AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fastest Fifty : કમબેક મેચમાં જ ટ્રેવિસ હેડનો ધમાકો, ફટકારી વર્લ્ડ કપ 2023ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી

ધર્મશાળામાં વર્લ્ડ કપ 2023ની 27મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની ટક્કર થઈ. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમમાં સૌથી મોટો ફેરફાર કરતાં ઇજામાંથી પાંચ ફરેલા ટ્રેવિસ હેડને પ્લેઈંગ 11 માં સામેલ કર્યો હતો અને તેણે વોર્નર સાથે ઓપનિંગમાં ઉતાર્યો હતો, જે બાદ આ ખેલાડીએ ધમાલ મચાવી દીધી હતી.

Fastest Fifty : કમબેક મેચમાં જ ટ્રેવિસ હેડનો ધમાકો, ફટકારી વર્લ્ડ કપ 2023ની ફાસ્ટેસ્ટ ફિફ્ટી
Travis Head
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2023 | 1:20 PM
Share

ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે વર્લ્ડ કપ 2023માં આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ટ્રેવિસ હેડે ન્યુઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી અને ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી. સદી ફટકારવા પહેલા તેણે અર્ધસદી ફટકારી હતી અને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સાથે જ તેણે આ અર્ધસદીને સદીમાં પણ પરિવર્તિત કરી હતી અને ટીમને મજબૂત શરૂઆત આપવી હતી.

25 બોલમાં શાનદાર ફિફ્ટી ફટકારી

ટ્રેવિસ હેડે ન્યુઝીલેન્ડ સામે ફક્ત 25 બોલમાં દમદાર અર્ધસદી ફટકારી હતી અને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ટ્રેવિસ હેડ વર્લ્ડ કપ 2023માં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો હતો. ટ્રેવિસ હેડે કુસલ મેન્ડિસની આ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદીને રેકોર્ડને તોડ્યો હતો. આ વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો રહ્યો છે.

ઈજા બાદ જોરદાર કમબેક

ટ્રેવિસ હેડે ઈજાના કારણે વર્લ્ડ કપની પહેલી પાંચ મેચો ગુમાવી હતી. જોકે તેણે ઈજામાંથી સારવાર મેળવી સારી ફિટનેસ સાથે ટીમમાં કમબેક કર્યું હતું અને ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયન ટીમમાં પ્લેઈંગ 11 માં તક મળતાની સાથે જ ધમાકો મચાવ્યો હતો. તેણે 25 બોલમાં આ વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી, સાથે જ પોતાની પ્રથમ વર્લ્ડ કપ સદી પણ પૂર્ણ કરી હતી. ટ્રેવિસ હેડે વર્લ્ડ કપ 2023માં ધમાકેદાર એન્ટ્રી કરી છે.

વર્લ્ડ કપમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ટોપ-4 બેટ્સમેન

ટ્રેવિસ હેડની 25 બોલમાં ફિફ્ટી વનડે વર્લ્ડ કપ 2023ની સૌથી ઝડપી ફિફ્ટીમાં ટોપ પર છે. આ લિસ્ટમાં ટોપ-4 માં ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સામેલ છે. ટ્રેવિસ સિવાય ડેવિડ વોર્નરે 25 બોલમાં અને ગ્લેન મેક્સવેલએ 27 બોલમાં આ વર્લ્ડ કપમાં સદી ફટકારી છે. આ લિસ્ટમાં એકમાત્ર નોન-ઓસ્ટ્રેલિયન ખેલાડી શ્રીલંકાનો કુસલ મેન્ડિસ છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">