Crickert Records: WTC ફાઈનલમાં રમવા ઉતરતા જ વિરાટ-રોહિત આ મામલે MS ધોનીને પાછળ છોડી દેશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવા ઉતરતાની સાથે જ વિરાટ કોહલી અને રોહિત શર્મા ICC ફાઈનલમાં રમવા મામલે પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેશે.
WTCની ફાઈનલ મેચ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચમાં વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરશે. બંને ICC ફાઈનલમાં રમવા મામલે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને પાછળ છોડી દેશે. આ મેચમાં વિરાટ-રોહિતની એન્ટ્રી થતાં જ તેમના નામે મોટી ઉપલબ્ધિ હાસિલ કરશે.
ભારત પાસે ફરી ICC ટ્રોફી જીતવાની તક
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમ પાસે લાંબા સામે બાદ ICC ટ્રોફી જીતવાનો મોકો છે. WTCની પહેલી સિઝનમાં પણ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવા પડ્યો હતો. આ પહેલા ભારતે વર્ષ 2013માં ICC ટ્રોફી જીતી હતી. દસ વર્ષ બાદ ભારત પાસે ફરી ICC ટ્રોફી જીતવાની તક છે.
આ પણ વાંચોઃ Video: ઋતુરાજ ગાયકવાડની મંગેતર ધોનીને પગે લાગી, જાણો CSKના કેપ્ટને ત્યારબાદ શું કર્યું?
ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ-રોહિત
ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ ICC ટૂર્નામેન્ટ રમવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે. વર્ષ 2000માં પ્રથમ ICC ફાઈનલ રમનાર યુવરાજ પાસે 2002 ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2003 ODI વર્લ્ડ કપ, 2007 T20 વર્લ્ડ કપ, 2011 વર્લ્ડ કપ, 2014 T20 વર્લ્ડ કપ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફી સહિત કુલ 7 ICC ફાઈનલ રમવાનો રેકોર્ડ છે. તે પછી એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા પાંચ ICC ફાઇનલમાં રમ્યા છે.
ધોનીએ વર્ષ 2007માં પ્રથમ ICC ફાઈનલ રમી હતી. આ સિવાય તેણે 2011 વર્લ્ડ કપ, 2013 ચેમ્પિયન્સ ટ્રોફી, 2014 T20 વર્લ્ડ કપ અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા WTC ફાઇનલમાં મેદાનમાં ઉતરતાની સાથે જ ધોનીના આ રેકોર્ડને પાછળ છોડી દેશે. બંને પાસે 6-6 ICC ફાઇનલમાં રમવાનો રેકોર્ડ હશે અને બંને સંયુક્ત રીતે યુવરાજ બાદ બીજા ક્રમે પહોંચી જશે.
ICC ફાઈનલમાં વિરાટ-રોહિત
વિરાટ કોહલીએ વર્ષ 2011માં પ્રથમ વખત ODI વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી. આ પછી 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી, 2014માં T20 વર્લ્ડ કપ, 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી હતી. રોહિત શર્માએ વર્ષ 2007માં T20 વર્લ્ડ કપમાં પ્રથમ ICC ફાઈનલ રમી હતી. ત્યારબાદ રોહિત 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી, 2014માં T20 વર્લ્ડ કપ, 2017માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, હરભજન સિંહ, ઝહીર ખાન, આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા ચાર-ચાર ICC ટુર્નામેન્ટની ફાઈનલ રમી ચૂક્યા છે.