The Hundred: 7 રનમાં 5 વિકેટ ઝડપી મહિલા ખેલાડીએ બનાવ્યો નવો રેકોર્ડ, જુઓ Video

'ધ હંડ્રેડ'માં 29 વર્ષીય મહિલા સ્પિનરે દમદાર બોલિંગ પ્રદર્શન કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો. ઈંગ્લેન્ડની બોલરે પાંચ વિકેટ ઝડપી 100 બોલ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

The Hundred: 7 રનમાં 5 વિકેટ ઝડપી મહિલા ખેલાડીએ બનાવ્યો નવો રેકોર્ડ, જુઓ Video
The Hundred
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 9:24 AM

‘ધ હંડ્રેડ’ (The Hundred) એટલે 100 બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ જે ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. 7મી ઓગસ્ટે આ ટૂર્નામેન્ટની મહિલા એડિશનમાં એક નવો રેકોર્ડ સર્જાયો હતો. આવું પહેલીવાર બન્યું જ્યારે કોઈ બોલરે ધ હંડ્રેડમાં 5 વિકેટ લેવાનું કારનામું કર્યું હોય અને, જેણે આ અદ્ભુત કામ કર્યું તે ઇંગ્લેન્ડની રાઇટ આર્મ સ્પિનર ​​ફારિથા મોરિસ (Fi Morris) હતી. આ 29 વર્ષીય સ્પિનરના બોલ ‘ધ હન્ડ્રેડ’ની પિચ પર એવી રીતે ફર્યા કે બેટ્સમેનો બેટિંગ કરવાનું જ ભૂલી ગયા.

ફારિથા મોરિસની દમદાર બોલિંગ

આ મેચ માન્ચેસ્ટર ઓરિજિનલ અને બર્મિંગહામ ફોનિક્સની મહિલા ટીમો વચ્ચે હતી. આ મેચમાં ફારિથા મોરિસ માન્ચેસ્ટર ઓરિજિનલ તરફથી રમી રહી હતી. મેચમાં પ્રથમ બેટિંગ બર્મિંગહામની હતી, તેથી મોરિસને જલ્દી બોલ પર પ્રભુત્વ મેળવવાનો મોકો મળ્યો.બર્મિંગહામે જે રીતે રમતની શરૂઆત કરી હતી, તેઓ તેને જાળવી શક્યા નહોતા. તેમણે સતત વિકેટ ગુમાવી હતી. જેની પાછળનું કારણ ફારિથા મોરિસ હતી. મોરિસે બર્મિંગહામના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધું હતું.

16 બોલ, 7 રન, 5 વિકેટ

ફારિથા મોરિસે મેચમાં એક પછી એક બર્મિંગહામના 5 બેટ્સમેનોનો શિકાર કર્યો હતો. અને તેણે આ પાંચ વિકેટ માત્ર 16 બોલમાં લીધી હતી. આ દરમિયાન તેણે 11 ડોટ બોલ ફેંક્યા, જ્યારે માત્ર 7 રન આપ્યા. આ મજબૂત પ્રદર્શન સાથે મોરિસે મહિલા ધ હન્ડ્રેડમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. મહિલા ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં 5 વિકેટ લેનારી તે પ્રથમ ખેલાડી બની હતી.

આ પણ વાંચોઃ શ્રીલંકામાં બાબર આઝમે ફટકારી સદી, 176ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા રન

મોરિસ ‘પ્લેયર ઓફ ધ મેચ’ બની

મોરિસના આ શાનદાર પ્રદર્શનની અસર એ થઈ કે બર્મિંગહામની ટીમ માત્ર 87 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. તે પૂરા 100 બોલ પણ રમી શકી નહોતી. હવે માન્ચેસ્ટર ઓરિજિનલ્સની સામે 88 રનનો ટાર્ગેટ હતો. જોકે, તેનો પીછો કરવો તેના માટે પણ આસાન રહ્યો નહીં. માન્ચેસ્ટરે 99માં બોલ પર જઈને આ લક્ષ્યાંક હાંસલ કર્યો અને આ દરમિયાન 5 વિકેટ પણ ગુમાવી દીધી. મોરિસને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">