AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રેયસ અય્યરની વિકેટનો વીડિયો થયો વાયરલ, ફેન્સે શોટ સિલેક્શનની ઉડાવી મજાક

શ્રેયસ અય્યરની સૌથી મોટી નબળાઈ શોર્ટ બોલ છે અને ક્રિકેટના નાનામાં નાના ચાહક પણ આ વાત જાણે છે. પરંતુ પોતાના બચાવમાં અય્યરે ઘણી વખત કહ્યું છે કે શોર્ટ બોલ મારી નબળાઈ નથી અને હું તેને રમી શકું છું. પરંતુ વાસ્તવમાં એવું બિલકુલ નથી. શોર્ટ બોલ જોતા જ અય્યરના પગ ધ્રૂજવા લાગે છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

શ્રેયસ અય્યરની વિકેટનો વીડિયો થયો વાયરલ, ફેન્સે શોટ સિલેક્શનની ઉડાવી મજાક
Shreyas Iyer
| Updated on: Feb 03, 2024 | 9:54 AM
Share

ભારતીય ટીમના મજબૂત મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર તેની એક મોટી નબળાઈને કારણે ફરી વાર ખરાબ સ્થિતિમાં મુકાયો છે. શ્રેયસ અય્યરની સમસ્યા એ છે કે તેણે તેની નબળાઈ પર કામ નથી કર્યું અને તેનો ફાયદો વિરોધી ટીમના બોલરો ઉઠાવી રહ્યા છે, ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પણ શ્રેયર આ જ નબળાઈના કારણે જેમ્સ એન્ડરસનનો શિકાર બન્યો હતો.

શોર્ટ બોલ શ્રેયસ અય્યરની સૌથી મોટી નબળાઈ

શ્રેયસ અય્યરની સૌથી મોટી નબળાઈ શોર્ટ બોલ છે. અને ક્રિકેટના નાનામાં નાના ચાહક પણ આ વાત જાણે છે. પરંતુ પોતાના બચાવમાં અય્યરે ઘણી વખત કહ્યું છે કે શોર્ટ બોલ મારી નબળાઈ નથી અને હું તેને રમી શકું છું. પરંતુ વાસ્તવમાં એવું બિલકુલ નથી. શોર્ટ બોલ જોતા જ અય્યરના પગ ધ્રૂજવા લાગે છે. તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ઈનિંગનો શ્રેયસ અય્યરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા અય્યરની ઊડી મજાક

આ વીડિયોમાં જેમ્સ એન્ડરસન બોલિંગ કરી રહ્યો છે. અય્યર પહેલેથી જ શફલ કરે છે અને વિકેટની સામે આવે છે અને પછી એન્ડરસન બોલ ફેંકે છે. આ કારણે અય્યર વિચિત્ર સ્થિતિમાં આવી જાય છે. અય્યર બોલને મારવાના પ્રયાસમાં નિષ્ફળ જાય છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દરેક તેની મજાક ઉડાવી રહ્યા છે. અય્યર બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 27 રન બનાવીને આઉટ થયો હતો.

ટીમ ઈન્ડિયાનો સ્કોર 300ને પાર

મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવી લીધા છે. ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલ 179 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે રવિચંદ્રન અશ્વિન 5 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ સિવાય ટીમ ઈન્ડિયાના દરેક બેટ્સમેનને આ ઈનિંગમાં શરૂઆત મળી હતી, પરંતુ કોઈ મોટો સ્કોર કરી શક્યું ન હતું. રોહિત શર્મા 14, શુભમન ગિલ 34, શ્રેયસ અય્યર 27, રજત પાટીદાર 32, અક્ષર પટેલ 27 અને શ્રીકર ભરત 17 રન બનાવીને આઉટ થયા હતા.

આ પણ વાંચો : રોહિત શર્માએ 162 અઠવાડિયા પહેલા જે કહ્યું હતું તે હવે સાચું પડ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">