AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: બાંગ્લાદેશે એશિયા કપ માટે ટીમની કરી જાહેરાત, સ્ટાર ખેલાડીની બાદબાકી

એશિયા કપ માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેર કરી હતી. બાંગ્લાદેશને એશિયા કપ-2023માં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની સાથે ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યું છે અને આ ટીમ તેની પ્રથમ મેચ 31 ઓગસ્ટે કેન્ડીમાં શ્રીલંકા સામે રમશે.

Asia Cup 2023: બાંગ્લાદેશે એશિયા કપ માટે ટીમની કરી જાહેરાત, સ્ટાર ખેલાડીની બાદબાકી
Bangladesh
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 12:25 PM
Share

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવારે 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ (Asia Cup) માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. BCBએ એક દિવસ પહેલા જ કહ્યું હતું કે શાકિબ અલ હસન (Shakib Al Hasan) હવે ODI ટીમની કપ્તાની સંભાળશે. તમીમ ઈકબાલે ODI ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો અને તે ઈજાને કારણે એશિયા કપમાં પણ રમી રહ્યો નથી. શાકિબની કપ્તાની હેઠળ બાંગ્લાદેશે (Bangladesh) એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

17 સભ્યોની ટીમ જાહેર

બાંગ્લાદેશની ટીમમાં સિનિયર ઓલરાઉન્ડર મહમુદુલ્લાહને સ્થાન મળ્યું નથી. જ્યારે તનજીદ હસન તમીમને પ્રથમ વખત ODI ટીમમાં સ્થાન મળ્યું છે. આ યુવા બેટ્સમેન ડેબ્યૂમાં પોતાની છાપ છોડવા પ્રાયસ કરશે. તેને તમીમ ઈકબાલના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ બેટ્સમેને તાજેતરમાં ઇમર્જિંગ એશિયા કપમાં શાનદાર રમત બતાવી હતી અને તેથી જ પસંદગીકારોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તે 2020માં અંડર-19 વર્લ્ડ કપમાં ચમક્યો હતો.

સિનિયર ખેલાડીઓની જવાબદારી વધી

આ સિવાય નસુમ અહેમદ, મેહેદી હસન અને મોહમ્મદ નઈમને પણ ટીમમાં જગ્યા મળી છે. બાંગ્લાદેશમાં આયર્લેન્ડ સામે રમાયેલી શ્રેણી બાદ નસુમે એકપણ વનડે રમી નથી. બીજી તરફ, મેહેદી હસને તેની છેલ્લી વનડે વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી અને હવે તે પાછો ફર્યો છે. તે ઓલરાઉન્ડર છે અને મહમુદુલ્લાહનું સ્થાન લઈ શકે છે. ટીમમાં મહમુદુલ્લાહ અને તમીમની ગેરહાજરીને કારણે ટીમના બાકીના સિનિયર ખેલાડીઓ- કેપ્ટન શાકિબ, લિટન દાસ, મુશફિકુર રહીમની જવાબદારી વધી ગઈ છે. આ બધાએ ટીમની બેટિંગને મજબૂત કરવી પડશે.

પહેલા એશિયા કપની તલાશ

બાંગ્લાદેશ એક પણ વખત એશિયા કપનો ખિતાબ જીતી શક્યું નથી. 2012માં આ ટીમ પ્રથમ વખત એશિયા કપ જીતવાની ખૂબ નજીક આવી હતી. આ ટીમ રહીમની કપ્તાનીમાં એશિયા કપની ફાઈનલ રમી હતી પરંતુ ફાઇનલ મેચમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. આ વખતે શાકિબની કપ્તાનીમાં બાંગ્લાદેશ આ દુષ્કાળને ખતમ કરવા માંગે છે. બાંગ્લાદેશને આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનની સાથે ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યું છે અને આ ટીમ તેની પ્રથમ મેચ 31 ઓગસ્ટે કેન્ડીમાં શ્રીલંકા સામે રમશે.

આ પણ વાંચો : શાકિબ બાંગ્લાદેશનો કેપ્ટન બનતા ભારતના વર્લ્ડ ચેમ્પિયન બનવાના ચાન્સ વધી ગયા! જાણો ખાસ કનેક્શન

એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમ:

શાકિબ અલ હસન (કેપ્ટન), મોહમ્મદ નઈમ, અફીફ હુસૈન, તસ્કીન અહેમદ, લિટન દાસ, શમીમ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તંજીદ હસન, શોરીફુલ ઈસ્લામ, નજમુલ હુસૈન શાંતો, મેહેદી હસન મિરાજ, ઈબાદત હુસૈન, તૌહીત હસન, મેહેદી હસન, મુશ્ફિકુર રહીમ, નસુમ અહેમદ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
g clip-path="url(#clip0_868_265)">