Breaking News: ODI World Cup Qualifierમાં સ્કોટલેન્ડને હરાવી નેધરલેન્ડ વર્લ્ડ કપમાં થયું ક્વોલિફાય
ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023માં ક્વોલિફાય થનાર તમામ 10 ટીમો નક્કી થઈ ગઈ છે. આજે યોજાયેલ સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેના મુકાબલામાં નેધરલેન્ડે સ્કોટલેન્ડને 4 વિકેટે હરાવી વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી લીધું છે, જ્યારે સ્કોટલેન્ડનું વર્લ્ડ કપ રમવાનું સપનું અધૂરું રહી ગયું છે.
ઝીમ્બાબ્વેમાં ચાલી રહેલ વર્લ્ડ કપ ક્વોલિફાયર રાઉન્ડમાં આજે મહત્વપૂર્ણ મુકાબલામાં નેધરલેન્ડે સ્કોટલેન્ડને હરાવી વર્લ્ડ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. નેધરલેન્ડ વર્લ્ડ કપમાં ક્વોલિફાય થનાર દસમી અને અંતિમ ટીમ બની હતી. નેધરલેન્ડ હવે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાં અન્ય નવ ટીમો સામે મેચો રમશે.
સ્કોટલેન્ડનું સપનું અધૂરું રહી ગયું
નેધરલેન્ડ સામે 4 વિકેટથી મળેલ હાર બાદ સ્કોટલેન્ડનું વર્લ્ડ કપમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. સ્કોટલેન્ડ પાસે આ વર્ષે વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાનો ગોલ્ડન ચાન્સ હતો, જે તેમણે આજે ગુમાવાયો હતો. આ મેચ બાદ નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ બંને ટીમોના સમાન પોઈન્ટ થયા હતા, પરંતુ રનરેટના આધારે નેધરલેન્ડ ક્વોલિફાય થયું હતું અને સ્કોટલેન્ડ વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેંકાયું હતું.
Hello, #CWC23 🇳🇱😍 pic.twitter.com/jGYdAmruv0
— ICC (@ICC) July 6, 2023
ફાઇનલમાં શ્રીલંકા vs નેધરલેન્ડ
આ જીત સાથે નેધરલેન્ડ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવાની સાથે ક્વોલિફાયર 2023ની ફાઇનલમાં પણ પહોંચી ગયું છે. ફાઇનલમાં નેધરલેન્ડનો સામનો સૂપર સિકસ રાઉન્ડમાંથી પહેલા જ ક્વોલિફાય કરી ચૂકેલ શ્રીલંકા સામે થશે. આ ફાઇનલ મુકાબલો 9 જુલાઇ રવિવારે ઝીમ્બાબ્વેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાશે.
WHAT. A. GAME 🤯
Bas de Leede produces an all-round performance for the ages to take Netherlands to #CWC23 🌟#SCOvNED: https://t.co/d9Ke8xmAoU pic.twitter.com/SqLzIofgMe
— ICC (@ICC) July 6, 2023
મહત્વપૂર્ણ મુકાબલો
સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેના મહત્વના મુકાબલામાં નેધરલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી અને સ્કોટલેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આ મુકાબલો બંને ટીમો વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ હતો કારણકે મેચ પહેલા સ્કોટલેન્ડના 6 પોઈન્ટ હતા જ્યારે નેધરલેન્ડના 4 પોઈન્ટ હતા અને બંને ટીમોને વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવા જીતની જરૂર હતી.
આ પણ વાંચો : 100મી ટેસ્ટ રમવા મેદાનમાં ઉતરતા જ સ્ટીવ સ્મિથે તોડ્યો સચિન-લારાનો રેકોર્ડ
Five-wicket haul ✅ Match-winning hundred ✅ Place in #CWC23 booked ✅
Bas de Leede’s @aramco #POTM performance in #SCOvNED will be remembered for years 💥 pic.twitter.com/Ohuz6dAXaY
— ICC (@ICC) July 6, 2023
બાઈસ ડેલિડાનું શાનદાર પ્રદર્શન
પહેલા બેટિંગ કરતા સ્કોટલેન્ડે બ્રાન્ડોન મેકમુલનની સદીની મદદથી 9 વિકેટ ગુમાવી 277 રન બનાવ્યા હતા અને નેધરલેન્ડને જીતવા 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. નેધરલેન્ડે 42.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવી આ ટાર્ગેટ હાંસલ કરી લીધી હતો. નેધરલેન્ડની જીતનો હીરો બાઈસ ડેલિડા રહ્યો હતો, જેણે સ્કોટલેન્ડની પાંચ વિકેટ ઝડપવાની સાથે નેધરલેન્ડ તરફથી શાનદાર સદી પણ ફટકારી હતી અને ટીમને વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરાવ્યું હતું.