Breaking News: IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે કેપ્ટન રોહિત શર્મા સદી ફટકારી થયો આઉટ
વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ બાદ રોહિત શર્માએ પણ સી ફટકારી હતી. કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ કારકિર્દીની દસમી સદી ફટકારી હતી. સદી ફટકાર્યા બાદ રોહિત આઉટ થઈ ગયો હતો.
ડોમિનિકા ટેસ્ટમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલ પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના કપ્તાન રોહિત શર્માએ ટેસ્ટ કારકિર્દીની દસમી સદી ફટકારી હતી. રોહિત પહેલા પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમાનાર યશસ્વી જયસ્વાલે પણ યાદગાર સદી ફટકારી હતી. બંને વચ્ચે 229 રનની પાર્ટનરશિપ થઈ હતી.
ભારતને પહેલો ઝટકો
ભારતીય ટીમને ડોમિનિકા ટેસ્ટમાં પહેલો ફટકો કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પ્રથમ ઇનિંગમાં 229 રનના સ્કોર પર લાગ્યો હતો. પોતાની 10મી ટેસ્ટ સદી પૂરી કર્યા બાદ જ રોહિત 103 રન બનાવીને એથનાજેનો શિકાર બન્યો હતો.
Captain leading from the front! 👏 👏@ImRo45 brings up his 🔟th Test ton 💯
Follow the match ▶️ https://t.co/FWI05P4Bnd#TeamIndia | #WIvIND pic.twitter.com/ITSD7TsLhB
— BCCI (@BCCI) July 13, 2023
સદી પૂરી કર્યા બાદ જ રોહિત થયો આઉટ
કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામે પહેલી ટેસ્ટમાં બાઉન્ડ્રી ફટાકરી સદી પૂર્ણ કરી હતી. સદી ફટકાર્યા બાદ રોહિત તુરંત આઉટ થયો હતો. રોહિતે 221 બોલનો સામનો કર્યો હતો અને 103 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ તેની ઇનિંગમાં 10 બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી.
10 વર્ષ બાદ વિન્ડીઝ સામે સદી ફટકારી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ 2013માં 10 વર્ષ પાછળ ઘડિયાળ ફેરવીને આ જ કારનામું કર્યું હતું. કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર રોહિત શર્માએ 10 વર્ષ બાદ વિન્ડીઝ ટીમ વિરુદ્ધ બીજી સદી પૂરી કરી. ડેબ્યૂ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની સદી બાદ કેપ્ટન રોહિતે પણ સદી સાથે જોરદાર વાપસી કરી હતી. રોહિતે માત્ર સદી જ નહીં પરંતુ યશસ્વી સાથે 200 થી વધુ રનની શાનદાર ભાગીદારી પણ કરી હતી.
Test hundred No.🔟 👌
There’s no stopping Rohit Sharma! ⚡#WTC25 | #WIvIND | 📝: https://t.co/gPEvNeiqUe pic.twitter.com/00N2L2kVo2
— ICC (@ICC) July 13, 2023
આ પણ વાંચો : Breaking News: IND vs WI: ડેબ્યૂ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની શાનદાર સદી
યાદગાર સદી ફટકારી
છેલ્લી સતત ચાર ટેસ્ટમાં એક પણ અડધી સદી ફટકારવામાં નિષ્ફળ રહેલા રોહિત શર્માએ જ્યારે વાપસી કરી ત્યારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ડોમિનિકાના વિન્ડસર પાર્ક મેદાનમાં રમાયેલી મેચના પ્રથમ દિવસે ઝડપી બેટિંગ કરીને સારી શરૂઆત કરનાર ભારતીય કેપ્ટન રોહિતે બીજા દિવસે મક્કમ બેટિંગ કરી અને ટીમને આગળ લઈ જતા પોતે પણ યાદગાર સદી ફટકારી હતી.