વર્લ્ડ કપ જીત્યા બાદ પોતાના દેશ પરત નહીં ફરે આ આઠ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, જાણો કેમ ?
વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલામાં ભારતને હરાવી ઓસ્ટ્રેલિયન ટીમ છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. આ જીત બાદ પોતાના દેશ પરત ફરવાની જગ્યાએ આ ચેમ્પિયન ટીમના કેટલાક સદસ્યો લાંબા સમય માટે ભારતમાં જ રોકાશે. જાણો શું છે આ પાછળનું કારણ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વ કપ ટુર્નામેન્ટમાં અજેય રહેલ ભારતીય ટીમને હરાવી છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બનનાર ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં વર્લ્ડ કપ બાદ પણ ભારતમાં જ રોકાશે. ટીમના કેટલાક સભ્યો ટુર્નામેન્ટ બાદ ઓસ્ટ્રેલિયા પરત નહીં ફરે અને આગામી સીરિઝ રમવા માટે અહીં જ રોકશે.
ઓસ્ટ્રેલિયન ટીમ ભારતમાં જ રોકાશે
ભારતમાં વનડે વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટ બાદ ઓસ્ટ્રેલિયા અને ટીમ ઈન્ડિયા વચ્ચે પાંચ મેચની ટી 20 સીરિઝ યોજવાની છે. આ સીરિઝની પાંચ મેચો અલગ અલગ પાંચ શહેરોમાં રમાશે. જેમાં ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના આઠ ખેલાડીઓ ભાગ લેશે, જેથી આ આઠ ખેલાડીઓ ટી 20 સીરિઝ રમવા માટે ભારતમાં જ રોકશે અને ઓસ્ટ્રેલિયા નહીં જાય.
ℂℍℙℕ ℍ ℍ #CWC23 pic.twitter.com/iQ8DxtHIG2
— ICC (@ICC) November 19, 2023
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી 20 સીરિઝ
ઓસ્ટ્રેલિયન ટીમ અને ભારતીય ટીમ વચ્ચે વર્લ્ડ કપ બાદ પાંચ મેચની ટી 20 સીરિઝ યોજાશે, જેની પહેલી મેચ 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમાં રમાશે. જે બાદ બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમ્, ત્રીજી મેચ ગુવાહાટીમાં 28 નવેમ્બરે, પહેલી ડિસેમ્બરે નાગપુરમાં અને ત્રીજી ડિસેમ્બરે બેંગલુરુમાં યોજાશે.
મેથ્યુ વેડ ઓસ્ટ્રેલિયન ટીમની કપ્તાની કરશે
ઓસ્ટ્રેલિયાનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 બાદ સ્વદેશ પરત ફરશે. તેની ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડ ટીમ ઈન્ડિયા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયન ટીમની આગેવાની કરશે. પેટ કમિન્સ સાથે મિશેલ માર્શ, જોશ હેઝલવુડ, કેમેરોન ગ્રીન અને મિશેલ સ્ટાર્ક પણ T20 શ્રેણીમાં નહીં રમે.
Lots of #CWC23 stars feature in Australia’s squad for a five-match T20I series against India.
More https://t.co/8NlvmvU3hP pic.twitter.com/4XADeeblC7
— ICC (@ICC) October 28, 2023
આ આઠ ખેલાડીઓ ભારતમાં જ રહેશે
ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિનિંગ ટીમના જે આઠ ખેલાડીઓ ભારતમાં સીરિઝ રમવા રોકશે તેમાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, એડમ ઝમ્પા, ટ્રેવિસ હેડ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનીસ સામેલ છે. જ્યારે અન્ય સાત ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા પરત ફરશે.
આ પણ વાંચો : ‘પ્રિય ટીમ ઈન્ડિયા…’ભારતની હાર બાદ PM મોદીએ ખેલાડીઓનું વધાર્યું મનોબળ, ઓસ્ટ્રેલિયાને પાઠવી શુભેચ્છા