IND vs SA: ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયા જશે સાઉથ આફ્રિકા, ટેસ્ટ-ODI અને T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર

ભારતીય ટીમ 2021-22માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ ગઈ હતી, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ અને માત્ર ત્રણ ODI રમાઈ હતી. હાલ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ સીરિઝમાં વ્યસ્ત છે.

IND vs SA: ડિસેમ્બરમાં ટીમ ઈન્ડિયા જશે સાઉથ આફ્રિકા, ટેસ્ટ-ODI અને T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર
India vs South Africa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 8:42 PM

ભારતીય ક્રિકેટ ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ શરૂ થઈ ગયો છે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડોમિનિકામાં રમાઈ રહી છે અને ટીમ ઈન્ડિયા (Team India) મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ અને સિરીઝ જીતશે, ભાગ્યે જ કોઈને શંકા હશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ સામે વાસ્તવિક પડકાર વર્ષના અંતમાં આવશે, જ્યારે તેણે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરવો પડશે. વેસ્ટ ઈન્ડિઝ બાદ ટીમ ઈન્ડિયાની આગામી સિરીઝ ડિસેમ્બરમાં શરૂ થશે અને તેના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.

દોઢ વર્ષ બાદ ફરી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ

દોઢ વર્ષ પહેલા પણ ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી હતી, જ્યાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમાઈ હતી. ત્યારબાદ ભારતીય ટીમને બંને શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીની કેપ્ટનશીપ ટેસ્ટ શ્રેણી સાથે ખતમ થઈ ગઈ, જ્યારે ODI શ્રેણી પહેલા તેની કેપ્ટનશીપ છીનવાઈ ગઈ.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

એક મહિનામાં T20, ODI અને ટેસ્ટ શ્રેણી

હવે ફરી એકવાર દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતવાના ઈરાદા સાથે ટીમ ઈન્ડિયા ડિસેમ્બરના અંતમાં પ્રવાસ કરશે.BCCIએ શુક્રવારે 14 જુલાઈના રોજ આ પ્રવાસના કાર્યક્રમની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ લગભગ એક મહિના માટે સાઉથ આફ્રિકામાં રહેશે, જ્યાં T20, ODI અને ટેસ્ટ શ્રેણી રમાશે.

આ પણ વાંચો : સંઘર્ષ અને ક્ષમતાનું અદભૂત સમન્વય છે ‘યશસ્વી જયસ્વાલ’, વિશ્વ ક્રિકેટ પર કરશે ‘રાજ’

10 ડિસેમ્બરથી T20 સિરીઝ

દક્ષિણ આફ્રિકા પ્રવાસની શરૂઆત 10 ડિસેમ્બરથી T20 સિરીઝથી થશે. T20 અને વનડે શ્રેણીમાં ત્રણ-ત્રણ મેચ રમાશે. T20 બાદ વનડે શ્રેણી 17 ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે બે મેચની ટેસ્ટ શ્રેણી 26 ડિસેમ્બર એટલે કે બોક્સિંગ ડેથી શરૂ થશે. શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે.

ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ:

T20 શ્રેણી

10 ડિસેમ્બર – પ્રથમ T20, ડરબન

12 ડિસેમ્બર – બીજી T20, ગ્વેબરખા

14 ડિસેમ્બર – ત્રીજી T20, જોહાનિસબર્ગ

ODI શ્રેણી

17 ડિસેમ્બર – પહેલી ODI, જોહાનિસબર્ગ

19 ડિસેમ્બર – બીજી ODI, ગ્વેબરખા

21 ડિસેમ્બર – ત્રીજી ODI, પાર્લ

ટેસ્ટ શ્રેણી

26-30 ડિસેમ્બર – પહેલી ટેસ્ટ, સેન્ચુરિયન

જાન્યુઆરી 3 – 7 – બીજી ટેસ્ટ, કેપ ટાઉન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">