Virat Kohli: શું વિરાટ કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી કમાઈ છે 11.45 કરોડ? જાણો શું છે સત્ય
હોપર હેડક્વાર્ટરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી 11.45 રૂપિયાની કમાણી કરે છે. કોહલીએ આ અહેવાલને ખોટો ગણાવ્યો છે અને ટ્વીટ કરીને આ અહેવાલોને નકારી કાઢ્યા છે.
વિરાટ કોહલી (Virat Kohli)ની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. તે મેદાનની અંદર અને બહાર બંને જગ્યાએ ખૂબ ફેમસ છે. સોશિયલ મીડિયા આનો પુરાવો છે. તે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ભારતનો સૌથી વધુ ફોલો કરનાર એથ્લેટ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પરથી કોહલીની કમાણી અંગેના અહેવાલો સામે આવ્યા હતા, જેના પર હવે ભારતના દિગ્ગજ બેટ્સમેને વાત કરી છે. કોહલીએ કહ્યું છે કે સોશિયલ મીડિયા પરથી તેની કમાણી અંગેના સમાચાર સાચા નથી.
કોહલીએ સોશિયલ મીડિયાની કમાણી અંગે મૌન તોડ્યું
હોપર હેડક્વાર્ટરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કોહલી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી 11.45 કરોડ રૂપિયાની કમાણી કરે છે. કોહલીએ આ અહેવાલને ખોટો ગણાવ્યો છે. તેણે ટ્વીટ કરીને આ વાતને નકારી કાઢી છે. વિરાટે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરી હતી, જેમાં તેણે આ અંગે ખુલાસો કર્યો હતો.
While I am grateful and indebted to all that I’ve received in life, the news that has been making rounds about my social media earnings is not true. 🙏
— Virat Kohli (@imVkohli) August 12, 2023
સૌથી વધુ કમાણી કરનાર એશિયન
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોહલી ઈન્સ્ટાગ્રામથી સૌથી વધુ કમાણી કરનાર એશિયન છે. આ સાથે તે ઈન્સ્ટાગ્રામ પરથી સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર પણ છે. આ રિપોર્ટ અનુસાર પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટથી સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે. રોનાલ્ડોના હરીફ ગણાતા આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી નંબર 2 પર છે. વિરાટ પછી આ લિસ્ટમાં બીજું ભારતીય નામ બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું છે. પ્રિયંકા ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી 4.4 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
આ પણ વાંચો : Asia Cup 2023: બાંગ્લાદેશે એશિયા કપ માટે ટીમની કરી જાહેરાત, સ્ટાર ખેલાડીની બાદબાકી
એશિયા કપમાં બતાવશે દમ
વિરાટ કોહલી હાલ બ્રેક પર છે. તે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ટીમ ઈન્ડિયા સાથે ગયો હતો. ટેસ્ટ શ્રેણી રમ્યા બાદ, તેણે ODI શ્રેણીની માત્ર એક જ મેચ રમી હતી અને બાકીની બે મેચમાં આરામ આપ્યો હતો. તે T20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી અને હાલમાં બ્રેક પર છે. આ બ્રેકમાં તે આગામી બે મોટી ટૂર્નામેન્ટ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો છે.
30 ઓગસ્ટથી એશિયા કપ
ભારતે 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં ભાગ લેવાનો છે, જેમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત માટે સૌથી મોટો પડકાર ODI વર્લ્ડ કપ છે, જેનું આયોજન ભારત જ કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયા માટે જરૂરી છે કે કોહલી આ બંને ટૂર્નામેન્ટમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં હોય.