VHT 2021: ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાથી બહાર કરાયો, 5 વર્ષથી IPL માં મોકો ના મળ્યો હવે 458 રન અને 17 વિકેટ વડે ટીમને બનાવી ચેમ્પિયન

|

Dec 26, 2021 | 6:55 PM

હિમાચલ પ્રદેશે (Himachal Pradesh) તમિલનાડુ (Tamil Nadu) ને હરાવી વિજય હજારે ટ્રોફી જીતી, કેપ્ટન ઋષિ ધવને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને ટીમને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું

VHT 2021: ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાથી બહાર કરાયો, 5 વર્ષથી IPL માં મોકો ના મળ્યો હવે 458 રન અને 17 વિકેટ વડે ટીમને બનાવી ચેમ્પિયન
MS Dhoni-Rishi Dhawan

Follow us on

હિમાચલ પ્રદેશની ટીમે (Himachal Pradesh Cricket Team) રવિવારે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો હતો. વિજય હજારે ટ્રોફીની ફાઇનલ Vijay Hazare Trophy final માં તમિલનાડુ (Tamil Nadu) પર VJD નિયમના આધારે હિમાચલનો 11 રને વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા તમિલનાડુએ 314 રન બનાવ્યા હતા જેના જવાબમાં હિમાચલે 47.3 ઓવરમાં 4 વિકેટે 299 રન બનાવ્યા હતા તે પહેલા મેચ રોકાઈ હતી.

આ પછી ખરાબ પ્રકાશને કારણે મેચ રોકી દેવામાં આવી હતી અને હિમાચલને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. હિમાચલની ઐતિહાસિક જીતમાં ઓપનર શુભમ અરોરા (Shubham Arora) એ 136 રન બનાવ્યા હતા. અમિત કુમારે 74 રન બનાવ્યા હતા. આ બંને સિવાય તેના કેપ્ટન ઋષિ ધવને (Rishi Dhawan) હિમાચલ પ્રદેશને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ઋષિ ધવને ટાઈટલ મેચમાં 23 બોલમાં અણનમ 42 રન બનાવવા ઉપરાંત 62 રનમાં 3 વિકેટ લીધી હતી. દબાણથી ભરેલી પળોમાં ઋષિ ધવને શાનદાર રમત બતાવી અને અંતે ટીમને ચેમ્પિયન બનાવી. ધવને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની ટીમ માટે યોગદાન આપ્યું હતું. બેટ હોય કે બોલ, ધવને પોતાના પ્રદર્શનથી ટીમને ચેમ્પિયન બનવાની પ્રેરણા આપી.

 

ઋષિ ધવનનું શાનદાર પ્રદર્શન

વિજય હઝારે ટ્રોફીમાં ઋષિ ધવને 8 મેચમાં 76.33ની એવરેજથી 458 રન બનાવ્યા હતા. ઋષિ ધવન છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવે છે અને તેમ છતાં તેણે 5 અડધી સદી ફટકારી હતી. ધવનનો સ્ટ્રાઈક રેટ પણ 127થી વધુ હતો. બોલ સાથે પણ, ઋષિ ધવને હિમાચલ પ્રદેશને જીતવામાં મદદ કરવામાં કોઈ કસર છોડી ન હતી. ધવને 8 મેચમાં 17 વિકેટ લીધી હતી. ઋષિ ધવન તેની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તે જ સમયે, તે બેટ અને બોલ સાથે ટૂર્નામેન્ટમાં બીજા નંબર પર રહ્યો.

 

 

IPLમાં ધવનને નજર અંદાજ કરાયો!

ઋષિ ધવન લાંબા સમયથી બોલ અને બેટથી પોતાને સાબિત કરી રહ્યો છે, પરંતુ તેમ છતાં આઈપીએલમાં હિમાચલ પ્રદેશના કેપ્ટનના પ્રદર્શનની પ્રશંસા થઈ રહી નથી. ઋષિ ધવન છેલ્લા પાંચ વર્ષથી IPL રમ્યો નથી. ધવને તેની છેલ્લી IPL મેચ વર્ષ 2016માં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ સામે રમી હતી. ધવને 25 IPL ઇનિંગ્સમાં 18 વિકેટ લીધી છે અને તેના બેટમાંથી 640 રન બનાવ્યા છે.

જણાવી દઈએ કે ઋષિ ધવને ટીમ ઈન્ડિયા માટે 3 ODI અને એક T20 મેચ પણ રમી છે. ધોની (Dhoni) ની કેપ્ટનશીપમાં ડેબ્યૂ કરનાર આ ખેલાડીને માત્ર 4 મેચ બાદ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તે પછી ઋષિ ધવન પરત ફર્યો ન હતો. જો કે હવે ઋષિ ધવને ફરી એકવાર પોતાના પ્રદર્શનના આધારે લોકોની આંખો ખોલી છે. આશા છે કે ઓછામાં ઓછી કોઈ ટીમ આઈપીએલની હરાજીમાં આ ખેલાડીને પોતાનો બનાવશે.

 

આ પણ વાંચોઃ VHT 2021: દિનેશ કાર્તિકે વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં ફટકાર્યુ શાનદાર શતક, IPL મેગા ઓક્શન પહેલા ધમાકેદાર પ્રદર્શન

આ પણ વાંચોઃ Yuvraj Singh: યુવરાજ સિંહના ઐતિહાસિક બેટનો થયો અંતરિક્ષ પ્રવાસ, જાણો શુ છે પૂરો મામલો

 

 

Published On - 6:44 pm, Sun, 26 December 21

Next Article