અંડર 19 વર્લ્ડ કપમાં સુપર 6નું શેડ્યૂલ થયુ નક્કી, પાકિસ્તાન નહીં આ ટીમો સામે થશે ભારતની ટક્કર
સુપર સિક્સમાં ટીમ ઈન્ડિયાની મેચ ન્યૂઝીલેન્ડ અને નેપાળ સાથે રમાશે. સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. ભારતીય ટીમ બાંગ્લાદેશ, આયરલેન્ડ અને અમેરિકાની ટીમને હરાવીને સુપર સિક્સમાં પહોંચી છે.

આઈસીસી મેન્સ અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની લીગ મેચ પૂર્ણ થઈ છે. 30 જાન્યુઆરીથી આ ટૂર્નામેન્ટની સુપર 6ની મેચ શરુ થશે. 12 ટીમ સુપર સિક્સમાં પહોંચી છે. કુલ 4 ગ્રુપમાં ટોપ 3 ટીમ સુપર સિક્સમાં પહોંચી છે. સુપર સિક્સ બાદ નોકઆઉટ મેચ રમાશે.
સુપર સિક્સમાં ટીમ ઈન્ડિયાની મેચ ન્યૂઝીલેન્ડ અને નેપાળ સાથે રમાશે. સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. ભારતીય ટીમ બાંગ્લાદેશ, આયરલેન્ડ અને અમેરિકાની ટીમને હરાવીને સુપર સિક્સમાં પહોંચી છે.
Instagram પર આ પોસ્ટ જુઓ
ગ્રુપ એમાંથી ભારત, બાંગ્લાદેશ, આયરલેન્ડની ટીમ સુપર સિક્સમાંથી પહોંચી છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, અફઘાનિસ્તાન, નામીબિયા અને સ્કોટલેન્ડની ટીમ સુપર સિક્સમાં પહોંચી ન શકતા અંતિમ ચારના સ્થાન માટે પ્લે ઓફમાં રમશે.
સુપર સિક્સ ફોર્મેટ
સુપર સિક્સ તબક્કામાં ટીમો તેમના જૂથની ટીમો સામે બે મેચ રમશે જેઓ તેમના જૂથમાં ટોપ 3માં હતા. આનો અર્થ એ થયો કે ભારત (ગ્રૂપ Aમાં ટોચની ટીમ) ન્યુઝીલેન્ડ (ગ્રૂપ ડીમાં બીજા સ્થાને) અને નેપાળ (ગ્રુપ ડીમાં ત્રીજા સ્થાને) સામે ટકરાશે.બે સુપર સિક્સ ગ્રૂપમાંથી ટોચની બે ટીમો પછી સેમિફાઇનલ તબક્કામાં પ્રવેશ કરશે. બે સેમિફાઇનલ 6 અને 8 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. ફાઇનલ 11 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે, જેમાં ત્રણેય નોકઆઉટ રમતો બેનોનીમાં યોજાશે.
આ પણ વાંચો : એક સમયે મજબૂત દેખાતી ટીમ ઈન્ડિયા હૈદરાબાદમાં કેમ હારી? કોચે આપ્યો જવાબ