ICC Test Cricket Rankings ટીમ ઇન્ડિયા સામે વધુ એક મોટુ સંકટ, હવે જશે નંબર એકનો તાજ !

ICC Rankings : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ટેસ્ટ રેન્કિંગમાં નંબર એકના સ્થાન પર છે, પણ હવે ભારતીય ક્રિકેટ ટીમ નંબર એકનું સ્થાન ગુમાવી શકે છે. ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપની ફાઇનલમાં હાર થઇ હતી અને ભારતીય ટીમ જે હાલમાં નંબર એકના સ્થાન પર છે તે પોતાનુ તાજ ગુમાવી શકે છે.

ICC Test Cricket Rankings ટીમ ઇન્ડિયા સામે વધુ એક મોટુ સંકટ, હવે જશે નંબર એકનો તાજ !
Indian Test Team could lose top spot in Rankings
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 3:50 PM

ICC Test Rankings IND vs AUS : ભારતીય ક્રિકેટ ટીમનું વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીતીને 10 વર્ષ બાદ આઇસીસી ખિતાબ પર કબ્જો મેળવવાનું સ્વપ્ન ફરીથી અધુરૂ રહી ગયુ છે. નોંધપાત્ર છે કે મેચ અંતિમ દિવસ સુધી ચાલી હતી, પણ ટીમ ઇન્ડિયા 444 રનનું લક્ષ્યાંક હાંસિલ કરવામા અસફળ રહી હતી. ભારતીય ટીમએ પોતાની બીજી ઇનિંગમાં 234 રન બનાવ્યા હતા અને ઓલઆઉટ થઇ ગઇ હતી.

WTC 2023 ફાઇનલમાં ભારતની ટીમને 209 રનની હારનો સામનો કરવો પડયો હતો. હવે ભારતીય ક્રિકેટ ટીમ પાસે લગભગ એક મહિનાનો સમય હશે, જ્યારે તે આરામ કરશે. પણ ભારતીય ટીમ માટે વધુ એક મોટી ચિંતા છે. ભારતીય ટીમ WTC નો ખિતાબ તો હારી જ ગઇ છે, પણ હવે થઇ શકે છે કે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર એકનો તાજ ભારતીય ક્રિકેટ ટીમ ગુમાવી શકે છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

આ પણ વાંચો: WTC Final Analysis: ભારતીય ટોપ ઓર્ડરનો શર્મસાર રેકોર્ડ, 5 દિવસમાં આ 5 ભૂલ ભારતને ભારે પડી

આઇસીસીની નવી ટેસ્ટ રેન્કિંગમાં ભારત અને ઓસ્ટ્રિલાયની થઇ શકે છે બરાબરી

આઇસીસીની ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ હાલમાં નંબર એકના સ્થાન પર કબ્જો જમાવી રાખ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રેન્કિંગમાં એટલો તફાવત છે કે WTC 2023ની ફાઇનલમાં હાર પછી પણ ઓસ્ટ્રેલિયા ભારતથી આગળ નીકળી શક્યુ નથી. એ વાત અલગ છે કે હવે રેટિંગ બરાબરી પર આવી ગઇ છે. એ વાત પહેલા જ સ્પષ્ટ હતી કે જો ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારશે તો તે ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ગુમાવી શકે છે.

હાલની આઇસીસી ટેસ્ટ રેન્કિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમ 121ની રેટિંગ સાથે નંબર એકના સ્થાન પર છે અને ઓસ્ટ્રેલિયા 116 ની રેટિંગ સાથે બીજા સ્થાન પર છે. હાલમાં ભારતે પોતાના નંબર એકનો સ્થાન બચાવી રાખ્યો છે પણ આગળના સમયમાં ભારત ટોચનું સ્થાન ગુમાવી શકે છે. આઇસીસી એ હજી રેન્કિંગને અપડેટ કરી નથી પણ જ્યારે રેન્કિંગ અપડેટ થશે ત્યારે ભારતીય ટીમની રેટિંગ 121 થી ઘટીને 119 થઇ જશે અને ઓસ્ટ્રેલિયાની રેટિંગ 116 થી વધીને 119 થઇ જશે.

પરંતુ જો દશાંશ બિંદુ પછીના અંકો ઉમેરવામાં આવે તો શક્ય છે કે ટીમ ઈન્ડિયા નંબર એકના સ્થાન પર બની રહે અને આગામી અપડેટ સુધી માત્ર ભારતીયો જ નંબર વન પોઝિશન પર રહેશે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલી ત્યાં સમાપ્ત થતી નથી.

ટીમ ઇન્ડિયા કરશે આરામ, ઓસ્ટ્રેલિયાની ટીમ ઇંગ્લેન્ડ સામે રમશે એશિઝ શ્રેણી

ટીમ ઇન્ડિયા હવે લગભગ એક મહિના સુધી કોઇ ટેસ્ટ ક્રિકેટ રમવાની નથી. હવે ભારતીય ક્રિકેટ ટીમ જુલાઇ ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર જશે જ્યા બે ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. ઓસ્ટ્રેલિયાની જો વાત કરીએ તો તે 16 જૂનથી ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમ સામે એશિઝ શ્રેણી રમવા ઉતરશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રલિયા વચ્ચે એશિઝ શ્રેણીની શરૂઆત 16 જૂનથી થવા જઇ રહી છે અને આ પાંચ ટેસ્ટની શ્રેણી છે. જો પ્રથમ બે ટેસ્ટમાંથી ઓસ્ટ્રેલિયા એક પણ મેચ જીતવામાં સફળ રહે છે તો તેની રેટીંગ ભારતીય ક્રિકેટ ટીમ કરતા વધી જશે, જેનો અર્થ છે કે ભારતીય ટેસ્ટ ટીમ નંબર એકનો તાજ ગુમાવી દેશે. એશિઝની પ્રથમ મેચ જ્યાં 16 જૂનથી શરૂ થશે, ત્યારે બીજી મેચ 28 જૂનથી રમાશે, આ એ જ સમય હશે જ્યારે ભારતીય ટીમ આરામ કરી રહી હશે. નોંધપાત્ર છે કે જુલાઇમાં જ્યારે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે બે ટેસ્ટ રમી રહી હશે, એ જ સમય પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પણ એક બીજા સામે ટક્કર કરી રહ્યા હશે, આવામાં આઇસીસી રેન્કિંગમાં ફરીથી ફેરબદલ થઇ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
g clip-path="url(#clip0_868_265)">