CSK IPL 2022 Retained Players: રવિન્દ્ર જાડેજા પર ધોની કરતા પણ વધુ પૈસા વરસ્યા, રૈના, ચાહર અને શાર્દૂલ ઠાકુર ‘પિળી જર્સી’ થી બહાર

CSK IPL 2022 Released Players: ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) IPL 2022 પહેલા તેના ઘણા દિગ્ગજોને બહારનો રસ્તો બતાવ્યો છે.

CSK IPL 2022 Retained Players: રવિન્દ્ર જાડેજા પર ધોની કરતા પણ વધુ પૈસા વરસ્યા, રૈના, ચાહર અને શાર્દૂલ ઠાકુર 'પિળી જર્સી' થી બહાર
Chennai Super Kings
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 11:50 PM

CSK IPL 2022 Confirmed Retained Players: ચાર વખતની ચેમ્પિયન સુપર કિંગ્સની ટીમે IPL 2022 પહેલા પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ (CSK Retained Players) જાહેર કરી દીધા હતા. CSKએ પોતાની સાથે ચાર ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જેમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni), રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) અને ઋતુરાજ ગાયકવાડ (Rituraj Gaekwad) ના નામનો સમાવેશ થાય છે, જેણે ગત સિઝનમાં ટીમને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિદેશી ખેલાડીઓમાં ઓલરાઉન્ડર મોઈન અલી (Moin Ali) ની પસંદગી કરવામાં આવી છે.

આ સિવાય સામ કરણનું નામ પણ ચાલી રહ્યું હતું. પરંતુ ચેન્નાઈની પીચને ધ્યાનમાં લઈને મોઈનની પસંદગી કરવામાં આવી હતી. તે એક સારો હિટર હોવાની સાથે સ્પિન બોલર પણ છે. આ સિવાય સામ કરણનું નામ પણ ચાલી રહ્યું હતું. પરંતુ ચેન્નાઈની પીચને ધ્યાનમાં લઈને મોઈનની પસંદગી કરવામાં આવી હતી. તે એક સારો હિટર હોવાની સાથે સ્પિન બોલર પણ છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ચેન્નાઈ સુપર કિંગ્સે રવીન્દ્ર જાડેજાને નંબર વન ખેલાડી તરીકે જાળવી રાખ્યો છે. મતલબ કે તેને ધોની કરતા વધુ પૈસા મળશે. ધોનીની પ્રાથમિકતા નંબર બે છે. મોઈન અલી ત્રીજા નંબરનો ખેલાડી છે અને ઋતુરાજ ગાયકવાડ ચોથા નંબરનો ખેલાડી છે. મતલબ કે ફાફ ડુ પ્લેસિસ, અંબાતી રાયડુ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા, દીપક ચહર, શાર્દુલ ઠાકુર જેવા મોટા નામોએ હરાજીમાં જવું પડશે.

માનવામાં આવે છે કે રવિન્દ્ર જાડેજા CSKનો નવો કેપ્ટન બની શકે છે. IPL 2022 પછી ધોની IPL છોડી શકે છે. જાડેજા 2011માં CSKમાં જોડાયા હતા. ત્યારથી તે આ ટીમનો ભાગ છે.

CSKએ આ ખેલાડીઓને રિટેન કર્યા

એમએસ ધોનીઃ આગળ પણ ચેન્નાઈની કપ્તાની સંભાળતા જોઈ શકાય છે. પરંતુ તે ભાગ્યે જ IPL 2023 રમી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ચેન્નાઈમાં છેલ્લી મેચ રમવા માંગે છે. તેને 12 કરોડ મળશે.

ઋતુરાજ ગાયકવાડઃ ટીમનો યુવા ઓપનર. IPL 2021 નો ​​હીરો. ભવિષ્ય માટે આ બેટ્સમેનમાં રોકાણ કર્યું છે. તેને 6 કરોડ મળશે.

રવિન્દ્ર જાડેજાઃ CSKનો આગામી કેપ્ટન બની શકે છે. તાજેતરની સિઝનમાં તે બોલિંગની સાથે ફિનિશરની ભૂમિકામાં પણ જોવા મળ્યો હતો. તેને 16 કરોડ રુપિયા મળશે.

મોઈન અલીઃ એકમાત્ર વિદેશી ખેલાડી જાળવવામાં આવ્યો છે. IPL 2021 પહેલા પણ ટીમ સાથે જોડાયેલો હતો. ઓલરાઉન્ડ ક્ષમતાના કારણે તેને ટીમમાં રાખવામાં આવ્યો છે. તેને આઠ કરોડ રૂપિયા મળશે.

CSKએ આ ખેલાડીઓને છોડ્યા

સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, એન જગદીસન, અંબાતી રાયડુ, સેમ કરન, જોશ હેઝલવુડ, લુંગી એન્ગીડી, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, કર્ણ શર્મા, સી હરી નિશાંત, આર સાઈ કિશોર, મિશેલ સેન્ટનર, ઈમરાન તાહિર, ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા , ડોમિનિક ડ્રેક્સ, કેએમ આસિફ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">