Aiden Markram Catch Video: હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે હવામાં ઉડીને પકડયા હેટ્રિક કેચ, શાનદાર કેચના Video થયા વાયરલ

Sunrisers Hyderabad vs Mumbai Indians : હૈદરાબાદની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. પ્રથમ ઈનિંગમાં રોહિત શર્માએ 6000 રન અને ઈશાન કિશને 4000 રન પૂરા કર્યા હતા. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 192 રન રહ્યો હતો. હૈદરાબાદની ટીમને 193 રનનો ટાર્ગેટ મળ્યો છે. 

Aiden Markram Catch Video: હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે હવામાં ઉડીને પકડયા હેટ્રિક કેચ, શાનદાર કેચના Video થયા વાયરલ
Viral video aiden markram catch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 9:41 PM

આજે આઈપીએલની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. હૈદરાબાદની ટીમ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા ઉતરી હતી. પ્રથમ ઈનિંગમાં રોહિત શર્માએ 6000 રન અને ઈશાન કિશને 4000 રન પૂરા કર્યા હતા. 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 192 રન રહ્યો હતો. હૈદરાબાદની ટીમને 193 રનનો ટાર્ગેટ મળ્યો છે.

પ્રથમ ઈનિંગમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે 3 શાનદાર કેચ પકડયા હતા. તેના કારણે જ મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ 3 વિકેટ પડી હતી. તેના શાનદાર કેચના વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તેણે કેપ્ટન રોહિત શર્માને 28 રન, ઈશાન કિશનને 38 રન અને સૂર્યકુમાર યાદવને 7 રનના સ્કોર પર કેચ પકડીને આઉટ કર્યો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કેપ્ટન એડન માર્કરમના 3  શાનદાર કેચ

બંને ટીમો પોતાની અંતિમ 2 મેચ જીતી છે. સિઝનની શરુઆતની મેચમાં હાર મેળવનાર આ બંને ટીમો આજે મેદાન પર જીતની હેટ્રિક કરવા માટે ઉતરી છે. મેચ પહેલા સચિમ તેંડુલકર અને લારા, 2 દિગ્ગજ ક્રિકેટર એક સાથે મેદાન પર જોવા મળ્યા હતા. બંને ખેલાડીઓ પૂર્વ ખેલાડીઓ મુંબઈ-હૈદરાબાદની ટીમના સભ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે જીત્યો હતો ટોસ

સનરાઇઝર્સ હૈદરાબાદ : મયંક અગ્રવાલ, હેરી બ્રુક, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, માર્કો જેન્સન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ટી નટરાજન

મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, કેમેરોન ગ્રીન, અર્જુન તેંડુલકર, નેહલ વાધેરા, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">