AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: પાકિસ્તાન સામે ભારતની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે, જાણો કોણ છે લિસ્ટમાં

આવતીકાલથી એશિયા કપ શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ 6 ટીમો ભાગ લેશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા પર બધાની નજર રહેશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં કોણ હશે તેને લઈ ચર્ચા શરૂ થઈ છે.

Asia Cup 2023: પાકિસ્તાન સામે ભારતની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે, જાણો કોણ છે લિસ્ટમાં
Team India
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 12:01 PM
Share

એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. તમામ તૈયારીઓ બાદ પણ ટ્રોફી જીતવા માટે પ્લેઇંગ ઇલેવન (Playing 11) માં બેલેન્સ હોવું જરૂરી છે. એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં યોજાશે. બંને ટીમોએ એશિયા કપ પહેલા અન્ય દેશો સામે સીરિઝ જીતી છે. ભારતે આયર્લેન્ડ સામે તો પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે જીત મેળવી છે, એવામાં બંને ટીમોનો આત્મવિશ્વાસ વધ્યો છે, એટલે ભારત (Team India) અને પાકિસ્તાન વચ્ચે ‘કાંટે કી ટક્કર’ જોવા મળશે.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 ?

જો કેપ્ટન રોહિત શર્મા પોતાના 11 ખેલાડીઓને યોગ્ય રીતે પસંદ કરે તો પાકિસ્તાનને હરાવી શકાય છે. તેને હરાવવાથી ભારતનું મનોબળ વધશે, જે આગળની મેચો જીતવામાં ઉપયોગી થશે. પરંતુ, મોટો પ્રશ્ન એ છે કે તે 11 ખેલાડીઓ કોણ હશે? પાકિસ્તાન સામેની ભારતની પ્લેઈંગ ઈલેવન માટે કયા ખેલાડીઓ રમશે? ચાલો તે 11 ખેલાડીઓ પર એક નજર કરીએ, જે પાકિસ્તાન સામે મજબૂત પ્લેઈંગ ઈલેવનમાં રમી શકે છે.

ટોપ 4માં આ બેટ્સમેનોનું રમવું લગભગ નક્કી

બેંગલુરુના કેમ્પમાં ટ્રેનિંગમાં જે જોવા મળ્યું છે એ જોતા લાગે છે કે કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગની જવાબદારી પોતાના ખભા પર રાખવા માંગશે. તેના સિવાય ગિલ ટીમનો બીજો ઓપનર બની શકે છે. આ પછી વિરાટ કોહલી ત્રીજા ક્રમે રમી શકે છે. જ્યારે શ્રેયસ અય્યરનું ચોથા નંબર પર રમવું પણ લગભગ નિશ્ચિત છે.

5માં નંબર પર રાહુલ – ઈશાન વચ્ચે સ્પર્ધા

જો ટોપ 4 બેટ્સમેન પછી 5માં નંબર પર ફિટ થઈ જાય તો કેએલ રાહુલ રમતો જોવા મળી શકે છે. જો તે ફિટ ન હોય તો સંભવતઃ ઈશાન કિશન તે પોઝિશન પર રમતો જોવા મળી શકે છે. છઠ્ઠું સ્થાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું રહેશે.

પાકિસ્તાન સામે આવશે આ બોલરો!

જો બોલિંગની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સ્પિનની કમાન સંભાળતા જોવા મળશે. તો બીજી તરફ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગની જવાબદારી નિભાવી શકે છે. તેથી એકંદરે આવી ટીમ પાકિસ્તાન સામે રમતી જોવા મળી શકે છે.

આ પણ વાંચો : National Sports Day 2023: PM મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી

પાકિસ્તાન સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ/ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">