AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અન્ડર 19 એશિયા કપ: પહેલી મેચમાં ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, બે ગુજ્જુ ખેલાડીઓને મળ્યું પ્લેઈંગ 11માં સ્થાન

ACC U19 એશિયા કપ 2023નો આજથી દુબઈમાં પ્રારંભ થઈ ગયો છે. આ ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં ભારતનો સામનો અફઘાનિસ્તાન સામે છે. આજની મેચમાં ભારતે ટોસ જીત્યો હતો અને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમમાં પ્લેઈંગ 11 માં બે ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ડર 19 એશિયા કપ: પહેલી મેચમાં ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, બે ગુજ્જુ ખેલાડીઓને મળ્યું પ્લેઈંગ 11માં સ્થાન
ACC U19 world cup 2023
| Updated on: Dec 08, 2023 | 12:14 PM
Share

એશિયાના યુવા ખેલાડીઓ વચ્ચે આજથી દુબઈમાં ક્રિકેટનો જંગ શરૂ થઈ ગયો છે. ACC દ્વારા દુબઈમાં U19 એશિયા કપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શુક્રવારે બે મેચો રમાશે. પહેલી મેચ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જ્યારે બીજી મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે દુબઈમાં શરૂ થઈ ગઈ છે.

ભારતે જીત્યો ટોસ, અફઘાનિસ્તાન પહેલા કરશે બેટિંગ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અન્ડર 19 એશિયા કપની પહેલી મેચમાં ભારતના કેપ્ટન ઉદય સહારને ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અફઘાન ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારત અન્ડર 19 એશિયા કપમાં સૌથી વધુ વાર ચેમ્પિયન રહ્યું છે. આજની મેચમાં ભારત જીતવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન

અન્ડર 19 એશિયા કપની ભારતીય ટીમમાં ગુજરાતના કુલ ચાર ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં રાજકોટના બે જ્યારે નડિયાદ અને બીલીમોરાના એક ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે. રાજકોટના પ્રિયાંશુ મોલીયા અને અંશ ગોસાઈ જ્યારે નડિયાદના રૂદ્ર મયુર પટેલ અને બીલીમોરાના રાજ લીંબાણીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.

બે ગુજ્જુ ખેલાડીઓને પ્લેઈંગ-11માં

અન્ડર 19 એશિયા કપની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ 11માં બે ગુજરાતી ક્રિકેટરોને સામેલ કર્યા છે. રૂદ્ર મયુર પટેલ અને રાજ લીંબાણી આજની મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી રમી રહ્યા છે. જ્યારે પ્રિયાંશુ મોલીયા અને અંશ ગોસાઈને આજની મેચમાં પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું નથી. આગામી મેચમાં આ બંને ખેલાડીઓને પણ પ્લેઈંગ 11 માં સ્થાન મળી શકે છે.

ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11:

ઉદય સહારન (કેપ્ટન),આદર્શ સિંહ, અરશિન કુલકર્ણી, રૂદ્ર પટેલ, સચિન ધાસ, અરવેલી અવનીશ, સૌમી પાંડે, મુરુગન અભિષેક, રાજ લીંબાણી, નમન તિવારી, મુશીર ખાન

આ પણ વાંચો: પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદને તેની જ ટીમે છોડી દીધો, જાણો હવે કઈ ટીમ તરફથી રમશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">