AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાદગીની મિસાલ…દીકરો બન્યો સ્ટાર ક્રિકેટર, પણ પિતા આજે પણ કરે છે ગેસ સિલિન્ડરની ડિલીવરી

રિંકૂ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. આઈપીએલ 2024 પહેલા તેઓ કેકેઆર માટે 55 લાખમાં રિટેન થયા હતા. તેને પહેલીવાર કેકેઆર દ્વારા 2018માં 80 લાખમાં ખરીદ્યો હતો. આઈપીએલ 2023માં તેની ક્ષમતા આખી દુનિયાએ જોઈ હતી. સાઉથ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ સહિત દુનિયાભરના ક્રિકેટર્સ તેની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

સાદગીની મિસાલ...દીકરો બન્યો સ્ટાર ક્રિકેટર, પણ પિતા આજે પણ કરે છે ગેસ સિલિન્ડરની ડિલીવરી
Viral Video
| Updated on: Jan 30, 2024 | 4:52 PM
Share

ભારતીય ક્રિકેટમાં હાલમાં યુવા ક્રિકેટર્સનો જાદુ જોવા મળી રહ્યો છે. રિંકૂ સિંહ હાલમાં દેશના સૌથી યુવા પ્લેયર્સમાંથી એક છે. આઈપીએલમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી રમતા રિંકૂ સિંહે ભારતીય ક્રિકેટ ટીમ માટે ડેબ્યૂ કરીને શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

ભારતીય ટીમ માટે તેણે 15 ટી20 મેચની 11 ઈનિંગમાં 356 રન ફટકાર્યા છે, જેમાં 2 ફિફટી પણ સામેલ છે. હાલમાં રિંકૂ સિંહ તેના પિતા ખાનચંદ સિંહને કારણે ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં એલપીજી સિલિન્ડર સાથેનો ખાનચંદ સિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાનકડા ટ્રકમાં એલપીજી સિલિન્ડર લોડ કરતા ખાનચંદને જોઈ શકાય છે. રિંકૂ સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે ક્રિકેટમાં તેમની સફળતા પછી પણ તેમના પિતાએ નોકરી છોડવાનો ઈનકાર કર્યો હતો. તેણે જણાવ્યુ હતુ કે, મેં પિતાને કહ્યુ હતુ કે હવે આરામ કરો, કારણ કે આપણી પાસે હવે ઘણુ છે. તેમણે સિલિન્ડર ડિલીવર કરવા જવાની જરુર નથી. તે આજે પણ આ કામ કરે છે, તેમને તેમના કામ પ્રત્યે પ્રેમ છે.

રિંકૂ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયો હતો. આઈપીએલ 2024 પહેલા તેઓ કેકેઆર માટે 55 લાખમાં રિટેન થયા હતા. તેને પહેલીવાર કેકેઆર દ્વારા 2018માં 80 લાખમાં ખરીદ્યો હતો. આઈપીએલ 2023માં તેની ક્ષમતા આખી દુનિયાએ જોઈ હતી. સાઉથ આફ્રીકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સ સહિત દુનિયાભરના ક્રિકેટર્સ તેની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : ગાબામાં ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડનાર ખેલાડી ઈન્ટરનેશનલ T20 લીગમાંથી થયો બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">