23 વર્ષીય ખેલાડીએ વિવ રિચર્ડ્સની અપાવી યાદ, હવે પિતાની જેમ રમશે વર્લ્ડ કપ
નેધરલેન્ડ્સે વર્લ્ડ કપ ક્વોલિફાયર્સની તેની છેલ્લી મેચમાં સ્કોટલેન્ડને 4 વિકેટથી હરાવ્યું અને વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય કરવામાં સફળ રહ્યું હતું, જેમાં બાઈસ ડેલિડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
નેધરલેન્ડની ક્રિકેટ ટીમ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. નેધરલેન્ડે વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સ્કોટલેન્ડને 4 વિકેટથી હરાવીને ભારતની ટિકિટ બુક કરી હતી. નેધરલેન્ડની જીતનો સ્ટાર બાસ ડેલિડા હતો, જેણે બોલ અને બેટથી કમાલ કરી હતી.
બેટિંગમાં સદી, બોલિંગમાં પાંચ વિકેટ
23 વર્ષીય બાઈસ ડેલિડાએ સ્કોટલેન્ડ સામે પ્રથમ બોલિંગમાં 10 ઓવરમાં 52 રન આપીને 5 વિકેટ લીધી હતી. ત્યારબાદ વિસ્ફોટક સદી ફટકારીને ટીમને યાદગાર જીત અપાવી હતી. તેણે માત્ર 92 બોલમાં 123 રન બનાવ્યા હતા.
Five-wicket haul ✅ Match-winning hundred ✅ Place in #CWC23 booked ✅
Bas de Leede’s @aramco #POTM performance in #SCOvNED will be remembered for years 💥 pic.twitter.com/Ohuz6dAXaY
— ICC (@ICC) July 6, 2023
વિવ રિચર્ડ્સે કર્યો હતો કમાલ
આ રીતે ડેલિડા આવું કરનાર માત્ર ચોથો પુરૂષ ક્રિકેટર બન્યો હતો. વનડેમાં સદી અને પાંચ વિકેટ લેવાનો ચમત્કાર સૌથી પહેલા વિન્ડીઝના મહાન ક્રિકેટર વિવ રિચર્ડ્સે કર્યો હતો. રિચર્ડ્સે વર્ષ 1987માં ન્યુઝીલેન્ડ સામે 119 રન બનાવ્યા હતા અને 5 વિકેટ લીધી હતી.
પોલ કોલિંગવુડે 2005નો કમાલ
વિવ રિચર્ડ્સ પછી ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પોલ કોલિંગવુડે વર્ષ 2005માં બાંગ્લાદેશ સામે આ કારનામું કર્યું હતું. તેણે 112 રન બનાવ્યા હતા અને 6 વિકેટ પણ લીધી હતી.
What a performance!
Bas de Leede becomes the fourth player to score a century and take five wickets in an ODI after Viv Richards, Paul Collingwood and Rohan Mustafa! #CWC23 #CWC23Qualifiers pic.twitter.com/NKRt8CCZVs
— cricket.com.au (@cricketcomau) July 6, 2023
2017માં રોહન મુસ્તફાનો મેજિક
ડેલિડા પહેલા આ યાદીમાં ત્રીજું નામ યુએઈના ઓલરાઉન્ડર રોહન મુસ્તફાનું હતું. વર્ષ 2017માં મુસ્તફાએ પાપુઆ ન્યુ ગિની સામે 109 રન ફટકારીને 5 વિકેટ પોતાને નામ કરી હતી.
આ પણ વાંચો : IND vs WI : પ્રેક્ટિસ મેચમાં યશસ્વી જયસ્વાલની ફિફ્ટી, રોહિત શર્માએ કરી લાંબી બેટિંગ
પિતાએ 2003ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો
હવે ડેલિડાએ આ સિદ્ધિ હાંસલ કરી છે. આટલું જ નહીં, બાઈસ તેના પિતા ટિમ ડેલિડાની જેમ ODI વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. તેના પિતાએ બરાબર 20 વર્ષ પહેલા વર્ષ 2003ના વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.