IPL 2022: વિરાટ કોહલીને RCB એ રિટેન કરતા આવી રહી છે અલગ ફીલીંગ્સ, નવા ‘અવતાર’ માં ઉતરવાને લઇ કહ્યુ આમ

|

Dec 01, 2021 | 9:54 AM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પણ તેને 15 કરોડના ખર્ચે જાળવી રાખ્યો છે. RCB એ વિરાટ સિવાય (Virat Kohli) મેક્સવેલ અને સિરાજ નામના બે વધુ ખેલાડીઓને પણ રિટેન કર્યા છે.

IPL 2022: વિરાટ કોહલીને RCB એ રિટેન કરતા આવી રહી છે અલગ ફીલીંગ્સ, નવા અવતાર માં ઉતરવાને લઇ કહ્યુ આમ
Virat Kohli

Follow us on

IPL 2021 સુધી વિરાટ કોહલી (Virat Kohli) RCB નો કેપ્ટન હતો. પરંતુ IPL ની આગામી સિઝન એટલે કે IPL 2022માં તે આ ફ્રેન્ચાઈઝી માટે ખેલાડી તરીકે રમશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (Royal Challengers Bangalore) પણ તેને 15 કરોડના ખર્ચે જાળવી રાખ્યો છે. વિરાટ સિવાય RCBએ મેક્સવેલ અને સિરાજ નામના બે વધુ ખેલાડીઓને પણ રિટેન કર્યા છે. પોતાની જૂની ફ્રેન્ચાઈઝીમાં જાળવી રાખ્યા બાદ વિરાટ કોહલીએ હવે મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદન અનુસાર, તેણે IPL 2022માં અલગ અવતારમાં દેખાવાનું બ્યુગલ ફૂંક્યું છે.

વિરાટ કોહલીએ કહ્યું કે મારું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે. અને, મને આમાં પૂરો વિશ્વાસ છે. તેણે કહ્યું, “હું ખુશ છું કે RCB સાથે મારી સફર ચાલુ રહેશે. હવે હું આ ફ્રેન્ચાઈઝી માટે આગામી 3 વર્ષ રમીશ. મને ખાતરી છે કે મારું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે. એક ખેલાડી તરીકે નવી સીઝન વિશે મને પહેલેથી જ સારી ફિલીંગ્સ થઇ રહી છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

પ્રશંસકોને ખુશ રાખવાનો મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ-વિરાટ કોહલી

RCBના ભૂતપૂર્વ કેપ્ટન કોહલીએ વધુમાં કહ્યું, અમારી ટીમનો ચાહક વર્ગ અદ્ભુત છે. આશા છે કે હું મારા પરફોર્મન્સથી બધાને ખુશ રાખી શકીશ. RCBના પ્રશંસકો માટે મારા મનમાં ઘણું સન્માન છે. અને, જ્યાં પણ મારું હૃદય અને મારો આત્મા છે, હું હંમેશા ત્યાં રહીશ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીને 15 કરોડના ખર્ચે જાળવી રાખ્યો છે. વિરાટ કોહલીએ IPLની 14માંથી 9 સીઝનમાં RCBની કેપ્ટનશિપ સંભાળી હતી. આ દરમિયાન તેણે 140 મેચમાં ટીમની કેપ્ટનશિપ કરી હતી.

 

વિરાટ કોહલીની આઈપીએલ કારકિર્દી

વિરાટ કોહલીની આઈપીએલ કારકિર્દીમાં અત્યાર સુધીમાં 207 મેચો રમાઈ છે. આ દરમિયાન તેણે 37.39ની એવરેજ અને 130ની આસપાસ સ્ટ્રાઈક રેટથી 6283 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 5 સદી અને 42 અડધી સદી ફટકારી છે. આટલો લાંબો અને વિશાળ કારકિર્દી ગ્રાફ હોવા છતાં, વિરાટ કોહલી અત્યાર સુધી IPL ટાઇટલ જીતવાથી દૂર રહ્યો છે. તેની જેમ RCB અત્યાર સુધી IPL ચેમ્પિયન નથી બની શક્યું. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વિરાટ પોતાની કેપ્ટનશીપમાં RCB માટે જે કામ નથી કરી શક્યો તે હવે તે એક ખેલાડી તરીકે કરતો જોવા મળશે.

 

આ પણ વાંચોઃ IND vs SA: ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આપ્યુ મોટું અપડેટ, Omicron ને લઇ તોળાઇ રહ્યુ છે સંકટ

 

આ પણ વાંચોઃ CSK IPL 2022 Retained Players: રવિન્દ્ર જાડેજા પર ધોની કરતા પણ વધુ પૈસા વરસ્યા, રૈના, ચાહર અને શાર્દૂલ ઠાકુર ‘પિળી જર્સી’ થી બહાર

 

 

Published On - 9:51 am, Wed, 1 December 21

Next Article