Viral: ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતશે, કેપ્ટન રોહિત શર્માનો દાવો, જુઓ Video
ભારતે 2018માં છેલ્લી વખત એશિયા કપ જીત્યો હતો અને તે સમયે પણ આ ટૂર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાઈ હતી. આ વખતે પણ આ ટૂર્નામેન્ટ 50 ઓવરની હશે, જેને રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા જીતવા માટે પૂરેપૂરો પ્રયાસ કરશે અને રોહિતે તેના વિશે સંપૂર્ણ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
આવનારા કેટલાક મહિના ભારતીય ક્રિકેટ ટીમ (Team India) માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયાએ આ દરમિયાન મોટી ટુર્નામેન્ટ રમવાની છે. તેની શરૂઆત 30 ઓગસ્ટથી એશિયા કપ (Asia Cup 2023)થી થઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ વખતે એશિયા કપનો ખિતાબ જીતવાનો પૂરો પ્રયાસ કરશે, જેનાથી ટીમમાં ODI વર્લ્ડ કપ (World Cup 2023) જીતવાનો આત્મવિશ્વાસ વધશે.
રોહિતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
એશિયા કપ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે અને રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ વખતે ટાઈટલ જીતવા માટે ઉત્સાહિત છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર રોહિતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એશિયા કપ જીતવાની વાત કરી રહ્યો છે.
એશિયા કપ માટે 17 સભ્યોની ટીમ જાહેર
રોહિત શર્મા અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે સોમવારે ટીમની જાહેરાત કરી હતી. બંનેએ નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને ટીમની જાહેરાત કરી હતી. એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે.
Rohit Sharma said,” Jeetenge Bhai jeetenge. ❤️..!!
We are super excited Ro #RohitSharma #AsiaCup2023 pic.twitter.com/qVwZ7D5JQI
— Neha Dubey Rohit 45_fangirl (@NehaDubey152049) August 23, 2023
રોહિત શર્માએ એશિયા કપ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
હાલમાં રોહિતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિત એરપોર્ટની અંદર જઈ રહ્યો છે અને ફેન તેને કહે છે કે રોહિત સર એશિયા કપનું શું? આ જોઈને રોહિત હસી પડે છે અને પછી ફેન્સ બોલ્યો જય હિંદ. આના પર રોહિત પૂરા આત્મવિશ્વાસ સાથે કહે છે, ‘જીતેંગે, જીતેંગે’. આટલું કહીને રોહિત અંદર જાય છે. ભારતે છેલ્લે 2018માં એશિયા કપ જીત્યો હતો. ત્યારે પણ આ ટુર્નામેન્ટ ODI ફોર્મેટમાં રમાઈ હતી. આ પછી, જ્યારે 2022માં એશિયા કપ T20 ફોર્મેટમાં રમાયો હતો, ત્યારે શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને જીત મેળવી હતી.
આ પણ વાંચો : IND vs PAK: એશિયા કપમાં ભારત-પાકિસ્તાનનો ટોપ ઓર્ડર નક્કી કરશે ટીમની જીત, જાણો કોણ કોના પર પડશે ભારે ?
ભારતે સૌથી વધુ એશિયા કપ જીત્યો
ભારત એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત એશિયા કપ જીત્યો છે. ભારત આ ટૂર્નામેન્ટ સાત વખત જીત્યું છે. ભારતે પ્રથમ વખત 1984માં આ ટુર્નામેન્ટ જીતી હતી. એશિયા કપ આ વર્ષથી જ શરૂ થયો હતો. આ પછી ભારતે 1988, 1990 અને 1995માં સતત ત્રણ વખત એશિયા કપ જીત્યો હતો. ત્યારબાદ જો કે, ભારતને આગામી એશિયા કપ જીતવામાં 15 વર્ષ લાગ્યા. 2010માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતે ફરી એશિયા કપ જીત્યો હતો. ત્યારબાદ ભારતે 2016 અને 2018માં એશિયા કપ જીત્યો હતો. શ્રીલંકાએ છ વખત એશિયા કપ જીત્યો છે જ્યારે પાકિસ્તાન આ ટુર્નામેન્ટ માત્ર બે વખત જીત્યું છે.