IND vs IRL: સંજુ સેમસનને લઈ મોટા સમાચાર, આયર્લેન્ડમાં ઈશાન કિશનનું લેશે સ્થાન
ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ રમશે. આ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ જશે જ્યાં ભારતીય ટીમ ત્રણ મેચની T20 સિરીઝ રમશે. આ પ્રવાસ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ટીમ (Team India) હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે, જ્યાં ટીમ ઈન્ડિયા બે ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ રમશે. આ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ (Ireland) જશે, જ્યાં ભારતીય ટીમ ત્રણ મેચની T20 સિરીઝ રમશે. આ પ્રવાસ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ઈશાન કિશનને આયર્લેન્ડ શ્રેણીમાં આરામ
એક અહેવાલ અનુસાર, આયર્લેન્ડ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલા ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવશે, જેમાં ઈશાન કિશન પણ સામેલ છે. ઈશાન કિશનના આરામ આપવાનો અર્થ એ છે કે સંજુ સેમસન આયર્લેન્ડમાં મુખ્ય વિકેટ કીપર તરીકેની જવાબદારી સંભાળશે.
Sanju Samson is likely to be the main wicket-keeper for Ireland T20 series as Ishan might be rested looking at the Asia Cup. [ANI] pic.twitter.com/VibkzV0ESN
— Johns. (@CricCrazyJohns) July 20, 2023
સંજુ સેમસને છેલ્લી T20 મેચ જાન્યુઆરીમાં રમી હતી
સંજુ સેમસને ટીમ ઈન્ડિયા તરફથી છેલ્લી T20 મેચ 3 જાન્યુઆરી 2023ના રોજ શ્રીલંકા સામે રમી હતી. જે બાદ ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈ અત્યારસુધી સંજુ સેમસનલા ટીમ ઈન્ડિયામાં સ્થાન નથી મળ્યું. IPL 2023માં પણ તેનું પ્રદર્શન સામાન્ય રહ્યું હતું.
આયર્લેન્ડ સીરિઝ સંજુ સેમસન માટે મોટી તક
T20 ફોર્મેટમાં સંજુ સેમસનની બેટિંગ એવરેજ માત્ર 20.06 છે. તેણે 16 ઇનિંગ્સમાં માત્ર 301 રન જ બનાવ્યા છે, જેમાં એક અડધી સદી સામેલ છે. આવી સ્થિતિમાં આયર્લેન્ડ શ્રેણી તેના માટે T20માં પોતાને સાબિત કરવાની મોટી તક સાબિત થઈ શકે છે. જેમાં તે બેટિંગની સાથે વિકેટ કીપિંગમાં પણ સારું પ્રદર્શન કરી ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે છે.
આ પણ વાંચો : IND vs WI: દિલ્હીથી શરૂ થઈ 100 ટેસ્ટની સફર, જાણો 75 વર્ષ પહેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શું થયું હતું?
વેસ્ટ ઈન્ડિઝ સામે T20-ODI સીરિઝમાં રમશે સેમસન
જો કે, આયર્લેન્ડ શ્રેણી પહેલા સંજુ સેમસનને વેસ્ટ ઈન્ડિઝના પડકારનો સામનો કરવો પડશે. તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની T20 સીરિઝ અને ત્રણ મેચની ODI સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે. જો કે, તેને કેટલી તકો મળે છે તે મોટો પ્રશ્ન છે.