Viral Video : ગુજ્જુ ક્રિકેટર જાડેજા પર લાગ્યો બોલ ટેમ્પરિંગનો આરોપ, આંગળી પર બામ લગાવતા ઓસ્ટ્રેલિયાએ ઉઠાવ્યા સવાલ
Ravindra jadeja ball tempering : ગુજ્જુ ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં જોરદાર વાપસી કરી હતી. પણ આ બધા વચ્ચે તે વિવાદમાં પણ સપડાયો છે.
નાગપુરના ગઈ કાલે 9 ફેબ્રુઆરીથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. પ્રથમ બેટિંગ ઈનીંગમાં ઓસ્ટ્રેલિયા 177 રનમાં જ સમેટાઈ ગયુ હતુ. રોહિત અને કેએલ રાહુલની શાનદાર ભાગીદારી સાથે ભારતને સારી શરુઆત અપાવી હતી. રોહિત શર્માની અડધી સદી વડે ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 77 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
ભારત ઓસ્ટ્રેલિયાના સ્કોરથી 100 રનથી દૂર છે. કેએલ રાહુલની વિકેટ પડતા ભારત પાસે 9 વિકેટ બાકી છે. ભારતીય બોલરોએ પોતાની ફરજ જબરદસ્ત નિભાવી હતી.ગુજ્જુ ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં જોરદાર વાપસી કરી હતી. પણ આ બધા વચ્ચે તે વિવાદમાં પણ સપડાયો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને ઓસ્ટ્રેલિયા મીડિયાએ તેના પર મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગનો કરવાનો આરોપ લગાવ્યો છે.
ટેસ્ટ મેચના પ્રથમ દિવસના બીજા સેશન દરમિયાન જાડેલા પોતાના આંગળી પર કઈક લગાવતો દેખાય છે. તેણે પોતાના સાથી ખેલાડી મોહમ્મદ સિરાજના હાથ પરથી કઈ લઈને પોતાના આંગળી પર લગાવ્યું હતું. આ વીડિયોને લઈને ઓસ્ટ્રેલિયાની મીડિયા અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ માઈકલ વોનએ જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ તમામ આરોપો ફગાવી દીધા છે. બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું કે, આંગળીમાં દુખાવો થતો હોવાથી તેણે બામ લગાવ્યું હતું.
આ રહ્યો જાડેજાનો એ વાયરલ વીડિયો
This is absolutely shocking!
Jadeja is quite clearly applying a magic potion to his finger here, which has tricked the Australian’s into forgetting they can use their bats.
12 month ban. Now. #AUSvINDpic.twitter.com/dukRDR1sni
— The Cricket Podcast (@TheCricketPod) February 9, 2023
આ પણ વાંચો : 75 વર્ષ જૂનો છે Border Gavaskar Trophyનો ઈતિહાસ, જાણો ભારત-ઓસ્ટ્રેલિયાની આ ટેસ્ટ સિરીઝની રસપ્રદ વાતો
પ્રથમ દિવસે રહ્યો જાડેજાનો દબદબો
શ્રેષ્ઠ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ ઝડપીને કમાલ કર્યો હતો. પ્રથમ ટેસ્ટના પહેલા દિવસ દરમિયાન સૌથી વધારે ઓવર રવિન્દ્ર જાડેજાએ કરી હતી. જાડેજાએ કુલ 22 ઓવર કરી હતી. જેમાંથી 8 ઓવર તેણે મેડન કરી હતી. આ દરમિયાન તેની ઈકોનોમી 2.10 ની રહી હતી. જાડેજાએ 47 રન આપ્યા હતા. જાડેજા ઘૂંટણની ઈજાને લઈ સર્જરી બાદ લાંબો સમય આરામ કરીને ક્રિકેટના મેદાન પર પરત ફર્યો હતો. આ પહેલા જાન્યુઆરીના રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમ તરફથી ઘરેલુ ક્રિકેટમાં એક મેચ રમીને 8 વિકેટ ઝડપી હતી.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં 9થી 13 ફેબ્રુઆરી વચ્ચે રમાશે. બીજી ટેસ્ટ મેચ 17થી 21 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેચ 1થી 5 માર્ચ વચ્ચે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં રમાશે. જ્યારે અંતિમ મેચ 9થી 13 માર્ચ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.