AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો નોવાક જોકોવિચ, પીટરસનની ભાવનાત્મક પોસ્ટ પર પ્રતિક્રિયા

ખરાબ ફોર્મમાં ઝઝૂમી રહેલા વિરાટ કોહલી(Virat Kohli) ના સમર્થનમાં કેવિન પીટરસને એક ભાવનાત્મક પોસ્ટ કરી હતી, જેના પર નોવાક જોકોવિચે પ્રતિક્રિયા આપી હતી.

વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો નોવાક જોકોવિચ, પીટરસનની ભાવનાત્મક પોસ્ટ પર પ્રતિક્રિયા
વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યો નોવાક જોકોવિચ, પીટરસનની ભાવનાત્મક પોસ્ટ પર પ્રતિક્રિયાImage Credit source: AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 2:07 PM
Share

વિરાટ કોહલી (Virat Kohli) ખરાબ ફોર્મમાં ઝઝૂમી રહ્યો છે. કોહલીને લઈને રમત જગત 2 ભાગમાં વહેંચાયેલું છે. કેટલાક તેને ટીમમાંથી બહાર કરવાની માંગ કરી રહ્યા છે તો કેટલાક તેના સમર્થનમાં બહાર આવ્યા છે. કેવિન પીટરસને કોહલીના ખરાબ ફોર્મને લઈને ઈમોશનલ પોસ્ટ કરી હતી, જેના પર હવે અનુભવી ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે (Novak DJokovic) પ્રતિક્રિયા આપી છે. જોકોવિચ ભારતીય સ્ટારના સમર્થનમાં સામે આવ્યો છે. પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન પીટરસને કોહલી સાથે પોતાની એક ફોટો શેર કરી અને લખ્યું કે તમારે તમારા પર ગર્વ હોવો જોઈએ. તમારી કારકિર્દી કંઈક એવી રહી છે જે લોકો ઈચ્છે છે કે તેઓ તમારી જેમ કરે. તમારા પર ગર્વ રાખો અને તમારા જીવનનો આનંદ માણો.

ઇંગ્લેન્ડના પુર્વ સુકાની અને હાલ ક્રિકેટ કોમેન્ટેટર કેવિન પીટરસન (Kevin Pietersen) એ ભારતના પુર્વ સુકાની વિરાટ કોહલી (Virat Kohli) સાથેનો એક ફોટો શેર કર્યો છે

વિરાટ કોહલી (Virat Kohli) વર્ષ 2019 સુધી જોરદાર ફોર્મમાં ચાલી હતો. પરંતુ ત્યાર બાદ તેનો ગ્રાફ સતત નીચે જતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2020 થી અત્યાર સુધી તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ફ્લોપ રહ્યો છે.

અનુષ્કા શર્માએ હાર્ટ ઇમોજી શેર કર્યું

તમે પાછા આવશો. પીટરસનની આ પોસ્ટ પર અનુષ્કા શર્માએ હાર્ટ ઇમોજી શેર કર્યું છે. આ સાથે જ વિમ્બલ્ડન ચેમ્પિયન જોકોવિચે કોહલીની પોસ્ટને લાઈક કરીને સપોર્ટ કર્યો હતો.નોવાક જોકોવિચે નિક કિરિયોસને હાર આપી વિમ્બલડનનો ખિતાબ જીત્યો હતો. તે 7મી વખત આ ચેમ્પિયનનો ખિતાબ પોતાને નામ કર્યો છે, આ ગ્રાન્ડસેલ્મની સંખ્યા પણ 21 થઈ છે, તે સૌથી વધુ 22 ગ્રાન્ડસેલ્મ જીતનાર રાફેલ નડાલના રેકોર્ડની બરાબરી પર પહોંચવામાં ખુબ નજીક છેપીટરસનની આ પોસ્ટ પર અનુષ્કા શર્માએ હાર્ટ ઇમોજી શેર કર્યું છે.વિરાટ કોહલીના સમર્થને પીટરસન સિવાય ભારતીય કેપ્ટન રોહિત શર્મા, પાકિસ્તાની કેપ્ટન બાબાર આઝમ , દિગ્ગજ બોલર શોએબ અફરીદિ સહિત અન્ય કેટલાક ખેલાડીઓ સામે આવ્યા છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કોહલીએ નવેમ્બર 2019 થી સદી ફટકારી નથી. ભારતીય દિગ્ગજ કપિલ દેવ અને વીરેન્દ્ર સેહવાગે પણ ટીમમાં તેના સ્થાન પર સવાલ ઉઠાવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">