AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tushar Deshpande in IPL: તુષાર દેશપાંડેના નામે શરમજનક રેકોર્ડ, એક સિઝનમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યો

Indian Premier League: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ બનેલો ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે આ સિઝનનો સૌથી મોંઘો બોલર સાબિત થયો છે. તુષારે આખી સિઝનમાં પોતાની બોલિંગમાં કુલ 564 રન આપ્યા હતા.

Tushar Deshpande in IPL: તુષાર દેશપાંડેના નામે શરમજનક રેકોર્ડ, એક સિઝનમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 3:05 PM
Share

IPLની 16મી સિઝનની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. આ દરમિયાન ચેન્નાઈ ટીમ તરફથી રમતા ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. તુષારે ગુજરાત સામેની ફાઈનલ મેચમાં પોતાની 4 ઓવરમાં 56 રન આપ્યા હતા.

તુષાર દેશપાંડે હવે IPL સિઝનમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ પ્રસિદ્ધ કૃષ્ણાના નામે હતો. કૃષ્ણાએ વર્ષ 2022ની સિઝનમાં પોતાની બોલિંગમાં કુલ 551 ​​રન આપ્યા હતા.આ યાદીમાં ત્રીજું સ્થાન કાગીસો રબાડાનું છે, જેણે 2020ની સિઝનમાં 548 રન આપ્યા હતા.

જો આ સિઝનનો રેકોર્ડ જોવામાં આવે તો ચેન્નાઈ ટીમનો ભાગ બનેલા તુષાર દેશપાંડેએ 16 મેચમાં 28.86ની એવરેજથી 21 વિકેટ ઝડપી છે. જો કે તે ચોક્કસપણે પોતાની ટીમ માટે ઘણો મોંઘો બોલર સાબિત થયો છે.

ગુજરાતે બનાવ્યો આઈપીએલ ફાઈનલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર

ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરતા આઈપીએલ ઈતિહાસમાં ફાઈનલમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ પહેલા આઈપીએલ ફાઈનલમાં વધુ રન બનાવવાનો રેકોર્ડ સનરાઈઝ હૈદરાબાદના નામે હતો. તેમણે 2016ની સીઝનમાં ફાઈનલમાં આરસીબી વિરુદ્ધ 207 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી આ મેચમાં રિદ્ધિમાન સાહાએ 54જ્યારે 21 વર્ષના ખેલાડી સાંઈ સુદર્શને 96 રનની ઈનિગ્સ રમી હતી.

IPL 2023 ની સિઝનને ધોનીએ જીતી લીધી છે. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વાર ચેમ્પિયન બનાવ્યુ છે. ધોનીની આગેવાનીમાં ચેન્નાઈએ હવે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. એટલે કે ટૂર્નામેન્ટની સૌથી શ્રેષ્ઠ ટીમ તરીકે બરાબરી કરી લીધી છે. ધોની માટે જે પ્રેમ IPL 2023 માં મળ્યો છે એ અપાર છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">