AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : જોસ બટલર યુઝવેન્દ્ર ચહલની પત્ની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો, ધનશ્રી વર્માએ શેર કર્યો વીડિયો

Dhanashree Verma teaches Jos Buttler dance Moves: ચહલની પત્ની ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બટલર અને ચહલને કેટલાક ડાન્સ મૂવ્સ શીખવતી જોવા મળી રહી છે.

Video : જોસ બટલર યુઝવેન્દ્ર ચહલની પત્ની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો, ધનશ્રી વર્માએ શેર કર્યો વીડિયો
Dhanashree Verma and Jos Buttler (PC: Dhanashree Verma)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 5:35 PM
Share

IPL ની 15મી સિઝનમાં ફાઇનલમાં પહોંચેલી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમના અનુભવી લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ની પત્ની ધનશ્રી વર્મા (Dhanashree Verma) નો એક ડાન્સ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં ધનશ્રી વર્મા પતિ યુઝવેન્દ્ર ચહલ અને રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર (Jos Buttler) ને ડાન્સ મૂવ્સ શીખવતી જોવા મળે છે. IPL ની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સ ભલે ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું હોય પરંતુ ઓરેન્જ અને પર્પલ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓનો કબજો હતો.

ધનશ્રી વર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ચહલ અને બટલર ધનશ્રી સાથે ડાન્સ કરતા જોવા મળે છે. થોડા સમય પછી બાજુ પર ઉભો રહીને ચહલ પત્ની ધનશ્રી અને બટલરના ડાન્સ મૂવ્સને ધ્યાનથી જોવાનું શરૂ કરે છે. બાદમાં બટલર ભારતીય સ્પિનર ​​ચહલના પ્રખ્યાત સ્ટેપનું પુનરાવર્તન કરતો જોવા મળે છે. ચહલ પણ બટલર સાથે સ્ટેપ કરતો જોવા મળે છે. ડાન્સ બાદ બટલર ચહલ અને ધનશ્રીને ગળે લગાવે છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને તેઓ કોમેન્ટ બોક્સમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા.

ધનશ્રીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘આ અમે છીએ. ઓરેન્જ અને પર્પલ વચ્ચે પિંક.’ આ વીડિયો પહેલા ધનશ્રીએ સોશિયલ મીડિયા પર બીજી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે બટલરની ખુબ પ્રશંસા કરી હતી. આ સાથે ધનશ્રીએ લખ્યું હતું કે, તે આ પળોને માણવા માંગે છે. IPL દરમિયાન ધનશ્રી વર્મા પોતાના પતિ ચહલને પ્રોત્સાહિત કરવા સ્ટેડિયમમાં દેખાતી હતી. તે પ્રખ્યાત કોરિયોગ્રાફર છે.

બટલરે 863 રન બનાવ્યા, ચહલે 27 વિકેટ ઝડપી

જોસ બટલરે IPL ની આ સિઝનમાં 17 મેચોમાં 149 થી વધુના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ 863 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે કુલ 4 સદી પણ ફટકારી હતી. આઈપીએલની એક જ સિઝનમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલામાં બટલરે RCB ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડની પણ બરાબરી કરી છે. બીજી તરફ ચહલે 17 મેચમાં 27 વિકેટ ઝડપી હતી. ચહલ IPLની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર સ્પિનર ​​બની ગયો છે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">