AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: રોહિત શર્મા સાથે થઈ ‘ચીટિંગ’? સંજુ સેમસને 1000મી મેચમાં ખોટી રીતે કર્યો આઉટ!

રોહિત શર્મા માટે ગઈકાલનો દિવસ ખાસ હતો. તે આઈપીએલની 1000મી મેચનો ભાગ હતો. તે મુંબઈ ઈન્ડિન્સ માટે કેપ્ટન તરીકે 150મી આઈપીએલ મેચ રમી રહ્યો હતો. તેનો આજે 36મો જન્મ દિવસ પણ હતો. આ પ્રસંગે દુનિયાભરના ફેન્સે તેને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કરી હતી. પણ રાજસ્થાન રોયલ્સ સામે તે 3 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. 

Viral Video: રોહિત શર્મા સાથે થઈ 'ચીટિંગ'? સંજુ સેમસને 1000મી મેચમાં ખોટી રીતે કર્યો આઉટ!
IPL 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 7:09 PM
Share

30 એપ્રિલ 1987, રોહિત શર્માનો જન્મ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. આજે રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેનોમાંનો એક છે.  ગઈ કાલે રોહિત શર્મા 36 વર્ષનો થયો હતો. તેણે મુંબઈ ઈન્ડિયન્સમાં 10 વર્ષ પણ પૂરા કર્યા છે. તેણે આ 10 વર્ષમાં કેપ્ટન તરીકે 5 વાર મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવી છે. પણ ગઈ કાલે તેના ખાસ દિવસે તેની સાથે એક ખોટી ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રોહિત શર્મા માટે ગઈકાલનો દિવસ ખાસ હતો. તે આઈપીએલની 1000મી મેચનો ભાગ હતો. તે મુંબઈ ઈન્ડિન્સ માટે કેપ્ટન તરીકે 150મી આઈપીએલ મેચ રમી રહ્યો હતો. તેનો આજે 36મો જન્મ દિવસ પણ હતો. આ પ્રસંગે દુનિયાભરના ફેન્સે તેને ખાસ અંદાજમાં બર્થ ડે વિશ કરી હતી. પણ રાજસ્થાન રોયલ્સ સામે તે 3 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.

1000મી મેચમાં રોહિત શર્મા સાથે થઈ ચીટિંગ ?

1000મી આઈપીએલ મેચ 30 એપ્રિલના રોજ મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. રોહિત શર્માના 150મી મેચ અને 36માં બર્થ ડેને કારણે તેની પાસે ફેન્સ ખુબ આશા રાખી રહ્યા હતા. પણ સંદીપ શર્માની ઓવરમાં તેને ક્લીન બોલ્ડ જાહેર કરવામાં આવ્યો હતો. પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો જેને કારણે એવું લાગી રહ્યું છે કે તેને ખોટી રીતે આઉટ જાહેર કરવામાં આવ્યો છે.

રોહિત શર્માની ઈનિંગ માત્ર 5 બોલમાં પૂરી થઈ ગઈ હતી. મુંબઈની ઈનિંગની બીજી ઓવર ચાલી રહી હતી. સંદીપ શર્મા બોલિંગ કરી રહ્યો હતો અને રોહિત શર્મા સ્ટ્રાઈક પર હતો. સંદીપ શર્માએ નકલ બોલ નાખ્યો અને રોહિત શર્માએ તે બોલ મિસ કર્યો હતો. તે જ સમયે સંજુ સેમસન વિકેટની પાછળ સ્ટમ્પ પાસે ઊભો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટંમ્પના બેલ્સ સંજુ સેમસનના ગ્લોવ્સ દ્વારા પડ્યા છે. મામલો થર્ડ અમ્પાયર સુધી ગયો. થર્ડ અમ્પાયરે તેનો નિર્ણય રાજસ્થાન રોયલ્સની તરફેણમાં આપ્યો, પરંતુ ફેન્સને તે ખોટો લાગ્યો.

આ વીડિયો પણ થયો વાયરલ

ગઈકાલથી વાયરલ થઈ રહેલા વીડિયો બાદ આજે આઈપીએલના ટ્વિટર એકાઉન્ટ પરથી એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે સંજુ સેમસનના શરીરનો કોઈપણ ભાગ સ્ટંમ્પને અડયો નથી. બોલના કારણે જ સ્ટંમ્પના બેલ પડયા હતા. આ વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">