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમર, અનુજ રાવત (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, માઈકલ બ્રેસવેલ, વેઈન પાર્નેલ, હર્ષલ પટેલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ

રોયલ ચેલેન્જર્સ બેંગલોર સબ્સ: દિનેશ કાર્તિક, વિજયકુમાર વૈશક, હિમાંશુ શર્મા, સુયશ પ્રભુદેસાઈ, કેદાર જાધવ

IPL 2023 , ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">