ટીમ ઈન્ડિયામાંથી બહાર થતા જ લીધો મોટો નિર્ણય, વિક્રમ રાઠોડ બન્યા ન્યૂઝીલેન્ડના બેટિંગ કોચ
અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 સપ્ટેમ્બરથી ગ્રેટર નોઈડા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં એક ટેસ્ટ મેચ રમશે. જેના માટે ન્યુઝીલેન્ડની ટીમ ભારત પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા ટીમે મોટી રમત રમી છે. આ મેચ માટે ન્યુઝીલેન્ડે વિક્રમ રાઠૌડને પોતાનો બેટિંગ કોચ બનાવ્યો છે.
અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 9 સપ્ટેબરથી ગ્રેટર નોઈડા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં એક ટેસ્ટ મેચ રમવાની છે. જેના માટે ન્યુઝીલેન્ડની ટીમ ભારત પહોંચી ચૂકી છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા ટીમે મોટી ચાલ રમી છે. આ મેચ માટે ન્યુઝીલેન્ડે વિક્રમ રાઠૌરને પોતાનો બેટિંગ કોચ બનાવ્યો છે. વિક્રમ રાઠૌર આ પહેલા રાહુલ દ્રવિડના કોચિંગ સ્ટાફમાં સામેલ હતો અને ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કોચની જવાબદારી નિભાવતો હતો. શ્રીલંકાના દિગ્ગજ રંગના હેરાથ સ્પિન બોલિંગ કોચ તરીકે ટીમ સાથે જોડાશે.
ન્યુઝીલેન્ડે વિક્રમ રાઠૌરને માત્ર અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચ માટે બેટિંગ કોચ નિયુક્ત કર્યો છે. ભારતના સ્પિન ટ્રૈક અને અફઘાનિસ્તાનના સ્પિન અટેકને જોતાં આ એક મહત્વનો નિર્ણય માનવામાં આવે છે. ન્યુઝીલેન્ડની ટીમે ટી20 વર્લ્ડકપમાં સ્પિન વિરુદ્ધ ખુબ સંધર્ષ કર્યો હતો. અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડને 75 રન પર આઉટ કરી હતી.
View this post on Instagram
રંગના હેરાથ સ્પિન બોલિંગ કોચ
ભારતમાં અફઘાનિસ્તાન સાથે રમ્યા બાદ શ્રીલંકા પ્રવાસ પર જશે. જ્યાં 18 સપ્ટેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. તેનું ધ્યાન રાખત ન્યુઝીલેન્ડે એક મોટું પગલું લીધું છે. ટીમે રાઠૌડ સિવાય રંગના હેરાથને સ્પિન બોલિંગ કોચ નિયુક્ત કર્યો છે.જે બોલરને મદદ કરવાની સાથે બેટસ્મેનને સ્પિન રમવા માટે પણ મદદ કરશે. હેરાથને પણ માત્ર અફઘાનિસ્તાન અને શ્રીલંકા સીરિઝ માટે બોલાવવામાં આવ્યો છે.
Kia Ora India
The Test squad arrived in Delhi on Thursday ahead of the one-off Test match against @ACBofficials in Noida which starts on Monday LIVE in NZ on @skysportnz #CricketNation pic.twitter.com/r59EYHg0lB
— BLACKCAPS (@BLACKCAPS) September 5, 2024
કેવો છે રાઠૌડ અને હેરાથનો રેકોર્ડ જાણો
વિક્રમ રાઠૌડે ભારત માટે 6 ટેસ્ટ મેચ રમી છે. આ સિવાય તે 2012માં ટીમ ઈન્ડિયાનો સિલેક્ટર પણ રહી ચૂક્યો છે. તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં તે રાહુલ દ્ર્વિડના કોચિંગ સ્ટાફનો ભાગ હતા. 2019માં બીસીસીઆઈએ ભારતના બેટિંગ કોચની જવાબદારી સોંપી હતી. રાઠૌરે ભારતને ટી20 વર્લ્ડકપ 2024 જીતાડવામાં મહ્તવની ભૂમિકા નિભાવી હતી.
રંગના હેરાથ બાંગ્લાદેશ માટે સ્પિન બોલિંગ કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે. હેરાથની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ લેફ્ટ આર્મ સ્પિનરોમાં થાય છે. હેરાથે શ્રીલંકા તરફથી ટેસ્ટ ક્રિકેટની 93 મેચમાં 433 વિકેટ લીધી છે.