AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup Qualifiers : 35 વર્ષની ઉંમરે પ્રથમ ODI સદી ફટકારી આ ખેલાડીએ કરી કમાલ

શ્રીલંકન ઓપનરે 35 વર્ષની ઉંમરે વનડે ક્રિકેટમાં પહેલી સદી ફટકારી રેકોર્ડ બનાવ્યો હતો. સાથે જ તેણે આયર્લેન્ડ સામે તમામ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનું કીર્તિમાન પણ હાંસલ કર્યું હતું.

ODI World Cup Qualifiers : 35 વર્ષની ઉંમરે પ્રથમ ODI સદી ફટકારી આ ખેલાડીએ કરી કમાલ
Dimuth Karunaratne
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 6:17 PM
Share

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલ વનડે વર્લ્ડ કપ 2023ના ક્વોલિફાયર રાઉન્ડમાં શ્રીલંકા અને આયર્લેન્ડ સામેની મેચમાં શ્રીલંકન ખેલાડી દિમુથ કરુણારત્નેએ શાનદાર સદી ફટકારી હતી. આ તેની વનડે કારકિર્દીની સૌપ્રથમ સદી હતી. કરુણારત્નેએ આ સદી ફટકારવાની સાથે અન્ય બે રેકોર્ડ પણ પોતાને નામ કર્યા હતા. દિમુથ 103 બોલમાં 103 રન બનાવીને આઉટ થયો હતો.

35 વર્ષની ઉંમરે પ્રથમ ODI સદી

દિમુથ કરુણારત્ને તેની પહેલી વનડે સદી 35 વર્ષની ઉંમરે ફટકારવામાં સફળ રહ્યો હતો. તેણે પહેલી વનડે સેન્ચુરી માટે 12 વર્ષ રાહ જોવી પડી હતી. કરુણારત્નેએ 9 જુલાઈ 2011ના રોજ ઈંગ્લેન્ડ સામે વનડે કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેક 12 વર્ષ બાદ તેણે પહેલી વનડે સદી ફટકારી હતી. દિમુથ કરુણારત્નેએ 40મી વનડેમાં સદી બનાવી હતી.

ODIમાં એક હજાર રન કર્યા પૂર્ણ

દિમુથ કરુણારત્નેએ આયર્લેન્ડ સામે સદી ફટકારવાની સાથે જ વનડેમાં 1000 રન પણ પૂર્ણ કરી લીધા હતા. આવું કરનાર તે 35મો શ્રીલંકન બેટ્સમેન બની ગયો હતો. 40મી વનડેની 36મી ઇનિંગમાં તે હજાર રન પૂરા કરવામાં સફળ રહ્યો હતો. સાથે જ શ્રીલંકા માટે દર વર્ષે ODIમાં 50 થી વધુ રન બનાવનર ખેલાડીના લિસ્ટમાં દિમુથનું નામ સામેલ થઈ ગયું છે. કરુણારત્નેએ વનડેમાં અત્યારસુધી 10 અર્ધસદી પણ ફટકારી છે.

ODIમાં શ્રીલંકા માટે સૌથી મોટી ભાગીદારી

શ્રીલંકા તરફથી પ્રથમ બેટિંગ કરતી વખતે ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાન્કાએ 20 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી દિમુથ કરુણારત્ને અને સદીરા સમરવિક્રમાએ ટીમનો દાવ સંભાળ્યો હતો અને બંને વચ્ચે 160થી વધુ રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી શ્રીલંકા માટે ODIમાં સૌથી મોટી ભાગીદારી છે.

આ પણ વાંચોઃ Roger Binny family Tree: દીકરો ક્રિકેટર, વહુ સ્પોર્ટસ એન્કર, આવો છે BCCIના પ્રમુખ રોજર બિન્નીનો પરિવાર

આયર્લેન્ડ સામે ત્રીજી સદી

કરુણારત્ને આયર્લેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. દિમુથ કરુણારત્ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આયર્લેન્ડ સામે ત્રણ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલામાં સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી.

આયર્લેન્ડને જીતવા 326 રનનો ટાર્ગેટ

વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં શ્રીલંકા સામે આયર્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને શ્રીલંકાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાએ ઓપનર દિમુથ કરુણારત્નેની શાનદાર સદી અને સમરવિક્રમાના 82 રનની મદદથી 325 રન બનાવ્યા હતા અને આયર્લેન્ડને જીતવા 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">