ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ચાલુ મેચમાં બદલ્યું બેટ, જે બાદ થયો મોટો હંગામો, જાણો કારણ

|

Mar 02, 2024 | 5:39 PM

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન ઉસ્માન ખ્વાજાનું બેટ બદલાવના કારણે ચર્ચાનો વિષય બન્યો છે. ખ્વાજાનું બેટ તુટી ગયું હતું જેના પછી તેણે બીજું બેટ મંગાવ્યું હતું પરંતુ પછી તે બેટ પરનું સ્ટીકર હટાવી દીધું હતું. જેના કારણે તેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડીએ ચાલુ મેચમાં બદલ્યું બેટ, જે બાદ થયો મોટો હંગામો, જાણો કારણ
Usman Khawaja Bat changed

Follow us on

ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વિવાદ થયો હતો. આ વિવાદ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ઉસ્માન ખ્વાજાના બેટને લઈને થયો હતો. મેચના ત્રીજા દિવસે શનિવારે જ્યારે ખ્વાજા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે પોતાના બેટ પરથી કબૂતર પક્ષીનું સ્ટીકર હટાવવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ દરમિયાન ખ્વાજાનું બેટ તૂટી ગયું હતું. આ પછી તેણે પોતાનું બેટ ચેન્જ કરાવ્યું. ખ્વાજા પાસે જે બેટ આવ્યું તેના પર પક્ષીનું સ્ટીકર હતું, જેને હટાવ્યા બાદ ખ્વાજાએ બેટિંગ શરૂ કરી હતી.

ખ્વાજાએ બેટ પરથી સ્ટીકર હટાવવું પડ્યું

વાસ્તવમાં, ICCએ ખ્વાજાને આમ કરવાની મનાઈ કરી છે. પાકિસ્તાન સામે રમાયેલી સિરીઝમાં ખ્વાજાએ ICC પાસે પરવાનગી માંગી હતી કે શું તે પોતાના બેટ પર કબૂતર પક્ષીનું સ્ટીકર લગાવી શકે છે. પરંતુ ICCએ તેને આ કરવાની મંજૂરી આપી ન હતી. ICCએ આને રાજકીય વિરોધ ગણાવ્યો હતો. ખ્વાજાએ ગાઝામાં યુદ્ધથી પીડિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાની પરવાનગી માંગી હતી. તેથી આઈસીસીએ તેને રાજકીય ગણાવીને મંજૂરી આપી ન હતી.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

નેટ સેશનમાં આ પ્રકારના બેટનો કરે છે ઉપયોગ

ICC ના ઈનકાર બાદ ખ્વાજા નેટ સેશનમાં આ પ્રકારના બેટનો ઉપયોગ કરી રહ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ નિક હોકલી અને ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સે ખ્વાજાને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તેને તેના વિચારો વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે. ખ્વાજાએ પાકિસ્તાન સામે રમાયેલી પ્રથમ મેચમાં કાળી પટ્ટી પહેરી હતી અને તેના કારણે તેને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેની પાછળનું કારણ ગાઝામાં થઈ રહેલો નરસંહાર હોવાનું પણ કહેવાયું હતું.

જૂતાના કારણે પણ થયો હતો વિવાદ

ખ્વાજાનો જન્મ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયો હતો. જેના કારણે આ વિવાદ વધુ વકર્યો હતો. પર્થમાં જ પાકિસ્તાન સામેની શ્રેણીમાં ખ્વાજાને જૂતા પહેરવાથી અટકાવવામાં આવ્યો હતો. આ જૂતા પર બે સંદેશા લખેલા હતા, જેમાં એક લખેલું હતું, બધા જીવ સમાન છે અને સ્વતંત્રતા એ માનવ અધિકાર છે.

માત્ર 28 રન બનાવીને આઉટ થયો ખ્વાજા

જોકે, ખ્વાજા આ ટેસ્ટ મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો ન હતો અને માત્ર 28 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ઈનિંગમાં પણ કંઈ ખાસ કરી શકી ન હતી. ટીમ માત્ર 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી નાથન લિયોને સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. જ્યારે કેમરૂન ગ્રીને 34 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ટ્રેવિસ હેડ 29 રન બનાવવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો : રિષભ પંત IPL રમશે કે નહીં? 5 માર્ચે આવશે મોટો નિર્ણય, સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article