AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એશિયા કપમાં કે.એલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવા અંગે રવિ શાસ્ત્રીનું ચોંકાવનારું નિવેદન

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ એક નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે જો કેએલ રાહુલને એશિયા કપ માટે પસંદ કરવામાં આવે છે તો તેને પ્લેઈંગ ઈલેવનમાં તક ન મળવી જોઈએ. રાહુલનું વનડેમાં શાનદાર પ્રદર્શન, છતાં રવિ શાસ્ત્રીએ આવું કેમ કહ્યું? અહીં જાણો.

એશિયા કપમાં કે.એલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવા અંગે રવિ શાસ્ત્રીનું ચોંકાવનારું નિવેદન
Ravi Shastri & KL Rahul
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 1:19 PM
Share

ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી તેમની કોમેન્ટ્રી સિવાય વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ હવે કેએલ રાહુલ પર મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે એશિયા કપમાં કેએલ રાહુલ (KL Rahul)ને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવો યોગ્ય નિર્ણય નહીં હોય.

કેએલ રાહુલ માટે શાસ્ત્રીએ શું કહ્યું?

રવિ શાસ્ત્રીનું આ નિવેદન ઘણું ચોંકાવનારું છે કારણ કે કેએલ રાહુલ ODI ફોર્મેટમાં શાનદાર રમે છે. ખાસ કરીને નંબર 4 અને નંબર 5 પર કેએલ રાહુલનો રેકોર્ડ સારો છે, પરંતુ તેમ છતાં રવિ શાસ્ત્રી કહી રહ્યા છે કે એશિયા કપની શરૂઆતની મેચોમાં રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવો યોગ્ય નહીં હોય.

રાહુલને પ્લેઇંગ 11માં રમાડવું કે નહીં?

સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે જો તમે કેએલ રાહુલની વાત કરો તો તે હાલમાં વધારે રમ્યો નથી અને તે ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. જો તમે તેને એશિયા કપની પ્લેઈંગ ઈલેવનમાં જોશો તો તમને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ વધી જશે અને તમે એમ પણ કહો છો કે તે વિકેટ કિપિંગ પણ કરશે. શાસ્ત્રીએ કહ્યું કે જ્યારે કોઈ ખેલાડી ઈજામાંથી પરત આવે છે ત્યારે તેની ફિટનેસ અને ફોર્મ પહેલા જેવી હોતી નથી.

રાહુલ નહીં રમે તો શું થશે?

હવે સવાલ એ છે કે રાહુલને પ્લેઈંગ ઈલેવનમાં નહીં રાખવામાં આવે તો શું થશે? કેએલ રાહુલ 5માં નંબર પર બેટિંગ કરે છે અને જો તે વિકેટકીપિંગ પણ કરશે તો ટીમ ઈન્ડિયાની તાકાત વધી જશે. રાહુલના ટીમમાં હોવાથી ટીમ કોમ્બીનેશનમાં સંતુલન રહે છે. હવે જો રાહુલ નહીં રમે તો 5માં નંબર પર કોણ રમશે તેનો જવાબ જાણવો મુશ્કેલ હશે. આ સ્થાન પર રમવા માટે સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ જેવા નામો છે, પરંતુ હાલના પ્રદર્શનને જોતા આ બેટ્સમેનો પર કદાચ રાહુલ જેટલો વિશ્વાસ રાખી શકાય નહીં વિશ્વાસ.

આ પણ વાંચો : પાકિસ્તાનના 15 ખેલાડીઓએ તોડ્યો નિયમ, પૂછ્યા વગર જ કરવા લાગ્યા આ કામ, PCBએ માંગ્યો જવાબ

રાહુલ પ્રેક્ટિસ મેચ રમી રહ્યો છે

તમને જણાવી દઈએ કે કેએલ રાહુલ હાલમાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. રાહુલની જાંઘમાં ઈજા થઈ હતી અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. હાલમાં તેને 50 ઓવરની પ્રેક્ટિસ મેચોમાં રમી રહ્યો છે અને તે વિકેટકીપિંગ પણ કરી રહ્યો છે. પ્રેક્ટિસ મેચોની કસોટી પાસ કર્યા બાદ જ રાહુલ એશિયા કપની ટીમમાં સ્થાન મેળવી શકશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">