ગરુડ જેવી નજર અને ચિત્તા જેવી ચપળતાથી એડન માર્કરામે પકડયો શાનદાર કેચ, જુઓ વીડિયો

|

Feb 07, 2024 | 10:18 AM

ક્રિકેટમાં એકથી વધુ શાનદાર કેચ જોવા મળે છે. હાલમાં એક કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કેચએ વિરોધી ટીમની કમર તોડી નાખી હતી. તે સામેની ટીમને હાર તરફ ધકેલતું જોવા મળ્યુ.

ગરુડ જેવી નજર અને ચિત્તા જેવી ચપળતાથી એડન માર્કરામે પકડયો શાનદાર કેચ, જુઓ વીડિયો
Viral Video

Follow us on

તમે ક્રિકેટમાં ઘણા કેચ જોયા હશે પરંતુ એડન માર્કરામ જેવો કેચ તમે ક્યારેય નહીં જોયો હોય. ગરુડ જેવી નજર અને ચિત્તા જેવી ચપળતાનું ઉજ્જવળ ઉદાહરણ દર્શાવતા સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપના કેપ્ટને 6 જાન્યુઆરીએ ડરબન સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં આ કેચ લીધો હતો. ત્યારબાદ મેદાનમાં લગાવવામાં આવેલા કેમેરાએ તે અદ્ભુત ક્ષણને કેદ કરી લીધી, જે હવે આખી દુનિયાની સામે છે.

એડન માર્કરામનો આ કેચ વિરોધીની કમર તોડી નાખનારો હતો. તેની બેટિંગ મુશ્કેલીમાં પુરવાર થઈ હતી. કારણ કે, તે મેચના તે નિર્ણાયક તબક્કે પકડાયો હતો, જ્યાં ડરબન સુપર જાયન્ટ્સ માટે વધુ વિકેટ ગુમાવવાનો કોઈ અવકાશ નહોતો. પરંતુ, સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપના કેપ્ટને આશ્ચર્યજનક કેચ લઈને આખી મેચ બદલી નાખી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ કેચ જોઈને તમે ચોંકી ગયા ક્રિકેટ ફેન્સ

 


એઇડન માર્કરામના હાથે કેચ પકડાયેલો બેટ્સમેન જેજે સ્મટ્સ હતો, હા એ જ જે ડરબન સુપર જાયન્ટ્સનો આધાર હતો. તે ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર વચ્ચે મજબૂત કડી હતો. પરંતુ, માર્કરામની ગરુડ જેવી દ્રષ્ટિ અને ચિત્તા જેવી ચપળતાએ એવો તાલમેલ બનાવ્યો કે વિરોધી ટીમને મોટો ઝટકો લાગ્યો.

કેપ્ટને મેચ ફેરવી દીધી!

ડરબન સુપર જાયન્ટ્સની ટીમ 158 રનના લક્ષ્યાંક સામે પહેલેથી જ સંઘર્ષ કરી રહી હતી, 13 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી.  13 રનના સમાન સ્કોર પર આ ત્રીજો મોટો ફટકો મેચમાં તેના પુનરાગમનના દરવાજા બંધ કરી દીધા. અને પછી જે થવાનું બાકી હતું તે થયું. ડરબન સુપર જાયન્ટ્સ મેચ હારી ગઈ હતી.

સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે ડરબન સુપર જાયન્ટ્સને 51 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું. પહેલા રમતા એડન માર્કરામની ટીમ સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. જવાબમાં ડરબન સુપર જાયન્ટ્સની ટીમ 109 રન જ બનાવી શકી હતી.

આ પણ વાંચો :  વીડિયો : એક બાઈક પર 20થી વધુ ગાદલા લાદીને નીકળ્યો બાહુબલી, દંગ રહી ગયા લોકો

Next Article