AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: રોહિત શર્માની પાછળ પડ્યો કેમેરામેન, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન થયો ગુસ્સે, જુઓ Video

એશિયા કપમાં ભારતની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ મેચ શરૂ થયાના થોડા સમય બાદ વરસાદ પડ્યો અને પછી મેચ રોકવી પડી. આ દરમિયાન રોહિત કેમેરામેનથી નારાજ જોવા મળ્યો હતો અને તેને ખાસ સૂચના આપતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Asia Cup 2023: રોહિત શર્માની પાછળ પડ્યો કેમેરામેન, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન થયો ગુસ્સે, જુઓ Video
Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 11:39 AM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. આખી દુનિયાની નજર આ મેચ પર ટકેલી છે. એશિયા કપ 2023 (Asia Cup 2023)માં શનિવારે આ બંને ટીમો આમને-સામને હતી. આ મેચમાં વરસાદ વિલન બન્યો હતો અને પલ્લેકેલેમાં રમાઈ રહેલી આ મેચની શરૂઆત પહેલા વરસાદ (Rain) પડ્યો હતો. આ પછી, જ્યારે પ્રથમ દાવની પાંચમી ઓવર ફેંકવામાં આવી રહી હતી, ત્યારે પણ વરસાદ પડ્યો હતો અને બ્રેક દરમિયાન રોહિત શર્મા (Rohit Sharma) કેમેરાથી બચતો જોવા મળ્યો હતો.

વરસાદના કારણે મેચ રોકવામાં આવી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શુભમન ગિલ સાથે ઈનિંગ્સની શરૂઆત કરવા આવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી. ઈનિંગની પાંચમી ઓવર ચાલી રહી હતી અને માત્ર બે બોલ ફેંકાયા હતા, ત્યારે વરસાદ પડ્યો અને મેચ અટકાવી દેવામાં આવી.

રોહિતે કેમેરા બંધ કરવા ક્હ્યું

વરસાદના કારણે મેચ બંધ થઈ ત્યારે રોહિત શર્મા ડગઆઉટમાં બેસીને પોતાના સાથી ખેલાડીઓ સાથે વાત કરી રહ્યો હતો. વરસાદ બંધ થઈ ગયો હતો અને રોહિત-ગિલ હેલ્મેટ પહેરી ચૂક્યા હતા. આ દરમિયાન કેમેરામેનની નજર રોહિત પર પડી હતી. તે કેમેરા સાથે તેની પાસે ઉભો હતો અને તેનું શૂટિંગ કરી રહ્યો હતો. પરંતુ રોહિતને આ પસંદ ન હતું. તેણે કેમેરામેનને કેમેરા હટાવવા કહ્યું. રોહિતનો આ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કેમેરામેનને કેમેરા હટાવવા માટે કહી રહ્યો છે.

આ પણ વાંચો : World Cup 2023: વર્લ્ડ કપ માટે આજે થઈ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા-દ્રવિડ-અગરકરની સૌથી મોટી કસોટી

ભારતનો ટોપ ઓર્ડર ફ્લોપ સાબિત થયો

આ મેચમાં એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ભારતીય ટીમના બેટ્સમેનો પાકિસ્તાનના તોફાની ફાસ્ટ બોલિંગ આક્રમણનો સામનો કરશે. પરંતુ શાહીન શાહ આફ્રિદીએ ભારતીય બેટિંગને હલાવી દીધી હતી. તેણે પહેલા રોહિતને પોતાનો શિકાર બનાવ્યો. રોહિત પાંચમી ઓવરના છેલ્લા બોલ પર શાહીનના હાથે બોલ્ડ થયો હતો. આ પછી શાહિને કોહલીને પણ બોલ્ડ કર્યો હતો. હરિસ રઉફે શ્રેયસ અય્યરને પોતાનો શિકાર બનાવ્યો.રોહિતે 11 રન બનાવ્યા. કોહલી માત્ર ચાર રન બનાવી શક્યો હતો. અય્યરે 14 રન બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">