AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli, RCB vs RR: વિરાટ કોહલીએ ‘રોયલ ડક’ ગુમાવી વિકેટ, ટ્રેન્ટ બોલ્ટે કર્યો 100મો શિકાર

Trent Boult એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો વિરાટ કોહલીની વિકેટ સાથે મળ્યો છે. RCB એ મેચના પ્રથમ બોલ પર જ ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી.

Virat Kohli, RCB vs RR: વિરાટ કોહલીએ 'રોયલ ડક' ગુમાવી વિકેટ, ટ્રેન્ટ બોલ્ટે કર્યો 100મો શિકાર
Virat Kohli એ રોયલ ડક વિકેટ ગુમાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 5:51 PM
Share

કેપ્ટનશિપ સંભાળી રહેલા વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો આપ્યો છે. પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી દીધી છે. શૂન્ય રને જ વિકેટ ગુમાવવાને લઈ બેંગ્લોરને ઘર આંગણે જ ખરાબ શરુઆત થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બેંગ્લુરુમાં મેચ રમાઈ રહી છે. આ મેચમાં બેંગ્લોરની ટીમનુ સુકાન વિરાટ કોહલી સંભાળી રહ્યો છે, જે ઓપનર તરીકે આવતા જ પોતાની વિકેટ પ્રથમ બોલ પર વિકેટ ગુમાવી દઈ રોયલ ડક આઉટ થઈ હતી.

મેચની પ્રથમ ઓવર લઈને ટ્રેન્ટ બોલ્ટ આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર તેણે LBW વિકેટની અપિલ કરી હતી. બોલ્ટે પ્રથમ વાર T20 ક્રિકેટમાં પ્રથમ વાર વિરાટ કોહલીની વિકેટ ઝડપવામાં સફળ રહ્યો છે.

હોમગ્રાઉન્ડ પર ગુમાવી વિકેટ

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટિંગ માટે ઉતાર્યુ હતુ. વિરાટ કોહલી ઓપનર તરીકે બેટિંગ કરવા માટે સ્ટ્રાઈક પર આવ્યો હતો. સામે છેડે ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ ઓવર બેંગ્લોર સામે લઈને આવ્યો હતો. વિરાટ કોહલીએ હોમગ્રાઉન્ડ પર જ પોતાની વિકેટ શૂન્ય રને ગુમાવી દીધી હતી. ટીમને શૂન્ય રને જ મોટો ઝટકો લાગ્યો હતો. ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ વાર જ ટી20 ક્રિકેટમાં વિરાટને પોતાનો શિકાર કરવામાં સફળતા મેળવી હતી.

બોલ્ટ માટે આ વિકેટ મહત્વની હતી. આઈપીએલમાં બોલ્ટે 100 વિકેટ પૂરી કરી હતી. સાથે જ તેણે આઈપીએલમાં બોલ્ટે પ્રથમ ઓવરમાં 21 વિકેટ ઝડપી છે. ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવરમાં 22 વિકેટ ઝડપી છે. બોલ્ટે આગળની ઓવરમાં જ શાહબાઝ અહમદની વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Arshdeep Singh, IPL 2023: ગજબ ! મીડલ ઉખાડ્યુ જ નહીં તોડી નાંખ્યુ, અર્શદીપ સિંહે 2 બોલમાં 2 સ્ટંપ તોડ્યા-Video

રોયલ ડક વિકેટ કોને કહેવાય

કોઈ ટીમનો ઓપનર મેચના પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી દે ત્યારે તેને રોયલ કે પ્લેટિનમ ડક વિકેટ ગુમાવ્યાનુ કહેવામાં આવે છે. આ પ્રકારે આઉટ થવાને પ્લેટિનમ અને રોયલ ડક તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારે માત્ર ઓપનર બેટર જ આઉટ થઈ શકે છે. ક્રિકેટમાં ગોલ્ડન ડક તરીકે ઓળખવામાં આવે છે કે, જેમાં પ્રથમ બોલ પર જ બેટર આઉટ થઈ પરત ફરે છે.

આ પણ વાંચોઃ Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની ‘દાંડીયા તોડ’ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">