Virat Kohli 100th Test: 100મી ટેસ્ટ વિરાટ કોહલી કરતા પહેલા સચિન, દ્રવિડ અને ગાંગુલી કેટલા આગળ હતા? જાણો 7 દિગ્ગજના ‘રિપોર્ટ કાર્ડ’

વિરાટ કોહલી (Virat Kohli 100th Test) મોહાલી (Mohali Test) માં તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમશે. વિરાટ કોહલી ટેસ્ટ મેચોની સદી ફટકારનાર 12મો ભારતીય ખેલાડી બનશે.

Virat Kohli 100th Test: 100મી ટેસ્ટ વિરાટ કોહલી કરતા પહેલા સચિન, દ્રવિડ અને ગાંગુલી કેટલા આગળ હતા? જાણો 7 દિગ્ગજના 'રિપોર્ટ કાર્ડ'
Virat Kohli તેના ટેસ્ટ કરિયરની આજે 100 મી ટેસ્ટ મેચ રમશે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 8:04 AM

આજે જ્યારે ટીમ ઈન્ડિયા મોહાલીમાં શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ (India Vs Sri Lanka) રમવાનું શરૂ કરશે, તે ક્ષણે વિરાટ કોહલી (Virat Kohli 100th Test) ના જીવનની સૌથી ખાસ ક્ષણોમાંની એક હશે. કારણ કે વિરાટ કોહલી ટેસ્ટ મેચ રમવાની સદી પૂરી કરશે. વિરાટ કોહલી મોહાલી (Mohali Test) માં 100મી ટેસ્ટ મેચ રમવાનો છે. તેની પહેલા, 11 ભારતીય ખેલાડીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી, હરભજન સિંહ, વિરેન્દ્ર સેહવાગ, દિલીપ વેંગસરકર, ઈશાંત શર્મા, કપિલ દેવ અને સુનીલ ગાવસ્કરનો સમાવેશ થાય છે. હવે વિરાટ કોહલીનો આ દિગ્ગજોની યાદીમાં સામેલ થશે.

વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી શાનદાર રહી છે. 99 ટેસ્ટ મેચોમાં તેના બેટથી 27 સદી છે અને તેણે 50.39ની એવરેજથી 7962 રન બનાવ્યા છે. કોહલીના આ આંકડા ખરેખર કમાલના છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોહલીની સરેરાશ ઘટી છે. 84 ટેસ્ટ બાદ તેની બેટિંગ એવરેજ 54 થી વધુ હતી. તમને એ પણ બતાવી દઈએ કે 99 ટેસ્ટ બાદ અન્ય ભારતીય બેટ્સમેનોની એવરેજ કેટલી હતી, તેમના બેટથી કેટલા રન થયા હતા?

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સચિન તેંડુલકર

સચિન તેંડુલકરની 99 ટેસ્ટ બાદ 57.99 ની બેટિંગ એવરેજ હતી અને તેમણે તેમના બેટથી 30 સદી, 33 અડધી સદી ફટકારી હતી. સચિને 99 ટેસ્ટ બાદ 8351 રન બનાવ્યા હતા.

રાહુલ દ્રવિડ

99 ટેસ્ટ પછી રાહુલ દ્રવિડની એવરેજ સૌથી વધુ 58.16 હતી. આ દરમિયાન દ્રવિડના બેટથી 8492 રન થયા હતા. દ્રવિડે 22 સદી અને 41 અડધી સદી ફટકારી હતી.

સૌરવ ગાંગુલી

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીની 99 ટેસ્ટ બાદ બેટિંગ એવરેજ 43.17 હતી. તેમણે 6346 રન બનાવ્યા હતા અને તે 15 સદી અને 30 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા.

વીવીએસ લક્ષ્મણ

ભારતના મહાન બેટ્સમેનોમાંના એક વીવીએસ લક્ષ્મણે 99 ટેસ્ટ બાદ 6313 રન બનાવ્યા હતા. લક્ષ્મણની બેટિંગ એવરેજ 45.41 હતી અને તેમના બેટ વડે 13 સદી, 36 અડધી સદી નોંધાઇ હતી.

વિરેન્દ્ર સેહવાગ

99 ટેસ્ટ બાદ વીરેન્દ્ર સેહવાગની બેટિંગ એવરેજ પણ 50 રહી. સેહવાગે 50.84ની એવરેજથી 8,448 રન બનાવ્યા જેમાં 23 સદી અને 32 અડધી સદી સામેલ છે.

સુનીલ ગાવસ્કર

ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ઓપનર સુનીલ ગાવસ્કરે 99 ટેસ્ટ બાદ 8394 રન બનાવ્યા હતા. ગાવસ્કરના બેટથી 53.46ની એવરેજથી રન થયા હતા, જેમાં 30 સદી સામેલ હતી.

દિલીપ વેંગસરકર

દિલીપ વેંગસરકરે પણ 99 ટેસ્ટ બાદ 46.21ની એવરેજથી 6331 રન બનાવ્યા જેમાં 17 સદી અને 31 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચોઃ IND vs SL, 1st Test, LIVE Streaming: વિરાટ કોહલી રમશે 100મી ટેસ્ટ, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઇ શકાશે

આ પણ વાંચોઃ Women’s World Cup 2022: ભારત પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનશે? જાણો કઈ ટીમ છે મજબૂત

g clip-path="url(#clip0_868_265)">