Coke બોટલ જોઇને ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ શ્રીધરે કંઇક એવું કહ્યું, કે વિડીયો થઇ ગયો વાયરલ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગુસ્સાથી યુરો કપ મેચ બાદની પ્રેસ કોન્ફરન્સ પહેલાં તેના ટેબલ પર રાખેલી કોકા-કોલાની બે બોટલ હટાવી દીધી હતી. આવું જ કંઇક ભારતના ફિલ્ડીંગ કોચ આર શ્રીધરના વિડીયોમાં પણ જોવા મળ્યું છે.

Coke બોટલ જોઇને ટીમ ઈન્ડિયાના ફિલ્ડિંગ કોચ શ્રીધરે કંઇક એવું કહ્યું, કે વિડીયો થઇ ગયો વાયરલ
વાયરલ વિડીયો
Follow Us:
| Updated on: Jun 21, 2021 | 1:10 PM

ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર (R Sridhar)નો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વાત જાણે એમ છે કે આ વિડીયોમાં શ્રીધર પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની (Cristiano Ronaldo) નકલ કરતા જોવા મળ્યા છે. જેના કારણે વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ ગયો છે.

ખરેખરમાં આ વિડીયો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના (World Test Championship Final) પહેલા દિવસે બહાર આવ્યો છે. વરસાદના કારણે પહેલા દિવસની રમત રદ કરવામાં આવી હતી. આ બાદ શ્રીધર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા. અને ટેબલ પર પડેલી કોકની બોટલ જોઇને તેમણે રોનાલ્ડોની નકલ કરી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

શ્રીધર પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા ત્યારે કોકા કોલા અને પાણીની બોટલો સામેના ટેબલ પર રાખવામાં આવી હતી. તેઓ એ આ જોઇને તરત જ કોકાકોલાની બોટલ હાથમાં લીધી અને મજાકમાં કહ્યું કે શું હું આણે હટાવી દઉં? એટલું જ નહીં આ બાદ પણ ફિલ્ડિંગ કોચ તેમના મજાકિયા અંદાજમાં આગળ કહે છે કે જો હું આને અહિયાંથી હટાવી દઉં તો આની કિંમત કેટલી રહેશે?

રોનાલ્ડોએ કરી શરૂઆત

તાજેતરમાં, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગુસ્સાથી યુરો કપ મેચ બાદની પ્રેસ કોન્ફરન્સ પહેલાં તેના ટેબલ પર રાખેલી કોકા-કોલાની બે બોટલ હટાવી દીધી હતી. જેને લઈને સમગ્ર વિશ્વમાં હંગામો મચી ગયો હતો.

રોનાલ્ડોએ (Ronaldo) તે સમયે કહ્યું હતી કે કોકાકોલા (Coca-Cola) પીવાની જગ્યાએ લોકોએ વધુને વધુ પાણી પીવા પર ધ્યાન આપવું જોઈએ. કેમ કે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ઘટના પોર્ટુગલ ટીમ સામેની યુરો 2020 ની હંગેરી મેચ પહેલા બની હતી. આ સ્ટાર સ્ટ્રાઈકરે તેની સામેથી કોકાકોલાની બે બોટલ કાઢી દીધી હતી, ત્યારબાદ તેને બનાવનારી કંપની, કોકાકોલા (Coca-Cola) ને લગભગ 293 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ પણ વાંચો: Tokyo Olympics માં ભાગ લેનારા ખેલાડીઓ માટે BCCI આટલા કરોડની કરશે મદદ

આ પણ વાંચો: WTC Final: ફિલ્ડીંગ દરમ્યાન જ કેપ્ટન વિરાટ કોહલી ઢોલના તાલે ભાંગડા ડાન્સ કરવા લાગ્યો, જુઓ વિડીયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">